• Home
  • News
  • જમ્મુ કાશ્મીર:ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- અમે દેશના નહીં, ભાજપના દુશ્મન છીએ; તેઓ અમને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈમાં વિભાજિત કરવા માંગે છે
post

ફારૂક અબ્દુલ્લા સોમવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી.એ.મીર સાથે મુલાકાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 10:04:46

નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિકલેરેશન (PAGD)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર ફરી એક વખત નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, "અમે દેશના નહીં પણ ભાજપના દુશ્મન છીએ. ભાજપ લોકોને હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈમાં વિભાજિત કરવા માંગે છે. અમને મહાત્મા ગાંધીના ભારતમાં વિશ્વાસ છે.

અમને ગેંગ કહેતા લોકો મોટા ડાકુઓ છે
ફારૂક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે અમે લોકો મળીને એક નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ, પણ અમને એક નિશાન નથી મળી રહ્યું. માટે અમે બધા પોત-પોતાના નિશાન પર ચૂંટણી લડીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગેંગ નથી. અમે ગઠબંધન કર્યું છે. જે લોકો અમને ગેંગ કહીને બોલાવે છે તે લોકો જ સૌથી મોટા ડાકુઓ છે. આ માટે તેમને સૌ કોઈ ગેંગમાં જ દેખાય છે.

કોંગ્રેસ પણ છે ગુપકાર અલાયન્સનો ભાગ
આ પહેલા બપોરે ફારૂક અબ્દુલ્લા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જી.એ.મીર મળ્યા હતા. આ પછી, અબ્દુલ્લાએ કહ્યું કે કોંગ્રેસ હજી પણ ગુપકાર અલાયન્સનો ભાગ છે. જિલ્લા વિકાસ પરિષદ (DDC)ની ચૂંટણી પણ અમે સાથે લડીશું. ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન કોંગ્રેસના તે નિર્ણય બાદ સામે આવ્યું છે જેમાં પાર્ટીએ DDCની ચૂંટણી માટે અલગથી ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ જી.એ.મીર આજે તેમને મળવા આવ્યા હતા અને કહ્યું હતું કે અમે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ.

28 નવેમ્બરથી શરૂ થઈ રહી છે DDCની ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં 28 નવેમ્બરથી જિલ્લા વિકાસ પરિષદ (DDC)ની ચૂંટણીઓ યોજાવાની છે. પીપલ્સ અલાયન્સ ફોર ગ્રૂપ ડિક્લેરેશન (PAGD) પણ પોતાના ઉમેદવારો ઉભા કરશે. થોડા દિવસ પહેલા અલાયન્સના સજ્જાદ લોને કહ્યું હતું કે, "5 ઓગસ્ટ 2019ના નિર્ણય અંગે જમ્મુ-કાશ્મીરના લોકો નારાજ છે. લોકો ગુસ્સામાં છે. તેથી ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.''

ભાજપે ગુપકાર અલાયન્સને કહ્યું હતુ 'ગપ્પા-કાર'
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે તાજેતરમાં જ ગુપકાર સમજૂતીને 'ગપ્પા-કાર' ગણાવ્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે ગુપકાર 'ગપ્પા-કાર' છે. તેમના મુંગેરીલાલના સપના કદી સાકાર થવાના નથી. અબ્દુલ્લા એન્ડ સન્સ અને મુફ્તી એન્ડ સન્સે જમ્મુ-કાશ્મીરના સંસાધનો લૂંટી લીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post