• Home
  • News
  • Whatsapp DigiLocker Service:કેન્દ્ર સરકારે Whatsappના યુઝર્સ માટે નવી સુવિધા શરૂ કરી, જાણો ફાયદા
post

Whatsappના લેટેસ્ટ ફીચરને વાપરીને ડ્રાઈવિંગ લાઈસેન્સ (DL), RC વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:55:18

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે Whatsappના યુઝર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેમા સરકારી સુવિધાઓનો લાભ મેળવવો પહેલા કરતા વધુ સરળ લઈ જશે. સરકારે સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક ખાસ સુવિધા શરૂ કરી છે. My Govએ જણાવ્યુ છે કે હવે તમે Whatsappના દ્વારા My Gov Help Desk ઉપર ડિઝિલોકર સર્વિસનો વપરાશ કરી શકો છો. માત્ર એક મેસેજ કરીને ડિઝિલોકર સર્વિસને વાપરી શકો છો.

આ નવી સર્વિસ આવ્યા બાદ યુઝર્સ Whatsapp ઉપર ડ્રાઈવિંગ લાઈસેન્સ (DL), RC વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશે.   

જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ

સૌ પ્રથમ તમારે +91 9013151515 નંબરને મોબાઈલમાં સેવ કરવાનો છે. ત્યારબાદ આ નંબર ઉપર Namaste, Hello અથવા Hi અથવા Digilocker લખીને મોકલવાનું છે.   

ત્યારબાદ તમને પુછવામાં આવશે કે Digilocker અકાઉન્ટ એક્સેસ કરવુ છે અથવા Cowin સર્વિસ.

જો તમે Digilocker ને પસંદ કરો છો તો તમને પુછવામાં આવશે કે અકાઉન્ટ છે કે નથી.

જો Digilocker ઉપર પહેલાથી અકાઉન્ટ બનેલુ હશે તો પોતાનો આધાર નંબર નોંધવો પડશે.

ત્યારબાદ તામારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જેને તમારે સબમિટ કરવું પડશે. ત્યારબાદ તમે તમારા ડોક્યુમેન્ટ Digilocker ઉપર અપલોડ કરી શકો છો. 

અને જો તમે પહેલીથી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરીને મુક્યા હોય તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

 

adv

Related News

post
post
post
post
post
post
post