• Home
  • News
  • ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાનો અર્થ શું છે? સીનેટમાં વોટિંગ થયું તો શું થશે? વાંચો રિપોર્ટ
post

રિપબ્લિકન માને છે કે જો ટ્રમ્પ પર મહાભિયોગ થયો તો તેનાથી અમેરિકન સમાજ પહેલા કરતાં વધુ વિભાજિત થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-15 09:53:22

અમેરિકાના લોકતંત્રના 231 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિને બીજી વખત મહાભિયોગનો સામનો કરવો પડી રહ્યો છે. સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (HOR)માં ઠરાવ પસાર થઈ ગયો છે. સીનેટમાં નિર્ણય લેવાનો બાકી છે. ટ્રમ્પના કાર્યકાળમાં માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે, સીનેટમાં શું થશે? શું ત્યાં પણ ઠરાવ પસાર થઈ જશે અથવા ટ્રમ્પ બીજી વખત પણ મહાભિયોગથી બચી જશે, આ સવાલોના જવાબ થોડા દિવસોમાં મળી જશે. એક સવાલ એ છે કે આ મહાભિયોગની આ કવાયતનો અર્થ શું છે? અમેરિકા, પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડેન અને ખુદ ટ્રમ્પ માટે તેનું શું મહત્ત્વ છે. આવો નજર કરીએ આવી કેટલીક બાબતો પર.

ટ્રમ્પના કારણે રિપબ્લિકન પાર્ટીમાં દરાર
HOR
માં જ્યારે વોટિંગ થઈ તો 10 રિપબ્લિકન સાંસદ (ટ્રમ્પની પાર્ટી) ડેમોક્રેટ્સની સાથે જોવા મળ્યા હતા. સીનેટમાં જો વોટિંગ થશે તો શું થશે, એ તો સમય બતાવશે. પરંતુ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાભિયોગ પ્રસ્તાવના સમર્થનથી એટલું તો સ્પષ્ટ છે કે ટ્રમ્પને લઈને રિપબ્લિકન પાર્ટીમાં કશું યોગ્ય નથી. ગ્રાહમ અને મિટ રોમની જેમ કેટલાક સાંસદ એવા પણ હતા જેમણે આ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો ન હતો, પરંતુ ટ્રમ્પના વર્તનને લોકશાહીનું અપમાન ગણાવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે રિપબ્લિકન આ મુદ્દા પર વધુ વિભાજીત થશે કે પછી બધી વસ્તુઓ સામાન્ય થઈ જશે.

તે ટ્રમ્પ અને તેમના વિચાર પર મહાભિયોગ છે
BBC
ના નોર્થ અમેરિકા એક્સપર્ટ એન્થની ઝુરચેર કહે છે કે- ડેમોક્રેટ્સ એક પ્રકારે રાષ્ટ્રપતિ પર નહીં પરંતુ ટ્રમ્પ અને તેમની વિચારધારા પર મહાભિયોગ ચલાવી રહ્યા છે. પ્રસ્તાવમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે કે ટ્રમ્પે નવેમ્બરની ચૂંટણી બાદ કેવા પ્રકારના નિવેદન આપ્યા છે. HORની ચર્ચામાં પણ આ વાત સામે આવી છે. કેટલાક ડેમોક્રેટિક સાંસદ એવા પણ છે જે ટ્રમ્પ પર કાર્યકાળના છેલ્લા સમયમાં શિંકજો કસવા માગે છે.

પાર્ટીમાં ટ્રમ્પનો દબદબો ઓછો નથી થયો
જ્યોર્જિયામાં સેનેટની બે સીટો પર ચૂંટણી થઈ, ત્યાં રિપબ્લિકન જીતી અને આ કેમ્પેનને ટ્રમ્પે જ સંભાળ્યું હતું. સીનેટમાં રિપબ્લિકનની બહુમતી એ સાબિત કરે છે કે પાર્ટીમાં કિંગમેકર જ છે.
સંભવ છે કે 2041માં તેઓ રાષ્ટ્રપિત પદના ઉમેદવાર બને. જો કે, તે એ વાત પર નિર્ભર કરે છે કે સીનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થાય છે કે નહીં. જો તે પાસ થઈ ગયો તો 2024માં ટ્રમ્પ રાષ્ટ્રપતિની દોડમાંથી બહાર થઈ જશે. આ એક બંધારણીય વ્યવસ્થા છે. 5 વર્ષમાં ટ્રમ્પે વિવેચકોને ખોટા સાબિત કર્યા છે. વિવાદો અને સ્કેન્ડલ્સથી તેઓ બહાર નીકળી ગયા, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે.

બાઈડેન માટે પણ અજીબ પરિસ્થિતિ
ચૂંટણીમાં કોરોનાવાઈરસ પર ટ્રમ્પની નિષ્ફળતા મુદ્દો બની. માનવામાં આવે છે કે આ તેની હારનું સૌથી મોટું કારણ છે. અમેરિકામાં હજી પણ હજારો લોકો દરરોજ મરી રહ્યા છે. ઈકોનોમી પર પણ ગંભીર અસર પડી રહી છે. સવાલ એ છે કે બાઈડેન હવે સેનેટ ટ્રાયલમાં રસ લેશે કે પછી આ બંને મુદ્દા પર ફોકસ કરશે.

રિપબ્લિકન માને છે કે જો ટ્રમ્પ પર મહાભિયોગ થયો તો તેનાથી અમેરિકન સમાજ પહેલા કરતાં વધુ વિભાજિત થઈ જશે. બાઈડેન ઘા પર મલમનું વચન આપતા સત્તામાં આવ્યા છે. જો મહાભિયોગને મંજૂરી મળી તો આ ઘા કુરેદવા જેવું હશે. અમેરિકામાં રાષ્ટ્રપતિના પહેલા 100 દિવસ વધુ મહત્ત્વ રાખે છે. જો બાઈડેન મહાભિયોગમાં રસ લેશે તો તેમની મુશ્કેલીઓમાં વધારે થશે. એવું પણ નથી કે બાઈડેન અને તેમના સલાહકારો આ બાબતોથી વાકેફ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post