• Home
  • News
  • WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને શાળા ખોલવાની કરી અપીલ, કહ્યું- બાળકો પર લાંબા સમય સુધી પ્રભાવ પડશે
post

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને શાળાઓ ખોલવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આ સમયે શાળાઓ ખોલવી પ્રાથમિકતા હોવી જોઈએ.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-11 12:00:41

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને (Dr. Soumya Swaminath) એ એક નિવેદન જારી કરીને શાળાઓ ખોલવાની અપીલ કરી છે. હકીકતમાં કોરોના કેસને જોતા પાછલા વર્ષે માર્ચ મહિનામાં શાળાઓ બંધ કરવામાં આવી છે. તો સૌમ્યાએ કહ્યુ કે, બાળકોના માનસિક, શારીરિક અને શીખવાની ક્ષમતા પર વધુ પ્રભાવ પડશે. 

તમને જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આ સમયે અનેક રાજ્યની શાળાઓમાં તાળા લાગેલા છે. તેવામાં સ્વામીનાથને ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, શાળાઓ બંધ હોવાને કારણે બાળકોના માનસિક, શારીરિક અને શીખવાની ક્ષમતા પર લાંબા સમય સુધી અસર રહેશે. તેમણે આગળ કહ્યું કે, આ સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને વયસ્કોના વેક્સિનેશન સાથે શાળાઓ ખોલવાની પ્રાથમિકતા હોવી જોઈએ. 

બાળકો માટે રસીકરણ અભિયાન જલદી શરૂ થશેઃ મનસુખ માંડવિયા
સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકાર પણ શાળાઓ બીજીવાર ખોલવા પર વિચાર કરી રહી છે. દેશના શિક્ષકોના વેક્સિનેશન પ્રક્રિયા પર ખુબ વાતચીત જોવા મળી રહી છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે દેશભરની ખાનગી હોસ્પિટલમાં તેમનું ફ્રી રસીકરણ થાય. સાથે પાછલા મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે બાળકો માટે રસીકરણ અભિયાનને જલદી શરૂ કરવામાં આવશે. 

ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાની સ્થિતિ હજુ ચિંતાજનક બનેલી છે. બીજી લહેર ભલે ધીમી પડી હોય પરંતુ દેશમાં 25 હજારથી વધુ નવા કેસ સતત સામે આવી રહ્યાં છે. આ સિવાય કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. તો ડોક્ટર અને નિષ્ણાંતો પ્રમાણે ત્રીજી લહેર આવવામાં હવે વધુ સમય નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post