• Home
  • News
  • શું છે ઈઝરાયલ અને ફિલિસ્તીનની વચ્ચે ચાલી રહેલ સદીઓ જૂનો વિવાદ? જાણો આખી કહાની
post

ઈતિહાસ પર નજર નાંખવામાં આવે તો ઈઝરાયલ અને ફિલિસ્તીનની વચ્ચેનો વિવાદ ઈસા મસીહના જન્મથી પણ જૂનો છે. બાઈબલમાં પ્રભુએ ઈઝરાયલના વિસ્તારની ચૂંટણી યહૂદીઓ માટે કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-17 10:11:18

નવી દિલ્લી: સાત વર્ષ પછી ફરી એકવાર ઈઝરાયલ અને ફિલિસ્તીન એકબીજાની સામ-સામે છે. સતત થઈ રહેલા હવાઈ હુમલા અને ગોળીબારીની વચ્ચે ફરી એકવાર બંનેની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2014માં બંને દેશની વચ્ચે યુદ્ધ થયું હતું, જે 50 દિવસ સુધી ચાલ્યું હતું. એવામાં મોટી સંખ્યામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની તસવીરોને જોયા પછી દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આખરે ઈઝરાયલ અને ફિલિસ્તીનની વચ્ચે વિવાદનું મૂળ શું છે? એવું શું છે જેના કારણે બંને દેશની વચ્ચે સંબંધ સામાન્ય થઈ શકતા નથી અને બંને એકબીજા સામે યુદ્ધના મેદાનમાં ઉતરી જાય છે.

ઈસા મસીહના જન્મથી પણ જૂનો છે વિવાદ:
ઈતિહાસ પર નજર નાંખવામાં આવે તો ઈઝરાયલ અને ફિલિસ્તીનની વચ્ચેનો વિવાદ ઈસા મસીહના જન્મથી પણ જૂનો છે. બાઈબલમાં પ્રભુએ ઈઝરાયલના વિસ્તારની ચૂંટણી યહૂદીઓ માટે કરી હતી. આથી આખી દુનિયાના યહૂદી તેને પોતાનું ઘર માને છે. જોકે યહૂદીઓને અનેકવાર આ જગ્યાએ અત્યાચારનો સામનો કરવો પડ્યો છે અને અહીંયાથી બેદખલ પણ થવું પડ્યું છે. તો ફિલિસ્તીનના લોકોનું માનવું છે કે તે લોકો હંમેશાથી અહીંયાના મૂળ નિવાસી રહ્યા છે. આથી આ જગ્યા પર તેમનો અધિકાર છે અને તે કોઈપણ સ્થિતિમાં તેને ગુમાવવા માગતા નથી.

72 ઈસા પૂર્વમાં રોમન સામ્રાજ્યનો થઈ ગયો હતો કબ્જો:
72
ઈસા પૂર્વમાં રોમન સામ્રાજ્યે આ વિસ્તાર પર હુમલો કરીને તેના પર કબ્જો કરી લીધો હતો. તેના પછી અહીંયા બધા યહૂદી આજુબાજુ વસી ગયા. આ ઘટનાને એક્ઝોડસ કહેવામાં આવે છે. આ ઘટના પછી મોટી સંખ્યામાં યહૂદી અમેરિકા અને યૂરોપમાં જઈને રહેવા લાગ્યા.

યહૂદીઓને લઈને આખી દુનિયામાં ફેલાયો હતો વહેમ:
આ દરમિયાન વધુ એક શબ્દ એન્ટી સેમિટિઝમ પ્રચલનમાં આવ્યો. આ શબ્દનો અર્થ હતો હિબ્રૂ  ભાષા બોલનારા લોકો એટલે યહૂદીઓ પ્રત્યે દુર્ભાવના. આખી દુનિયામાં યહૂદીઓને લઈને એક વહેમ ફેલાયો કે આ દુનિયાની સૌથી ચાલાક પ્રજા છે. તે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

યહૂદીઓએ પોતાની ઓળખ સાર્વજનિક કરવાની રહેતી:
એવામાં એન્ટી સેમિટિઝમના કારણે અનેક દેશોમાં યહૂદીઓની પોતાની ઓળખ સાર્વજનિક કરવાની રહેતી હતી. અનેક યૂરોપીય દેશોની સેનાઓમાં લડનારા યહૂદીઓને પોતાના યુનિફોર્મ પર એક સ્ટાર લગાવવો પડતો હતો. જેને ડેવિડ સ્ટાર કહેવામાં આવતો હતો. આ સ્ટારથી યહૂદીઓની ઓળખ પણ કરવામાં આવતી હતી. ઓળખ છૂપાવવા કે ખોટું કહેવા પર યહૂદીઓને સજાની જોગવાઈ પણ હતી.

