• Home
  • News
  • IPLની ટીમ બનાવીશું! કન્યાદાનમાં 1 લાખની મદદ કરીશું; MPમાં કોંગ્રેસના 11 મોટા વચન
post

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અલગ અલગ યોજના લોન્ચ કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 17:04:36

MP assembly election 2023 : આવતા મહિને પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. જેને લઈ તમામ રાજનૈતિક પાર્ટીઓ પોતાનો પ્રચાર શરુ કરી દીધો છે. એવામાં મધ્યપ્રદેશમાં યોજવાની ચૂંટણીને ધ્યાને લઇ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે પ્રચારનું રણશિંગું ફૂકયું છે. કમલનાથે આજે ઘોષણા પત્ર રજૂ કર્યો હતો. દેશમાં 70 ટકા વસતી કૃષિથી જોડાયેલ છે. જેને ધ્યાનમાં રાખીને તેને જાહેરાત કરી કે જો તેની સરકાર આવશે તો ચોખા 2500 રૂપિયા ક્વિન્ટલ અને ઘઉં 2600 રૂપિયા ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે.

મધ્યપ્રદેશની ટીમને IPLમાં લાવીશ : કમલનાથ

આ સિવાય તેમણે મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત મધ્યપ્રદેશની ટીમને IPLમાં લાવવા માટેના પ્રયાસ પણ કરશે એવી પણ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશમાં મેટ્રોના કામ શરુ કરવા માટે પણ વાત કરી અને તેના માટે બાબુલાલ ગૌર (પૂર્વ સીએમ)ને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું. આ વાત કરતા તેમણે કહ્યું કે આ કોઇ  શ્રેયની વાત નથી, પરંતુ રાજ્યના સન્માનની વાત છે.

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અલગ અલગ યોજના લોન્ચ કરીશું 

કમલનાથે રમતગમતના ક્ષેત્ર માટે પણ જાહેરાત કરી કે, અમારી સરકાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે 'મેડલ લાવો અને કરોડપતિ બનો... મેડલ લાવો અને કારના માલિક બનો...' જેવી યોજના શરૂ કરશે. ઉપરાંત કર્મચારીઓ સાથે બેસીને તેમના કલ્યાણ માટે કામ કરીશું. પાણી, આરોગ્ય, વીજળી, શિક્ષણ, આવાસ, સામાજિક ન્યાય, રોજગારના અધિકારો આપવા માટે કામ કરીશું.

મહિલાઓને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી 

આ ઘોષણાપત્રમાં મહિલાઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. દર મહિને 1500 રૂપિયા મહિલાઓને આપવામાં આવશે અને આ સિવાય પછત વર્ગ માટે 27 ટકા આરક્ષણની પણ વાત કરવામાં આવી છે.

ગેસ સિલિન્ડર માટે 500 રૂપિયામાં આપવાની જાહેરાત કરી 

ગૃહિણીઓને પણ આ ઘોષણા પત્રમાં ધ્યાને રાખવામાં આવી છે. ગેસ સિલિન્ડર માટે 500 રૂપિયામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય PM આવાસ દ્વારા શહેરોમાં બનવામાં આવેલ ઘરને જેટલી રકમ આપવામાં છે એટલી હવે ગ્રામીણ ક્ષેત્ર માટે આપવામાં આવશે.  

કોંગ્રેસના ઘોષણાપત્ર પર સરકારે કર્યા આકરા પ્રહારો

આ સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના ઘોષણાપત્ર પર આકરા પ્રહારો કર્યા. શિવરાજે કહ્યું, આ કોંગ્રેસનો ઢંઢેરો નથી, જુઠ્ઠાણાનો પત્ર છે. પાંચ વર્ષ પહેલા તેમણે 900 થી વધુ વચનો આપ્યા હતા, પરંતુ તેમાંથી નવ પણ પૂરા કર્યા નથી. તેણે ફરી જુઠ્ઠાણાનો પોટલો રજૂ કર્યો. જનતા આ જૂઠાણાં પર વિશ્વાસ કરશે નહીં. લોકો જાણે છે કે ભાજપ જે કહે છે તે કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post