• Home
  • News
  • ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને એવું તો શું કહી દીધું કે તમામ મુસ્લિમ દેશ તેમનાથી નારાજ છે? જાણો...
post

ફ્રાંસમાં રહેનારા મોટાભાગના મુસ્લિમો ફ્રાંસમાં જ જન્મ્યા છે, જેઓ ઉત્તરીય આફ્રિકામાં ફ્રેંચ કોલોનીથી આવીને વસેલી પ્રવાસીઓની પ્રથમ પેઢીના વારસાને આગળ વધારી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 10:49:09

ઈરાનના અખબારમાં ફ્રન્ટ પેજ પર હેડિંગ હતું - ડેમોન ઓફ પેરિસ’. ઢાકાની સડકો પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મૈક્રોંને શેતાનના પુજારી કહેવામાં આવ્યા. બગદાદમાં ફ્રાંસ દૂતાવાસની બહાર ફ્રાંસના ઝંડા સાથે મૈક્રોંનું પૂતળું બાળવામાં આવ્યું. જ્યારે, પાકિસ્તાનની સંસદમાં મૈક્રોં વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.

ઈસ્લામિક દેશોમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ વિરુદ્ધ નારાજગી વધતી જઈ રહી છે. સંસ્કૃતિ, રાજકીય સિસ્ટમ અને આર્થિક વિકાસના સ્તરેથી ઉપર ઉઠીને ઈસ્લામિક દેશો મૈક્રોંની વિરુદ્ધ ઊભા થઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં હેરતની બજારોથી લઈને પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ યુનિવર્સિટી અને અમ્માનના અપમાર્કેટ વિસ્તારોમાં ફ્રાંસનો વિરોધ થઈ રહ્યો છે. પરિણામ એ છે કે ફ્રાંસના પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ થઈ રહી છે અને ફ્રેંચ નાગરિકોને ધમકીઓ પણ મળી રહી છે.

ફ્રાંસ અને ઈસ્લામિક દેશોમાં તણાવની શરૂઆત કેવી રીતે થઈ?

·         તણાવ ત્યારે શરૂ થયો જ્યારે સપ્ટેમ્બરમાં વિવાદિત કાર્ટૂન મેગેઝીન ચાર્લી હેબ્દોએ પૈગંબર મુહમ્મદના વિવાદિત કાર્ટૂન ફરીથી છાપ્યા. 2015માં આ જ કાર્ટૂનને છાપવા અંગે ચાર્લી હેબ્દોની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો. 14 આરોપીઓની વિરુદ્ધ સુનાવણી શરૂ થવાની હતી. તેના પહેલા જ ચાર્લી હેબ્દોએ ફરી એ જ કાર્ટૂન છાપ્યા.

·         ચાર્લી હેબ્દોએ મંગળવારે રાતે તુર્કી સાથે ચાલી રહેલા તણાવને સળગાવતા પ્રેસિડન્ટ એર્ડોગનની મજાક ઉડાવતું કાર્ટૂન પણ ઓનલાઈન પબ્લિશ કર્યુ. એર્ડોગનના પ્રેસ સલાહકાર ફહરેત્તિન અલ્ટને ટ્વીટ કર્યુંઃ અમે સાંસ્કૃતિક વંશીય ભેદભાવ અને નફરત ફેલાવનારા પબ્લિકેશનના આ ઘૃણિત પ્રયાસની નિંદા કરીએ છીએ.

·         તેમાં આગમાં ઘીનું કામ કર્યુ મૈક્રોંના નિવેદને. તેમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ ઈસ્લામિક અલગતાવાદ સામે લડવા માગે છે. તેમાં તેમણે એમ પણ કહ્યું કે આ ધર્મ સમગ્ર દુનિયામાં આજે સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છએ. તેમની આ ટિપ્પણી પર અનેક મુસ્લિમ નેતાઓ અને કમેન્ટેટર્સે વાંધો ઉઠાવ્યો છે.

સ્કૂલ ટીચર પૈટીની હત્યાનો આની સાથે શું સંબંધ છે?

