• Home
  • News
  • WhatsApp ફીચર અપડેટ:WhatsApp હવે વધુ સેફ રહેશે, લૉગિન માટે ડબલ વેરિફિકેશન સાથે તમને મળશે અન્ડુ ઓપ્શન
post

રિપોર્ટ અનુસાર આ ફીચર આવ્યા બાદ જ્યારે તમે WhatsApp નવા ડિવાઇસમાં લોગ-ઈન કરવાનો પ્રયાસ કરશો તો તમારી પાસે એક નોટિફિકેશન આવી જશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-06 18:44:15

મુંબઈ: WhatsApp હવે તમારા એકાઉન્ટની સંપૂર્ણ લોગિન પ્રક્રિયાને સુરક્ષિત કરવા માટે ડબલ વેરિફિકેશન કોડ સુવિધા પર કામ કરી રહ્યું છે. આ સુવિધા લોગ-ઈન કરતી વખતે WhatsApp એકાઉન્ટની સલામતીને વધુ મજબૂત બનાવશે. આ નવું ફીચર એન્ડ્રોઇડ અને IOS બંને યૂઝર્સ માટે હશે.

WhatsAppના ફીચરને ટ્રેક કરતી વેબસાઇટ Wabetainfoના રિપોર્ટ મુજબ કંપનીએ આ ફીચરની મદદથી એક જ WhatsApp એકાઉન્ટમાં એકથી વધુ ડિવાઇસમાં લોગ-ઈન કરતાં પહેલાં વેરિફિકેશન કરવું પડશે. આ ફીચર આવ્યા બાદ જ્યારે તમે તમારા WhatsAppને બીજા ડિવાઇસમાં લોગ-ઈન કરવાની કોશિશ કરશો તો જૂના ડિવાઇસ પર તમને 6 ડિજિટનો કોડ મળશે. તમારે આ કોડને તમારા નવા ડિવાઇસમાં એન્ટર કરવાની જરૂર પડશે. કોડ મેચ થયા બાદ જ તમે નવા ડિવાઇસમાં WhatsApp પર લોગ-ઈન કરી શકશો.

વેરિફિકેશન પ્રોસેસ મજબૂત થશે
6
આંકડાનો કોડ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે. જ્યારે પણ તમે નવા ફોનથી વોટ્સએપમાં લોગ-ઈન કરો છો ત્યારે ચેટને લોડ કરવા અને બેકઅપ લેવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 6-અંકનો ઓટોમેટિક કોડ મોકલવામાં આવે છે. આ પ્રોસેસ માહિતીના દુરૂપયોગને રોકવા માટે કરવામાં આવે છે. WhatsApp પર ફેક લોગ-ઈનના ઘણાં કિસ્સા સામે આવ્યા હતા. આ ડબલ વેરિફિકેશન કોડનો હેતુ વોટ્સએપ લોગ-ઈન પ્રક્રિયાને મજબૂત બનાવવાનો અને એકાઉન્ટની વ્યક્તિગત માહિતી અને ડેટાનો દુરુપયોગ અટકાવવાનો છે.

નોટિફિકેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે
રિપોર્ટ અનુસાર આ ફીચર આવ્યા બાદ જ્યારે તમે WhatsApp નવા ડિવાઇસમાં લોગ-ઈન કરવાનો પ્રયાસ કરશો તો તમારી પાસે એક નોટિફિકેશન આવી જશે. આ નોટિફિકેશનમાં એવું લખેલું આવશે કે, WhatsApp એકાઉન્ટ પહેલાથી જ એક ડિવાઇસમાં લોગ-ઈન છે. જો તેમછતાં તમે WhatsAppમાં લોગ-ઈન કરવા ઈચ્છો છો તો જૂના ડિવાઇસમાં મોકલવામાં આવેલા કોડને નવા ડિવાઇસ પર એન્ટર કરવો પડશે. આ રીતે લોકોને ખબર પડશે કે, કોઈ તેમના એકાઉન્ટમાં લોગ-ઈન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બીજો વેરિફિકેશન કોડ શેર કરશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post