થિયોડોર હર્ઝલે રાખ્યો હતો ઈઝરાયલની રચનાનો સૈદ્ધાંતિક પાયો:
થિયોડોર હર્ઝલ નામના વિયેનામાં રહેતા એક યહૂદીએ વર્તમાન ઈઝરાયલની સ્થાપનાનો સૈદ્ધાંતિક પાયો નાંખ્યો હતો. 1860માં જન્મેલા હર્ઝલ વિયેનામાં એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં કામ કરતા હતા. પરંતુ એન્ટી સેમિટિઝમના કારણે તેમને વિયેના છોડવું પડ્યું. તેના પછી તે ફ્રાંસ આવ્યા અને ત્યાં તેમણે પત્રકાર તરીકે કામ કરવા લાગ્યા. વર્ષ 1890માં ફ્રાંસ અને રશિયાની વચ્ચે થયેલા એક યુદ્ધમાં ફ્રાંસને હારનો સામનો કરવો પડ્યો. ફ્રાંસના હારના કારણોની જ્યારે સમીક્ષા કરવામાં આવી તો તેની જવાબદારી એક યહૂદી અધિકારી એલ્ફર્ડની ઉપર નાંખવામાં આવી. પત્રકાર તરીકે હર્ઝલે આ સમાચાર પર કવર સ્ટોરી કરી. આ  ઘટના પછી તેમણે નિર્ણય લીધો કે તે આખી દુનિયામાં ફેલાયેલા યહૂદીઓને એકઠા કરશે અને તેના માટે એક નવો દેશ કે રાજ્યની સ્થાપના કરશે.

1897માં જાયનિસ્ટ કોંગ્રેસની થઈ સ્થાપના:
વર્ષ 1897માં તેમણે સ્વિત્ઝરલેન્ડમાં વર્લ્ડ જાયનિસ્ટ કોંગ્રેસની સ્થાપના કરી. જાયનિસ્ટનો હિબ્રૂમાં અર્થ સ્વર્ગ થાય છે. આ સંસ્થાને આખી દુનિયામાં યહૂદી ફંડ આપવા લાગ્યા અને સંસ્થાના બેનર નીચે એકઠું કરવા લાગ્યા. 1904માં સંસ્થાના સંસ્થાપક હર્ઝલનું હાર્ટ અટેકથી નિધન થઈ ગયું. જોકે યહૂદીઓના અલગ દેશના આંદોલન પર તેની કોઈ અસર પડી નહીં.

બ્રિટન અને યહૂદીઓની વચ્ચે થઈ બાલફોર સમજૂતી:
તે સમયે તુર્કી અને તેની આસપાસના વિસ્તારમાં ઓટોમ સામ્રાજ્યનો પરચમ લહેરાતો હતો. પરંતુ 1914માં પ્રથમ વિશ્વયુદ્દની શરૂઆત થઈ અને વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ અને બ્રિટનની વચ્ચે બાલફોર સમજૂતી થઈ હતી. બંનેની વચ્ચે આ સમજૂતી પ્રમાણે જો યુદ્ધમાં બ્રિટન ઓટોમન સામ્રાજ્યને હરાવી દે તો ફિલીસ્તીનના વિસ્તારમાં યહૂદીઓ માટે એક સ્વતંત્ર દેશની સ્થાપના કરવામાં આવશે.

બ્રિટને વાયદો પૂરો કર્યો નહીં અને શરૂ થયો આધુનિક સંઘર્ષ:
આ સમજૂતી પછી જાયનિસ્ટ કોંગ્રેસને લાગ્યું કે જો યુદ્ધ પછી બ્રિટન પોતાનો વાયદો પૂરો કરે છે તો નવા દેશની સ્થાપના માટે તે વિસ્તારમાં મોટી વસ્તીની હાજરી જરૂરી છે. એવામાં યહૂદીઓએ પોતાના દેશને છોડીને ધીમે-ધીમે ફિલિસ્તીનના વિસ્તારમાં વસવાનું શરૂ કર્યું. પરંતુ યુદ્ધમાં બ્રિટને પોતાનો વાયદો પૂરો કર્યો નહીં. પરંતુ યહૂદીઓને આ વિસ્તારમાં વસવા માટે મદદ કરી અને ત્યાં વસવાટ માટે તમામ પ્રકારી સુવિધાઓ-સંસાધન ઉપલબ્ધ કરાવે. તેની સાથે જ ફિલિસ્તીન અને યહૂદીઓની વચ્ચે આધુનિક સંઘર્ષની શરૂઆત થઈ.

