• Home
  • News
  • ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં 7મેના રોજ મતદાન, 4 જૂને પરિણામ આવશે
post

આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી જાહેર નથી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-16 16:51:32

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. આશ્ચર્યજનક રીતે ચૂંટણી પંચે વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી જાહેર નથી કરી. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ગુજરાતની 26 બેઠકો પર જંગ જામ્યો છે ત્યારે આ વખતે શું કોંગ્રેસ કોઇ કમાલ કરી શકશે કે પછી 2014 અને 2019ની ચૂંટણીનું પરિણામ રિપીટ થશે? ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતની હેટ્રિક મારશે? તે સવાલ મહત્વના છે.



adv

Related News

post
post
post
post
post
post
post