• Home
  • News
  • ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં ઘઉંની બમ્પર આવક, તેની જાળવણી મોટો પડકાર
post

મધ્ય પ્રદેશમાં 60% લણણી થઈ ચૂકી છે, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવે તેનો પ્રારંભ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 08:38:52

નવી દિલ્હી. દેશમાં કુલ ઘઉંમાંથી 83% ભાગ ઉત્તર પ્રદેશ. પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનનું હોય છે. અન્ય રાજ્યોનું યોગદાન માત્ર 17 ટકા જ છે. આ ‌વખતે રવિ પાકની સિઝનમાં વાતાવરણનો લાભ મળ્યો. ઘઉંના સૌથી મોટા 5 ઉત્પાદક રાજ્યો સહિત મોટાભાગના રાજ્યોમાં બમ્પર આવક થવાનો અંદાજ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લૉકડાઉનના કારણે લણણીમાં મોડું થશે પરંતુ આમ નથી થયું. મધ્ય પ્રદેશમાં 60 ટકા લણણી થઈ ચૂકી છે જ્યારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવે તેનો પ્રારંભ થશે. હવે માર્કેટ યાર્ડ ખુલે તેની રાહ જોવામાં આવી રહી છે. ખેડૂતો સામે પડકાર લણણીનો નથી પરંતુ પાકને સંભાળીને રાખવાનો છે.


ગુજરાત: લૉકડાઉનમાં મજૂરો મળતા લણણી ના અટકી, માર્કેટ યાર્ડ બંધ હોવાથી નિરાશા
ગુજરાતમાં આ વર્ષે ઘઉંની વાવણીમાં 72 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઘઉંના પાકની આવક આ વર્ષે 42 થી 45 લાખ ટન વચ્ચે રહે તેવી શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ દોઢ ગણી વધુ આવક થવાનો અંદાજ છે. લૉકડાઉનમાં માત્ર ખેતીના ક્ષેત્રે રાહત આપવામાં આવી છે, તેથી લણણી પૂર્ણ થવાના આરે છે. હાલ પાકને કોઈ નુકસાન નથી થયું પરંતુ માર્કેટ યાર્ડ બંધ હોવાથી ખરીદ-વેચાણ ના થવાથી ખેડૂતોમાં નિરાશા છે. ટેકાનો ભાવ 1925 રૂપિયા છે. ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ તો આ વર્ષે ટેકાના ભાવે થનારી ખરીદીમાં વધારો થશે.


મધ્ય પ્રદેશ: 60% લણણી પૂર્ણ, સ્કૂલમાં પાક રાખવામાં આવી રહ્યો છે, ખરીદી ટળી
મ.પ્ર. દેશમાં ઘઉંના કુલ ઉત્પાદનમાં દર વર્ષે અંદાજે 17 ટકાનું યોગદાન આપે છે. આ વખતે રેકોર્ડ 190 લાખ ટનનું ઉત્પાદન થવાની આશા છે. એટલે કે ગત વખતની સરખામણીએ 25 લાખ ટન વધુ. માલવા-નિમાડ, ભોપાલમાં રાયસેનને છોડી મોટાભાગના વિસ્તારોમાં લણણી થઈ ચૂકી છે. મહાકૌશલ, વિંધ્ય, બુંદેલખંડના મોટાભાગના વિસ્તારોમાં 15 એપ્રિલથી લણણીનો પ્રારંભ થયો. કારણ કે અહીં વરસાદના કારણે વાવણીના કાર્યમાં મોડું થયું હતું. હાર્વેસ્ટર અને મજૂરોની સમસ્યા વચ્ચે રાજ્યમાં 60 ટકા લણણી થઈ ચૂકી છે. બુધવારથી રાજ્યના 4 હજાર કેન્દ્રો પર થનારી ખરીદી માટે માર્કેટ યાર્ડ તૈયાર ના હોવાથી ખરીદી સ્થગિત છે. અહીં કામ કરતા 60 ટકા મજૂરો બિહાર, યુપી સહિતના રાજ્યોમાંથી આવે છે. ખરીદી કરનાર કમિટીઓ તેમની સાથે યોગ્ય કરાર પણ કરે છે.