હિટલરના ખૌફના કારણે ફિલિસ્તીન પહોંચ્યા યહૂદી:
પ્રથમ વિશ્વયુદ્ધ પછી વર્ષ 1920 અને 1945ની વચ્ચે યૂરોપમાં વધતા ઉત્પીડન અને હિટલરની નાઝીઓના હાથે નરસંહારમાંથી બચવા માટે લાખોની સંખ્યામાં યહૂદી ફિલિસ્તીનીઓ અને યહૂદીઓની વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું.

હિટલરે યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દીધા:
1933
માં જર્મનીની સત્તા પર બેઠા પછી હિટલરે યહૂદીઓને ખતમ કરવાની યોજના પર અમલ કર્યો. 1939માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે મોટાપાયે યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા. હિટલરે એક યોજના અંતર્ગત વિશ્વયુદ્ધના 6 વર્ષ દરમિયાન 60 લાખથી વધારે યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં 15 લાખ બાળકોનો સમાવેશ થતો હતો. હિટલરે આખી દુનિયાની એક તૃતીયાંશ વસ્તીને ખતમ કરી દીધી હતી.

સંયુક્ત રાષ્ટ્રે વિસ્તારની વહેંચણી કરી દીધી:
બીજા વિશ્વયુદ્ધ પછી ફિલિસ્તીન પર શાસન કરી રહેલા બ્રિટન માટે બંને જૂથોની વચ્ચેના સંઘર્ષને સંભાળવો મુશ્કેલ થઈ ગયો. એવામાં તે આ મામલાને નવગઠિત સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયું. સંયુક્ત રાષ્ટ્રે 29 નવેમ્બર 1947માં દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત અંતર્ગત પોતાનો નિર્ણય આપ્યો અને આ વિસ્તારને યહૂદી અને અરબ દેશોમાં વહેંચી દીધો. યરૂશલેમને આંતરરાષ્ટ્રીય શહેર જાહેર કરી દીધું. યહૂદીઓએ આ નિર્ણયને માન્યતા આપી દીધી અને અરબ દેશોએ તેનો ઈનકાર કર્યો. તેના પછી 1948માં અંગ્રેજ આ વિસ્તાર છોડીને ચાલ્યા ગયા અને 14 મે 1948માં યહૂદીઓનો દેશ ઈઝરાયલ અસ્તિત્વમાં આવ્યો.

અરબ દેશોએ કરી દીધો ઈઝરાયલ પર હુમલો:
ઈઝરાયલના પોતાના રાષ્ટ્ર જાહેર કરતાં જ સીરિયા, લીબિયા અને ઈરાકે તેના પર હુમલો કરી દીધો. તેની સાથે જ અરબ-ઈઝરાયલ યુદ્ધની શરૂઆત થઈ. સઉદી અરબે પોતાની સેના યુદ્ધમાં મોકલી અને મિસરની મદદથી ઈઝરાયલ પર હુમલો કર્યો. યમન પણ યુદ્ધમાં જોડાયું. એક વર્ષ સુધી લડાઈ ચાલ્યા પછી યુદ્ધ વિરામની જાહેરાત થઈ. જોર્ડન અને ઈઝરાયલની વચ્ચે સરહદ નક્કી થઈ. જેને ગ્રીન લાઈન નામ આપવામાં આવ્યું. આ યુદ્ધ દરમિયાન 70 હજાર ફિલિસ્તીન વિસ્થાપિત થયા. યુદ્ધ પછી 11 મે 1949માં ઈઝરાયલને સંયુક્ત રાષ્ટ્રે પોતાની માન્યતા આપી દીધી.

1967ના યુદ્ધમાં કર્યો ગાઝા અને વેસ્ટ બેંક પર કબ્જો:
1967
માં ફરી એકવાર અરબ દેશોએ મળીને ઈઝરાયલ પર હુમલો કર્યો. પરંતુ આ વખતે ઈઝરાયલે માત્ર 6 દિવસમાં તેને હરાવી દીધું અને તેમના કબ્જાવાળા વેસ્ટ બેંક, ગાઝા અને પૂર્વી યેરૂશલેમ પર કબ્જો કરી લીધો. ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયલનો આ વિસ્તાર પર કબ્જો છે. ત્યાં સુધી કે યેરુશલેમને તે પોતાની રાજધાની ગણાવે છે.

જોકે ગાઝાના કેટલાંક વિસ્તારને તેણે ફિલિસ્તીનીઓને પાછા આપી દીધા છે. હાલમાં મોટાભાગના ફિલિસ્તીની ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાં રહે છે. તેમના અને ઈઝરાયલી સૈન્ય દળો વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post