• Home
  • News
  • VIDEO:જાપાનમાં લેન્ડિંગ વખતે વિમાનમાં આગ,મુસાફરોનો આબાદ બચાવ, બે વિમાન અથડાયાની આશંકા
post

ટોક્યો હાનેડા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનમાં ભીષણ આગ લાગી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 17:06:42

જાપાનના ટોક્યો એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. અહેવાલ અનુસાર, વિમાન લેન્ડિંગ કર્યા બાદ અન્ય વિમાન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.

માહિતી અનુસાર, જે વિમાનમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતું, જેમાં કુલ 379 મુસાફરો સવાર હતા. જોકે, ઘટના બાદ તરત જ તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિય સમય મુજબ આ વિમાન 16:00 વાગ્યે ન્યૂ ચિટોસ એરપોર્ટ પરથી રવાના થયું હતું અને 17:40 વાગ્યે હાનેડા એરપોર્ટ પર ઉતર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.


  જાપાનમાં ગઈકાલે  7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો 


જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હોવાની માહિતી આપી હતી. ગઈકાલે બપોરના સમયે આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને દરયિકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી જેના પગલે અનેક લોકો ઉચ્ચા વિસ્તારોમાં ભાગી જવાની ફરજ પડી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post