પંજાબ: બીજાં રાજ્યોમાં ગયેલાં લણણી મશીનો પાછાં નથી આવ્યા, મજૂરોનું સંકટ
પંજાબમાં ઘઉંનો પાક લણણી માટે તૈયાર છે. લૉકડાઉનના કારણે પ્રથમવાર પંજાબમાં ઘઉંની સિઝન લાંબી થઈ શકે છે. સરકારે ખરીદ માટે રાજ્યમાં ગત વર્ષ કરતા બમણા ખરીદ કેન્દ્ર બનાવ્યા છે. રાજ્યમાં 1918 માર્કેટ યાર્ડ છે. આ વખતે 2000 રાઈસ મિલને જોડીએ તો 3800 ખરીદ કેન્દ્રો બનાવાયા છે. મુશ્કેલી એ છે કે પંજાબની ઘઉં લણણીના મશીનો બીજા રાજ્યોમાં ગયા છે, જે હજુ પરત આવ્યા નથી. પંજાબ પરત લાવવા આ મશીનોને પાસ નથી મળી રહ્યાં. બિહાર, યુપીથી મજૂરો પણ નથી આવ્યા. દર વર્ષે પંજાબમાં 4 લાખ મજૂરો બીજા રાજ્યોમાંથી આવે છે. આ મજૂરો પાકની લણણીના કામમાં જોડાતા હોય છે. પંજાબના સ્થાનિક મજૂરો પણ ઘરમાં બંધ છે. આ લોકો કામ મામલે આગળ નથી આવી રહ્યાં. પંજાબમાં દર વર્ષે 300 લાખ ટન અનાજનું ઉત્પાદન થાય છે.


ઉત્તર પ્રદેશ: ઘઉંનું બમ્પર ઉત્પાદન થશે, વરસાદથી તેલીબિયાં-કઠોળનું ઉત્પાદન ઓછું
યુપીમાં લગભગ 65 ટકા વસ્તી ખેતી પર આધારિત છે. રાજ્યમાં રવિ પાક- ખરીફ પાકનું વાર્ષિક 550 લાખ ટનથી વધુ વાર્ષિક ઉત્પાદન થાય છે. તેલીબિયાંનું વર્ષે 10 લાખ ટનનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં ઘઉંની 30 ટકા લણણી થઈ ચૂકી છે જ્યારે મશીનોની અછતના કારણે રાજ્યના સૌથી મોટા પશ્ચિમી વિભાગ પર લણણી થવાની હજુ બાકી છે. નાના ખેડૂતો અથવા જેમને ભૂસું જોઈએ છે તેઓ પોતે કે મજૂરો પાસે લણણીનું કામ કરાવી રહ્યાં છે. જ્યારે મજૂરો રોજના 300 રૂપિયા લઈ રહ્યાં છે. આ વખતે વરસાદના કારણે તેલીબિયા-કઠોળ ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. માર્ચમાં વરસાદ પડ્યો અને 75 માંથી 74 જીલ્લામાં ઘઉં, બટેટા અને શાકભાજીને ઘણું નુકસાન થયા હોવાનું સામે આવ્યું હતું. શિયાળામાં વરસાદથી ઘઉંના પાકને તૈયાર થવામાં આ વખતે વધુ સમય લાગ્યો છે.


