• Home
  • News
  • ચીની રાજદૂત જિંગે કહ્યું, અમારા માટે પાકિસ્તાન વેપારનું નવું હબ, ઈમરાને કહ્યું, ચીની કંપનીઓને દરેક શક્ય સુવિધા ઉપલબ્ધ કરાવીશું
post

પાકિસ્તાનના વડાપ્રધાને ચીની કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:37:49

પાકિસ્તાનમાં ચીની કંપનીઓ પોતાનાં ક્ષેત્રીય કાર્યાલય ખોલી શકશે. ઈસ્લામાબાદમાં વડાપ્રધાન ઈમરાન ખાને 10 મોટી ચીની કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠકમાં આ માહિતી આપી. આ કંપનીઓ ઊર્જા, કૃષિ, નાણા અને સંચાર સેક્ટરની છે. બેઠકમાં તેમનાં પ્રતિનિધિઓ સહિત ચીની રાજદૂત યો જિંગ અને પાકિસ્તાનના મંત્રી અને અધિકારી સામેલ હતા.

પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર ઈમરાને કહ્યું કે, સરકાર ચીની રોકાણકારોને દરેક શક્ય ઉપલબ્ધ કરાવશે. અમારી પ્રાથમિક્તા પાકિસ્તાન-ચીન વેપાર સંબંધ મજબૂત બનાવવાના છે. ચીની રાજદૂત જિંગે કહ્યું કે, ચીન માટે પાકિસ્તાન વેપારનું નવું હબ છે. વડાપ્રધાન ઈમરાને જાહેરાત કરી કે, સીપીઈસી ચીન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોને મજબૂત કરશે. સરકારે આ નિર્ણય એ સમયે લીધો છે, જ્યારે એફટીએફે તેને આતંકી ગતિવિધિઓ પર અંકુશ ન લગાવાની સ્થિતિમાં બ્લેકલિસ્ટમાં નાખવાની ચેતવણી આપી છે. પાકિસ્તાન પર અન્ય દેશોનું પણ ભારે દેવું છે.

પીઓકેમાં આક્રોશ: નદીઓ પર ડેમ બનાવવા વિરુદ્ધ મશાલ રેલી, નારા લાગ્યા- નીલમ, ઝેલમ બહને દો
પીઓકેના મુઝફ્ફરાબાદમાં હજારો લોકોએ નીલમ-ઝેલમ નદી પર ડેમ બનાવવાના પ્રોજેક્ટ વિરુદ્ધ મશાલ રેલી કાઢી હતી. આ ડેમ ચીની કંપની બનાવી રહી છે. તેના માટે પાક. સાથે કરાર થયો છે. પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા - દરિયા બચાઓ, મુઝફ્ફરાબાદ બચાઓ’, ‘નીલમ, ઝેલમ બહને દો, હમેં જિંદા રહને દો’.

ગયા મહિને પાકિસ્તાન અને ચીનના પીઓકેમાં આઝાદ પટ્ટન અને કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટોની ડીલ કરી છે. આઝાદ પટ્ટન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના ભાગ રૂપે 700.7 મેગાવોટ વિજળી ઉત્પાદનનો પ્રોજેક્ટ છે. જેમાં ચીનની જિયાઝાબા કંપની રૂ. 11,432 કરોડનું રોકાણ કરી રહી છે.

કોહલા પ્રોજેક્ટ ઝેલમ નદીનો છે. જે પીઓકેના સુધનોટી જિલ્લામાં આઝાદ પટ્ટન પુલથી લગભગ 7 કિમી અને ઇસ્લામાબાદથી 90 કિમી દૂર છે. તેના 2026 સુધી પુરા થવાની આશા છે. જેમાં ચાઈના થ્રી ગોરજેસ કોર્પોરેશન, ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન અને સિલ્ક બોર્ડ ફંડ રોકાણ કરી રહ્યા છે.

પીઓકેમાં પત્રકારે પાકિસ્તાનનો ઝંડો ઉતાર્યો, ધરપકડ
પીઓકેના દાદયાલ શહેરમાં પત્રકાર-એક્ટિવિસ્ટ તનવીર અહેમદે પાકિસ્તાનનો ઝંડો ઉદારી નાખ્યો હતો. તનવીર ઝંડો ઉતારવાની માગને લઈને ભૂખ હડતાળ પર હતા. તંત્રએ તેમની વાત ન માની તો તેમણે જાતે જ ઝંડો ઉતારી નાખ્યો. પોલિસે તેમની ધરપકડ કરી છે. તનવીરને ધમકીઓ મળી રહી છે.