• Home
  • News
  • VIDEO: પોર્ટુગલના રસ્તા પર રેડ વાઈનની નદી! સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો
post

20 લાખ લિટરથી વધુ રેડ વાઇન બેરલ ધરાવતી ટાંકીઓ અણધારી રીતે ફાટી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 13:17:19

પોર્ટુગલમાં રવિવારના દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી. પોર્ટુગલના એક નાનકડા શહેર સાઓ લોરેન્કો ડી બૈરોની શેરીઓમાં રેડ વાઈનની નદી વહેવા લાગી હતી. આ જોઇને ત્યાંના રહેવાસીઓ ચોંકી ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


રેડ વાઇન ધરાવતી ટાંકીઓ અણધારી રીતે ફાટી

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે  કે લાખો લિટર રેડ વાઈન શહેરની શેરીઓમાં નદીની જેમ વહી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ આ રહસ્યમય વાઇનની નદી શહેરમાં એક ડિસ્ટિલરીમાંથી ઉદ્દભવી હતી, જ્યાં 20 લાખ લિટરથી વધુ રેડ વાઇન બેરલ ધરાવતી ટાંકીઓ અણધારી રીતે ફાટી ગઈ હતી. શહેરમાં મોકલતા પહેલા આ રેડ વાઈનને ડિસ્ટિલરીના નજીક આવેલા એક ઘરના ભોંયરામાં સંગ્રહિત કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં લીક થયેલ વાઇને પર્યાવરણીય ચેતવણી પણ ઉભી કરી હતી કારણ કે આ વાઈનની નદી એક વાસ્તવિક નદી તરફ વહીને જઈ રહી હતી.

ડિસ્ટિલરીએ માફી માંગી

સેરટીમા નદી આ રેડ વાઈનની નદીમાં ફેરવાય તે પહેલા જ ફાયર વિભાગે વાઈનના આ પૂરને અટકાવવા કાર્યવાહી કરી હતી. પૂરને રીડાયરેક્ટ કરી તેને નજીકના ખેતર તરફ વાળવામાં આવ્યું હતું. લેવિરા ડિસ્ટિલરીએ આ વિચિત્ર ઘટના માટે માફી માંગી છે. ડિસ્ટિલરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સફાઈ અને નુકસાનના સમારકામ માટે થયેલા તમામ ખર્ચની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ."

 

adv

Related News

post
post
post
post
post
post
post