• Home
  • News
  • કાશ્મીરમાં પાકિસ્તાનનું શું કામ?:કાશ્મીરીઓનો વિશ્વાસ જીતવાની ફોર્મ્યુલા પાકિસ્તાન વિના મુશ્કેલ, જાણો કેમ કાશ્મીર માટે LOC પારના સંબંધો મહત્ત્વપૂર્ણ છે?
post

હેન્ડિક્રાફ્ટના વેપારી ફિરોઝ અહેમદે કહ્યું હતું કે લોકડાઉનને પરિણામે અમારા વેપારને માઠી અસર પડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-26 17:53:39

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લગભગ 3 કલાક સુધી જમ્મુ-કાશ્મીરના 8 પક્ષ સાથે બેઠક યોજી હતી. મોદી ઇચ્છે છે કે દિલ્હી અને કાશ્મીર વચ્ચેના સંબંધોનું અંતર દૂર થાય, પરંતુ કાશ્મીરી નેતાઓના મતે આ એક બેઠકની સહાયથી એ મુશ્કેલ છે. તેમના મત મુજબ, કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતવો જરૂરી છે.

આ દરમિયાન મહેબૂબા મુફ્તિએ પાકિસ્તાન સાથે ફરીથી વાતચીત શરૂ કરવાની વાત ઉચ્ચારીને નવો વિવાદ શરૂ કર્યો હતો. ચર્ચા એ છે કે કાશ્મીરમાં પાકિસ્તાનનું શું કામ છે? ખરેખર, અત્યારે જોવા જઈએ તો પાકિસ્તાન સાથે વાતચીત કર્યા વિના કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતવો શક્ય નથી.

LOC પાર સંબંધો કેમ મહત્ત્વપૂર્ણ છે, જાણો સવાલ-જવાબ.......

સૌથી પહેલો સવાલ એ કે સરકારને કાશ્મીરી નેતાઓ સાથે વાતચીતની જરૂર કેમ પડી?
મોદીની કાશ્મીરી નેતાઓ સાથે વાતચીતને એક મોટો અવરોધ દૂર કરવા માટેના મુદ્દા તરીકે જોવાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી દિલ્હી અને શ્રીનગર વચ્ચે એક સંબંધ સ્થાપિત કરવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે સરકારે આ પગલું ભરવાની જરૂર હતી, કારણ કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ અસ્થિરતા નથી અને કોઈ દબાણ નથી.

પાકિસ્તાન સાથે પણ સીઝફાયર ચાલી રહ્યું છે. ફ્રેબ્રુઆરી 2021થી આ ચાલુ છે અને 2 વર્ષમાં લગભગ અહીં સેંકડો આતંકવાદીઓ અને કમાન્ડરો મૃત્યુ પામ્યા છે. આની સાથે જિયો-પોલિટિકલ ફેરફાર પણ થઈ રહ્યા છે. આને જોઇને સરકારને ચર્ચાઓ કરવી પડી રહી છે.

પાકિસ્તાનનું નામ ફરી કેમ સામે આવ્યું?
ગુપકાર ગઠબંધનનો ભાગ બનેલી PDPની ચીફ મહેબૂબા મુફ્તિએ મોદી સાથેની બેઠક પછી કહ્યું હતું કે તમે જેવી રીતે ચીન સાથે વાત કરો છો, તાલિબાન સાથે દોહામાં ચર્ચા કરો છો એવી જ રીતે કાશ્મીરમુદ્દે તમારે પાકિસ્તાન સાથે ફરી એકવાર ચર્ચા કરવી જોઇએ.

પાકિસ્તાનનું નામ ફરી એકવાર સામે આવતાં શું અસર થશે?
મહેબૂબાએ પાકિસ્તાનનું નામ લીધું હતું, પરંતુ ગુપકાર ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સ ચીફ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે અમે પાકિસ્તાનને વચ્ચે લાવવા માગતા નથી. આ મુદ્દે અમે દેશના વડાપ્રધાન સાથે ચર્ચા-વિચારણા કરીશું. મહેબૂબાએ જે કહ્યું એ તેમનો એજન્ડા હશે. બંને નિવેદનોમાં ગુપકારમાં સામેલ પાર્ટીઓનો આંતરિક મતભેદ સામે આવ્યો છે.

