• Home
  • News
  • કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ
post

પહેલેથી હોટલ બુક કરાવવી જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 10:08:43

માલે: કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. 15 જુલાઈથી અહીં વિઝા ઓન અરાઈવલ સિસ્ટમ શરૂ થશે. પર્યટકોએ પહેલેથી હોટલ બુકિંગ કરાવવું પડશે. સમુદ્ર કિનારે 67 સ્પેશિયલ વીલા બનાવાયા છે. અહીં દરેક મહેમાનને એક રુફ ડેક વાળો વીલા મળશે અને પ્રાઈવેટ પૂલ મળશે. માલે એરપોર્ટથી સ્પીડબોટ દ્વારા અહીં 60 મિનિટમાં પહોંચી શકાશે.