·         16 ઓક્ટોબરે 18 વર્ષીય ચેચેન રેફ્યુજીએ ફ્રેંચ ટીચર સેમ્યુઅલ પૈટીના ક્લાસમાં પૈગંબરના કાર્ટૂન દર્શાવવા અંગે સ્કૂલની બહાર હત્યા કરી દીધી. તેમનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું. તેના જવાબમાં હિંસક અતિવાદીઓ અને ઈસ્લામિક ગ્રૂપ્સ પર દરોડા પાડવામાં આવ્યા.

·         પરિણામ એ આવ્યું કે અનેક ફ્રેંચ શહેરોમાં પૈગંબરના કેરિકેચર ઈમારતોની દિવાલો પર બનાવવામાં આવ્યા. આ એક રીતે સેક્યુલરિઝમનું ડિફેન્સ હતું અને બર્બર હત્યાનો વિરોધ. મૈક્રોંએ પેરિસમાં એ પણ સ્પષ્ટ કર્યુ કે તેમનો દેશ કાર્ટૂન બંધ કરવાનો નથી.

·         પ્રેસિડન્ટ મૈક્રોંએ કહ્યું કે ફ્રાંસ ન તો કાર્ટૂન બનાવવાનું છોડશે અને ન તો ડ્રોઈંગ બનાવવાનું. ભલે અન્ય લોકો પાછળ હટી જાય. અમે અમારી આઝાદીની રક્ષા કરીશું અને અમારા પોતાના સેક્યુલરિઝમ પર દૃઢ રહીશું.

·         સૈમ્યુઅલ પૈટીની હત્યા પછી મૈક્રોંએ જે કંઈ કહ્યું, તેને લઈને ઈસ્લામિક દેશોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. તુર્કી અને પાકિસ્તાનમાં તો ફ્રેંચ રાષ્ટ્રપતિના ઈસ્લામોફોબિયાની જોરદાર ટીકા થઈ રહી છે. બાંગ્લાદેશ પણ પાછળ નથી.

ફ્રાંસમાં મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન શા માટે વિકસી રહ્યા છે?

·         જાન્યુઆરી 2015માં ચાર્લી હેબ્દોની ઓફિસમાં હુમલો પૈગંબર મુહમ્મદના કાર્ટૂન પબ્લિશ કરવાનો બદલો હતો અને આ ફ્રાંસ માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો. નવેમ્બરમાં પેરિસમાં શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટો થયા અને તેણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી.

·         આ હુમલામાં આત્મઘાતી હુમલા, ફૂટબોલ સ્ટેડિયમમાં શૂટિંગ, કાફે અને રેસ્ટોરાંમાં માસ શૂટિંગ, થિયેટરમાં બંધકો પ્રકરણ સામેલ હતા. યુરોપમાં ફ્રાંસ જ એક એવો દેશ છે જ્યાંથી સૌથી વધુ નાગરિકો 2014-15માં ઈરાક અને સિરિયા જઈને આઈએસઆઈએસમાં સામેલ થયા.

સેક્યુલરિઝમની ફ્રેંચ પરિભાષા શું છે?

·         મેક્રોંની ટિપ્પણી એ વાત પર ધ્યાન દોરે છે કે ફ્રાંસમાં સેક્યુલરિઝમ ભારતથી બિલકુલ અલગ જ છે. આપણે ત્યાં તો સેક્યુલરિઝમ એટલે તમામ ધર્મોને બરાબર સન્માન અને છૂટ આપવી એ છે. ફ્રાંસમાં એવું નથી. ત્યાં પબ્લિક ડિબેટમાં ધાર્મિકતા પ્રતિબંધિત છે. આ જ કારણથી ફ્રાંસનું સેક્યુલરિઝમ ઘણીવાર ઈસ્લામને નારાજ કરતું જોવા મળે છે.

·         ફ્રાંસમાં ઈશનિંદાને વ્યક્તિગત રીતે આઝાદીના સ્વરૂપમાં અધિકાર માનવામાં આવે છે. આપ જિસસ ક્રાઈસ્ટનું પણ અપમાન કરી શકો છો અને ઈસ્લામનું પણ. તેને જ ફ્રાંસ માટે વે ઓફ લાઈફમાનવામાં આવે છે. તેમાં ભાષાને જાણવી અને ફ્રેંચ સેક્યુલરિઝમનું સન્માન કરવું પણ સામેલ છે.

