• Home
  • News
  • યુદ્ધથી કંગાળ થયેલું યુક્રેન IMF પાસેથી લોન માગશે:સરકારની નાણાકીય ખાધ 3 લાખ કરોડને પાર, અમેરિકાની મદદ પછી પણ નહીં થાય ભરપાઈ
post

યુદ્ધ શરૂ થયા પહેલા યુક્રેનની નાણાકીય ખાધ 38 હજાર કરોડ હતી, જે 2022માં વધીને 2 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 18:20:37

યુદ્ધથી કંગાળ થયેલું યુક્રેન દેશની સ્થિતિની સુધારવા માટે IMF પાસેથી લોન માગશે. જેલેન્સકીની તરફથી મોકલવામાં આવેલા કેટલાક નેતા આ અઠવાડિયે પોલેન્ડની રાજધાની વૉર્સોમાં IMFના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. યુક્રેનના નાણામંત્રી સર્ગેઇ મર્ચેંકોએ આ જ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, આ વર્ષે સરકારની નાણાકીય ખાધ વધીને 3 લાખ કરોડથી પાર થઇ જશે.

ગ્રાન્ટ રૂપે અમેરિકાથી મળવાપાત્ર 81 હજાર કરોડ અને યુરોપિયન યુનિયનથી મળવાપાત્ર 1 લાખ કરોડ પણ તેની ભરપાઈ કરી શકશે નહી. બન્ને જગ્યાથી મદદ મળ્યા બાદ પણ યુક્રેનને 82 હજાર કરોડ રૂપિયાની જરૂર રહેશે.

યુદ્ધ શરૂ થયાના અમુક જ અઠવાડિયામાં યુક્રેનને 11 હજાર કરોડ મળ્યા હતા
IMF
એ પણ જણાવ્યું કે, તેઓ યુક્રેની નેતાઓ સાથે બેઠક કરશે. જો કે, સંસ્થાના અધિકારીઓએ આનાથી વધુ જાણકારી આપવાનો ઇનકાર કર્યો છે. યુદ્ધના અમુક અઠવાડિયા પછી જ IMFએ યુક્રેનની 11 હજાર કરોડની લોન મંજૂર કરી હતી, સાથે જ ઓક્ટોબરમાં વધારાના 10 હજાર કરોડ આપવાની વાત કહી હતી.

 

યુદ્ધથી યુક્રેનને કેવી રીતે નુકસાન થયું?
યુદ્ધ શરૂ થયા પહેલા યુક્રેનની નાણાકીય ખાધ 38 હજાર કરોડ હતી, જે 2022માં વધીને 2 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. રશિયાની ઘૂસણખોરીને કારણે 2022માં યુક્રેનની અર્થવ્યવસ્થામાં 303%નો ઘટાડો થયો હતો. જ્યારે મોંઘવારીમાં 266 ટકાનો ઉછાળો નોંધાયો હતો.


હવે, રશિયાની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાન વિશે જાણીએ
રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા પર થઇ હતી. પશ્ચિમી દેશોએ 143 લાખ કરોડ રૂપિયાની રશિયન અર્થવ્યવસ્થાને તોડી પાડવા માટે આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. ફ્રેબુઆરી બાદ અમેરિકા, યુરોપ અને તેમના સાથીઓએ હજારો રશિયન કંપનીઓ અને વ્યક્તિઓ પર અસાધારણ પ્રતિબંધો લગાવી રાખ્યા છે. રશિયાના 46 લાખ કરોડ રૂપિયા કેશનો અડધો ભાગ એટલે 23 લાખ કરોડ રૂપિયા બેકાર પડ્યા છે. યુદ્ધના 6 મહિના પૂરા થયા બાદ IMFએ રશિયાની અર્થવ્યવસ્થામાં 6% સુધીની ઘટાડાની આગાહી કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post