• Home
  • News
  • રાજસ્થાનના પુષ્કર મંદિરમાં દર્શન કર્યાં, આરતીનો લાભ લઈને નીકળ્યા ને કાળનો ભેટો થઈ ગયો
post

આ તમામ મૃતક ભાવનગર જિલ્લાના રહેવાસી છે તેમજ દુર્ઘટનામાં 10 મૃતક તળાજાના દિહોર ગામના છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 14:46:38

ચાર દિવસ અગાઉ ભાવનગરથી 57 યાત્રાળુ ભરીને નીકળેલી કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ શ્રીકૃષ્ણના ધામ મLથુરામાં પહોંચે એ પહેલાં જ અકસ્માત નડતાં 12 યાત્રાળુ હરિધામ પહોંચી ગયા છે. આજે સવારે રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત થયાં છે. ત્યારે મથુરાની યાત્રા પહેલાંનો વીડિયો અને ફોટાઓ સામે આવ્યાં છે. વીડિયોમાં આ યાત્રિકો રાજસ્થાનના પુષ્કર મંદિરમાં ભગવાનનાં દર્શન કરતા જોવા મળી રહ્યા છે. એ બાદ અકસ્માત નડતાં વીડિયોમાં જોવા મળતા યાત્રાળુઓ પૈકી 12નાં મોત થયાં છે.

આરતીનો લાભ લઈ યાત્રિકોએ પ્રસ્થાન કર્યું હતું
ભાવનગરથી મથુરા જવા નીકળેલા યાત્રિકોનો વીડિયો સામે આવ્યો છે, જેમાં રાજસ્થાનના પુષ્કર મંદિરમાં યાત્રિકો ભગવાનનાં દર્શન કરતા જોવા મળી રહ્યા છે. ભગવાનની આરતીમાં તમામ યાત્રિકો લીન થયા હોય એમ વીડિયોમાં જોઈ શકાય છે. આરતીનો લાભ લઈ તમામ યાત્રિકોએ પોતાની યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું, જ્યાં વચ્ચે અકસ્માત નડતાં 12 લોકો શ્રીકૃષ્ણના ધામ મથુરામાં પહોંચે એ પહેલાં જ હરિધામ પહોંચી ગયા છે.

ભરતપુર-આગ્રા હાઈવે ગોઝારો અકસ્માત સર્જાયો
ભાવનગરથી બસમાં બેસીને યાત્રિકો મથુરા જઈ રહ્યા હતા. એ દરમિયાન ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઊભેલા લોકોને કચડીને આગળ વધી હતી. અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા, સાથે જ હાઈવે પણ જામ થઈ ગયો હતો. અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃતદેહ પડેલા જોતાં પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

7 મહિલા અને 5 પુરુષનાં મોત
રાજસ્થાનના ભરતપુરમાં આ ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તમામ મૃતક ભાવનગર જિલ્લાના રહેવાસી છે તેમજ દુર્ઘટનામાં 10 મૃતક તળાજાના દિહોર ગામના છે, જેઓ ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા ત્યારે ભરતપુર-આગ્રા હાઈવે પર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલા અને 5 પુરુષ હતાં.

મૃતકોનાં નામ

·         અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ

·         નંદરામભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ

·         લલ્લુભાઈ દયાભાઈ ગયાણી

·         ભરતભાઈ ભીખાભાઈ

·         લાલજીભાઈ મનજીભાઈ

·         અંબાબેન જીણાભાઈ

·         કંબુબેન પોપટભાઈ

·         રામુબેન ઉદાભાઈ

·         મધુબેન અરવિંદભાઈ દાગી

·         અંજુબેન થાપાભાઈ

·         મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

·         કલુબેન ઘોયલ

 

adv

Related News

post
post
post
post
post
post
post