ફ્રાંસમાં સેક્યુલરિઝમનું મુસ્લિમો સાથે ટકરાવ શા માટે થાય છે?

·         છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્રાંસના સેક્યુલરિઝમને ટકરાવનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને ફ્રાંસમાં બહારથી આવેલા અનેક ધર્મોનું પાલન કરનારા લોકોનાં કારણે. તેમાં શિખ પણ સામેલ છે. સૌથી વધુ ટકરાવ મુસ્લિમો સાથે થયો છે.

·         ફ્રાંસમાં રહેનારા મોટાભાગના મુસ્લિમો ફ્રાંસમાં જ જન્મ્યા છે, જેઓ ઉત્તરીય આફ્રિકામાં ફ્રેંચ કોલોનીથી આવીને વસેલી પ્રવાસીઓની પ્રથમ પેઢીના વારસાને આગળ વધારી રહ્યા છે. ફ્રાંસનું બંધારણ કહે છે કે જેમને નાગરિકતા જોઈએ, તેમણે સમાનતા પર ભરોસો કરવો પડશે. પરંતુ, આ માત્ર કાગળ પરની વાતો છે.

·         આ અગાઉ પણ ફ્રાંસમાં ઈસ્લામ નિશાના પર રહ્યું છે. 2005માં જાહેર સ્થળોએ મહિલાઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો. પછી 2010માં બુરખો પ્રતિબંધિત કરાયો, 2011માં ચાર્લી હેબ્દોએ ઈસ્લામિક દેશોની આકરી પ્રતિક્રિયાઓને નિમંત્રણ આપ્યું.

·         મૈક્રોંએ પોતાના ભાષણમાં સ્પષ્ટ રીતે કહ્યું કે ફ્રાંસ જે રીતે આ પડકારનો સામનો કરી રહ્યું છે, તેમાં અનેક ખામીઓ છે. ફ્રાંસની સરકારોએ જ જવાબદારી લેવી પડશે કે તેમણે મુસ્લિમ સમુદાયોને કાબુમાં ન રાખ્યા અને રેડિકલાઈઝેશનની સ્થિતિઓ સર્જાવા દીધી.

શું મૈક્રોંના ભાષણ ફ્રાંસની રાજનીતિથી પ્રેરિત છે?

·         બિલકુલ. મૈક્રોંએ જે કહ્યું, એ તેમની રાજકીય મજબૂરી પણ હોઈ શકે છે. ફ્રાંસનો કોઈપણ પોલિટિશિયન એમ ન કહી શકે કે ઈસ્લામિક કટ્ટરવાદી ઘટનાઓની ફ્રાંસના જનજીવન પર અસર પડી નથી. ચાર્લી હેબ્દોના હત્યારાઓના હુમલાના પાંચ વર્ષ પછી ટ્રાયલ ગત મહિને શરૂ થઈ. પૈટીની હત્યા ચાર્લી હેબ્દોની વિરુદ્ધ આતંકી હુમલાની આગામી કડી જ તો છે.

·         મૈક્રોં કહે છે કે તેઓ લેફ્ટ-રાઈટી રાજનીતિ કરતા નથી. 2022માં ફરી પ્રેસિડેન્શિયલ ચૂંટણી લડવા માગે છે. રાઈટ-વિંગ મરીન લા પેન સાથે મુકાબલો થશે, જેમને મૈક્રોંએ 2017ની ચૂંટણીમાં હરાવ્યા હતા. પેનનો મૈક્રોં પર આરોપ છે કે તેમણે ઈસ્લામિક કટ્ટરવાદીઓને રોકવામાં કડકાઈ ન રાખી.

·         આમ તો, મૈક્રોંએ વિવાદિત એન્ટી-સેપ્રેટરિઝણ બિલની ઘોષણા પણ કરી છે, જેને ડિસેમ્બરમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. તેનાથી ઈસ્લામિક કટ્ટરવાદ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવશે. તેમાં મુસ્લિમ બાળકોનો ડ્રોપ-આઉટ ઘટાડવા માટે સ્કૂલ શિક્ષણમાં સુધારા, મસ્જિદો અને મૌલવીઓ માટે સખત નિયમો સામેલ છે. તેને લઈને ફ્રાંસમાં મુસ્લિમોમાં ઘણી ચિંતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post