• Home
  • News
  • ઈતિહાસમાં આજે:જ્યારે ભારતના પ્રધાનમંત્રીને તેમના સુરક્ષા કર્મચારીઓએ ગોળી મારી હતી, 5 વર્ષ બાદ હત્યારાઓને ફાંસી મળેલી
post

આજના દિવસે વર્ષ 1838માં અમેરિકાના સેમ્યુઅલ મોર્સે વિશ્વ સમક્ષ પ્રથમ વખત ટેલિગ્રાફ ટેકનિક રજૂ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 10:39:47

તારીખ હતી 31 ઓક્ટોબર 1984 અને સમય હતો સવારે 9:10 વાગ્યાનો. ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી કાર્યાલયથી બહાર નિકળતી વખતે. અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અચાનક ત્યા રહેલા સિક્યુરિટી ગાર્ડ બિઅંત સિંહે તેની રિવોલ્વર કાઢી અને ઈન્દિરા ગાંધી પર ફાયર કર્યું. ગોળી તેમના પેટમાં લાગી. ત્યારબાદ બિઅંતે વધુ બે ફાયર કર્યાં. બિઅંત સિંહથી 5 ફૂટ અંતર પર સતવંત સિંહ હતા. ત્યારે બિઅંતે બુમ પાડીને કહ્યું- ગોળી ચલાવો. સતવંતે તાત્કાલિક તેની ઓટોમેટીક કાર્બાઈનની તમામ 25 ગોળી ઈન્દિરા ગાંધી પર ફાયર કરી દીધી. બન્નેએ એટલી બધી ગોળીઓ ચલાવી કે ઈન્દિરા ગાંધીનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. ગોળી માર્યાના 4 કલાક બાદ બપોરે 2 વાગે ઈન્દિરા ગાંધીને મૃત જાહેર કરવામાં આવ્યા.

બિઅંત સિંહને તે સમયે ત્યાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ મારી નાંખ્યો. સતવંત સિંહની ધરપકડ કરવામાં આવી. આ સમગ્ર ષડયંત્રમાં કેહર સિંહ પણ હતો. ઈન્દિરા ગાંધીના હત્યારા બ્લૂ સ્ટારનો બદલો લેવા ઈચ્છતા હતા. અમૃતસરના સ્વર્ણ મંદિરમાં જે ઓપરેશન બ્લૂ સ્ટાર થયુ હતું તેમા હજારો લોકો માર્યા ગયા હતા.

આશરે 5 વર્ષ સુધી કેસ વિવિધ કોર્ટમાં ચાલ્યા બાદ ઈન્દિરા ગાંધીના બે હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહને 6 જાન્યુઆરી 1989ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. સતવંત સિંહ હિંસક પ્રવૃત્તિનો હતો, જ્યારે કેહર સિંહ શાંત રહેતો હતો. ફાંસી બાદ બન્નેના મૃતદેહ તેમના પરિવારને આપવામાં આવ્યા ન હતા અને જેલ પ્રશાસને તેમનો અંતિમ સંસ્કાર કર્યો.

જ્યારે વિશ્વએ પ્રથમ વખત જોઈ ટેલિગ્રાફ ટેકનિક
આજના દિવસે વર્ષ 1838માં અમેરિકાના સેમ્યુઅલ મોર્સે વિશ્વ સમક્ષ પ્રથમ વખત ટેલિગ્રાફ ટેકનિક રજૂ કરી હતી. મોર્સના ટેલિગ્રાફમાં ડોટ અને ડેશેઝ મારફતે મેસેજ મોકલવામાં આવે છે. ડોટ અક્ષરોને અને ડેશ આંકડાને બતાવતા હતા. આ માટે મોર્સે મોર્સ કી તૈયાર કરી હતી.

મોર્સનો જન્મ 27 એપ્રિલ 1791ના રોજ મેસાચ્યુએટ્સમાં થયો હતો. વર્ષ 1832માં જ્યારે મોર્સ સમુદ્રી માર્ગે યુરોપથી અમેરિકા ગયો હતો તો માર્ગે તેને ઈલેક્ટ્રોમેગ્નેટ અંગે સાંભળ્યુ હતું. અહીંથી જ તેણે ટેલિગ્રાફનો વિચાર આવ્યો.

મોર્સ-કી ની ચાવી જ્યારે બે વખત દબાવીને છોડી દેવામાં આવતી તો ડોટ બની જતા હતા. બે વખત ડોટ બનવાથી ડેશ બની જતા હતા વર્ષ 1838માં ટેલિગ્રાફની પેટેન્ટ મેળવ્યા બાદ મોર્સને મોટી મુશ્કેલીથી US કોંગ્રેસને એ વાત માટે રાજી કરાવી કે તેણે આ સંશોધનમાં નાણાંનું રોકાણ કર્યું છે. ત્યારબાદ વોશિંગ્ટન ડીસીથી બાલ્ટીમોર સુધી ટેલિગ્રાફ કેબલ બિછાવવામાં આવ્યો. 24 મે,1844ના રોજ મોર્સે વોશિંગ્ટન ડીસીથી બાલ્ટીમોર મેસેજ મોકલ્યો, જેમાં તેણે કહ્યું હતું-''વાહ રે ઈશ્વર, તારી શ્રૃષ્ટિ"

ભારત અને વિશ્વમાં 6 જાન્યુઆરીની મહત્વની ઘટનાઃ

2020: પુરુષો સાથે બળાત્કાર કરનાર ઈન્ડોનેશિયાના નાગરિક રિનહાર્ડ સિનાગાને બ્રિટનની કોર્ટે આજીવન કેદની સજા કરવામાં આવી 2012: સિરિયાની રાજધાની દમિશ્કમાં આત્મઘાતી હુમલામાં 26 લોકોના મૃત્યુ, 63 ઈજાગ્રસ્ત થયા 2010: નવી દિલ્હીમાં યમુના બેન્ક-આનંદ વિહાર સેક્શનની મેટ્રો રેલનું સંચાલન શરૂ થયું 2007: ઉત્તર પ્રદેશની હિન્દી સંસ્થાન તરફથી સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવતા વાર્ષિક પુરસ્કારો અંતર્ગત 2007ના ભારત ભારતી સન્માન કેદારનાથ સિંહને આપવાની જાહેરાત થઈ. 2003: રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મંજૂરી મેળવ્યા વગર ઈરાક સામે સૈન્ય કાર્યવાહી કરવા સામે અમેરિકાને ચેતવણી આપી. 2002: બાંગ્લાદેશના ચલણ પરથી ભૂતપુર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબનો ફોટો હટાવવામાં આવ્યો 1983: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પ્રથમ વખત આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. 1980: સાતમી લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નૈતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીને બે તૃત્યાંશ બહુમતી મળી. 1976: ચીને લોપ નોર ક્ષેત્રમાં પરમાણુ પરિક્ષણ કર્યું 1950: બ્રિટને ચીનની કોમ્યુનિસ્ટ સરકારને માન્યતા આપી 1947: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીએ ભારતના વિભાજનનો સ્વીકાર કર્યો. 1929: મધર ટેરેસા ભારતમાં ઉપેક્ષિત અને ગરીબ લોકોની સેવા કરવા કોલકાતા આવ્યા. 1664: છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો

 

adv

Related News

post
post
post
post
post
post
post