હરિયાણા: ખરાબ વાતાવરણ છતાં ઘઉંના પાકને તૈયાર થવા સારો સમય મળ્યો
હરિયાણામાં 23.87 લાખ હેક્ટરમાં ઘઉંનો પાક તૈયાર છે. 20 એપ્રિલથી ઘઉંની ખરીદી પણ શરૂ કરવામાં આવશે. સરકારે ઘઉંની ખરીદી માટે 95 લાખ ટનનો ટાર્ગેટ રાખ્યો છે, જે ગત વખત કરતા 2 લાખ ટન વધારે છે. જ્યારે ઘઉંનો વિસ્તાર ગત વર્ષની સરખામણીએ 1.36 લાખ હેક્ટર ઓછું છે. કુલ ઉત્પાદન 115 લાખ ટનથી વધુ થવાની આશા છે. જ્યારે ગત વર્ષે હરિયાણામાં 128 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. આ વખતે ઘઉંની સિઝનમાં સતત ઠંડક રહી હતી અને સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્પાદન બમ્પર થવામાં મદદ મળશે. સૌને આ વખતે સૌથી મોટી સમસ્યા પ્રવાસી મજૂરોની રહેશે. તેમની ઓછી સંખ્યાના કારણે ઘઉંની લણણીમાં વધુ સમય લાગી શકે છે. તૈયાર પાક બગડવાનો પણ ડર છે. આ વખતે 9 લાખ ટન સરસવના ઉત્પાદનની આશા છે.

રાજસ્થાન: આ સિઝનમાં કરા પડવાના કારણે 20% નુકસાન બાદ પણ બમ્પર ઉત્પાદનની આશા, ખેડૂતો લણણી હવે શરૂ કરશે
પાકની ખરીદી માટે રાજ્યમાં 16 એપ્રિલથી માર્કેટ યાર્ડ શરૂ થશે. કુલ 93 લાખ હેક્ટરમાં રવિ પાકની વાવણી કરવામાં આવી હતી. જેમાંથી 33 લાખ 14 હજાર હેક્ટરમાં ઘઉંની વાવણી કરવામાં આવી હતી. તાજેતરમાં કરા પડવાની ઘટના બાદ 20 ટકા પાકને નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો. નિષ્ણાંતો અનુસાર 1 કરોડ ટન ઘઉંનો પાક બજારમાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાનમાં થ્રેસર મશીનો મોડી આવવાના કારણે લણણીમાં સમય લાગવાના કારણે ઘઉંની સિઝન રાજ્યમાં એક મહિનો આગળ વધી ગઈ છે.


છત્તીસગઢ: ચણાનો પાક ખેડૂતોએ ખેતરમાં જ છોડ્યો, ફાયદો તો છોડો મૂડી પણ નહીં મળે
છત્તિસગઢ માં આ વર્ષે 1.87 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંની વાવણી કરવામાં આવી છે. 3 લાખ 20 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. અગાઉ કમોસમી વરસાદ, પછી કરા અને હવે લૉકડાઉનના કારણે ચણાનો પાક તો લગભગ નાશ પામ્યો છે. ઘઉં પર તેની અસર વધુ નહીં પડે. ખેત નિષ્ણાંત સંકેત ઠાકુરે જણાવ્યું કે, ચણા કડક થઈ ગયા છે. આ માટે લણણી સમયે ચણા ખેતરમાં જ વધુ પડવા લાગશે તેમ માની ખેડૂતોએ લણણી કરવાનું છોડી દીધું. આજ કારણે ખેડૂતોએ લણણી કરવાનું જ છોડી દીધું. 

સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરનારાં રાજ્યોમાંથી અંદાજ

રાજ્ય

અંદાજીત ઉત્પાદન

ગત ઉત્પાદન 

ખેતી સાથે જોડાયેલા લોકો

જીડીપી

ઉત્તર પ્રદેશ 

363 લાખ ટન

360 લાખ ટન

65% 

25%

મધ્ય પ્રદેશ

190 લાખ ટન

165 લાખ ટન

62% 

45%

પંજાબ

185 લાખ ટન

182 લાખ ટન 

52% 

14.7% 

હરિયાણા

115 લાખ ટન

128 લાખ ટન 

63% 

17%  

રાજસ્થાન 

100 લાખ ટન 

128 લાખ ટન 

59%

25%

ગુજરાત 

45 લાખ ટન

42 લાખ ટન 

47% 

23%

 

adv

Related News

post
post
post
post
post
post
post