આની પહેલાં પણ જોઈએ તો આ ગઠબંધન 6થી 5 પાર્ટીનું થઈ ગયું છે. પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન પહેલાં જ આનાથી જુદા થઈ ગયા છે, તેમણે કહ્યું હતું કે અમે સકારાત્મકતાથી બેઠકની બહાર આવ્યા છીએ. નિવેદનોમાં જાહેર કરાયું છે કે ગુપકારમાં સામેલ પક્ષોને સાથે લઈને આગળ વધવું ઘણું મુશ્કેલ છે. જોકે સજ્જાદ લોન પણ જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્ત અને ક્રૉસ બૉર્ડર ટ્રેડની માગ કરી ચૂક્યા છે.

હવે ક્રોસ બોર્ડર ટ્રેડ અને મુસાફરી કેમ જરૂરી છે?
દિલ્હીસ્થિત સંશોધન બ્યુરો ઓફ રિસર્ચ એન્ડ ઇકોનોમિક્સ ફંડામેન્ટલ્સ (BRIF)એ કાશ્મીરીઓના ક્રોસ-LOC વેપાર પર સંશોધન કર્યું હતું, જેમાં BRIEFએ શ્રીનગર, બારામુલ્લા, ઉરી, પુંછના વેપારીઓ અને લગભગ 4 હજારથી વધુ પરિવારો સાથે વાતચીત પણ કરી છે.

રિસર્ચમાં સામે આવ્યું છે કે ઉરી-મુઝફ્ફરાબાદ અને પુંછ-રાવલકોટ રૂટ પર વેપાર કરનારા લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. એપ્રિલ 2019 પછી જમ્મુ-કાશ્મીરમાં ક્રોસ LOC ટ્રેડિંગ સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ક્રોસ બોર્ડર ટ્રેડિંગ ક્યારે શરૂ થયું, એનો અવકાશ કેટલો છે?
મુફ્તિ સઈદ જ્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન 7 એપ્રિલ 2005ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે પહેલી ક્રોસ LOC બસ સેવા કારવાં-એ-પાકિસ્તાનની શરૂઆત કરી હતી. આ બસ સેવા શ્રીનગરને મુઝફ્ફરાબાદ સાથે જોડે છે. ત્યાર પછી ઉરી મુઝફ્ફરાબાદ અને પુંછ-રાવલકોટ રૂટ પર 21 ઓક્ટોબર 2008એ ક્રોસ LOC ટ્રેડ શરૂ કરવામાં આવ્યો.

સંશોધનના આધારે, 2008થી 2019 વચ્ચે આ બંને રૂટ પર 21 વસ્તુનો વેપાર કરવાની અનુમતિ આપવામાં આવી હતી. આ અંગે કોઈ બેન્કિંગ કે મની ટ્રાન્સફર ફેસિલિટી નહોતી. રિસર્ચમાં એ પણ સામે આવ્યું હતું કે ઉરી-મુઝફ્ફરાબાદ રૂટ પર વેપાર કરતા લોકોને વાર્ષિક 40 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

સરકારે ક્રોસ બોર્ડર ટ્રેડિંગ સામે પ્રતિબંધ કેમ લાદ્યો?
સીઝફાયરના ઉલ્લંઘનને કારણે ક્રોસ બોર્ડર ટ્રેડિંગ ઘણી વખત બંધ કરવું પડ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના કેટલાક મહિના પહેલાં 9 એપ્રિલ 2019ના રોજ એ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. સરકારે કહ્યું હતું કે આ ટ્રેડિંગ રૂટનો ઉપયોગ હથિયારોની દાણચોરી, ડ્રગ્સની દાણચોરી અને નકલી નોટોની હેરાફેરી માટે કરાઈ રહ્યો છે.

ક્રોસ બોર્ડર ટ્રેડિંગ કેમ આવશ્યક છે?
નિષ્ણાતોના કહ્યા પ્રમાણે, ક્રોસ LOC ટ્રેડિંગ અને બસ સેવા કાશ્મીરમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે 2 મહત્ત્વપૂર્ણ મુદ્દા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દાના સમાધાન માટે આનું ઘણું મહત્ત્વ છે. BRIEFએ પોતાના રિસર્ચ દરમિયાન જ્યારે લોકો સાથે વાતચીત કરી ત્યારે પણ આ વાત સામે આવી હતી.

હેન્ડિક્રાફ્ટના વેપારી ફિરોઝ અહેમદે કહ્યું હતું કે લોકડાઉનને પરિણામે અમારા વેપારને માઠી અસર પડી છે. અમે અનિશ્ચિતતાભર્યું વાતાવરણ નથી ઇચ્છતા. નેતાઓ અમારી તમામ અપેક્ષાઓને પૂરી કરે. આ તો સારું કહેવાય કે હાઇસ્પીડ ઈન્ટરનેટ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. હવે અમે અમારા શિક્ષણમાં કોઈ વિઘ્ન આવે એવું નથી ઇચ્છતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post