• Home
  • News
  • VIDEO : ચંદ્ર પર શિવ શક્તિ પોઈન્ટ નજીક ફરી રહ્યું છે રોવર પ્રજ્ઞાન, રસ્તામાં આવ્યો 'ખાડો' અને પછી...
post

વીડિયોમાં આ રોવર 'શિવ શક્તિ' પોઈન્ટની આસપાસ ફરતું જોવા મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-26 19:18:41

ઈસરોએ આજે ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરનો નવો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં પ્રજ્ઞાન રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચાલતા જોઈ શકાય છે. ગઈકાલે ISRO એ કહ્યું હતું કે, રોવર 'પ્રજ્ઞાન' એ ચંદ્રની સપાટી પર લગભગ આઠ મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે અને તેના પાર્ટ સક્રિય થઈ ગયા છે. આ લેટેસ્ટ વીડિયોમાં આ રોવર 'શિવ શક્તિ' પોઈન્ટની આસપાસ ફરતું જોવા મળે છે.


'
શિવ શક્તિ' પોઈન્ટની આસપાસ પ્રજ્ઞાન રોવર પરિભ્રમણ

ISRO40 સેકન્ડનો વિડિયો શેર કરીને કહ્યું કે, "ચંદ્રના રહસ્યોની શોધમાં દક્ષિણ ધ્રુવ પર 'શિવ શક્તિ' પોઈન્ટની આસપાસ પ્રજ્ઞાન રોવર પરિભ્રમણ કરી રહ્યું છે.  વડાપ્રધાન મોદીએ આજે જાહેરાત કરી હતી કે, ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર જ્યાં ઉતર્યું તે સ્થળનું નામ 'શિવ-શક્તિ પોઇન્ટ' કહેવામાં આવશે. વિડીયોમાં જોઈ શકાય છે કે, પ્રજ્ઞાન રોવર તેના પૈડાના નિશાન છોડી રહ્યું છે. આ દરમિયાન તેણે એક ખાડો પણ પાર કર્યો છે. ખાડાથી આગળ ગયા પછી, રોવર પછી પાછળ જુએ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post