• Home
  • News
  • WHOએ કહ્યું- છેલ્લા 9 દિવસમાં દરરોજ 1 લાખથી વધારે કેસ સામે આવ્યા છે, અત્યારે કોઈપણ દેશે પ્રયત્નોથી પીછેહઠ કરવાની જરૂર નથી
post

WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસસના જણાવ્યા પ્રમાણે- યુરોપિયન દેશોની પરિસ્થિતિમાં સુધારો, પરંતુ અન્ય ભાગોમાં સંક્રમણ વધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 11:42:37

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સોમવારે વિશ્વના દેશોને કોરોનાવાઈરસથી વધારે સાવચેત રહેવાની સલાહ આપી છે. WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસસના જણાવ્યા પ્રમાણે, પાછલા 9 દિવસમાં વિશ્વભરમાં 1 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. વાઈરસની સામેની લડતને 6 મહિના થઈ ગયા છે પરંતુ જોખમ હજી સુધી યથાવત છે. કોઈપણ દેશે પ્રયત્નોથી પીછેહઠ કરવાનો આ સમય નથી

ટ્રેડોસના જણાવ્યા પ્રમાણે, જે દેશોમાં પરિસ્થિતિ સુધરતી જોવા મળી રહી છે ત્યાં હવે સૌથી મોટો પડકાર વાઈરસથી બચવા માટેના પગલાંનું પાલન કરવવાનું છે. તેનાથી બચવા માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જરૂરી છે. તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, માસ્ક સંક્રમણને અટકાવવામાં અસરકારક છે. 

7 જૂનના રોજ સૌથી વધારે કેસ સામે આવ્યા હતા
તેમણા જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં 7 જૂનના રોજ 1 લાખ 36 હજાર કેસ નોંધાયા હતા. આ એક દિવસમાં સૌથી વધુ સંક્રમણના કેસ હતા. તેમાંથી 75 ટકા કેસ અમેરિકા અને દક્ષિણ એશિયાના દેશોમાં હતા. WHO ચેપગ્રસ્ત દેશોને મદદ કરી રહ્યું છે. તેને 110 દેશોમાં 50 લાખ સુરક્ષા ઉપકરણો મોકલ્યા છે. આવનાર સમયમાં 126 દેશોમાં 1 કરોડ 29 લાખ PPE કીટ મોકલવાની તેની યોજના છે. 

યુરોપિયન દેશોની પરિસ્થિતિમાં સુધારો
WHO
ના જણાવ્યા પ્રમાણે, યુરોપમાં પરિસ્થિતિ સુધારા પર છે. તેમણા જણાવ્યા પ્રમાણે, પહેલા સંક્રમણનું એપિસેન્ટર પૂર્વ એશિયા હતું. ત્યારબાદ યુરોપમાં કોરોનાવાઈરસ ઝડપથી ફેલાયો. હવે અમેરિકાએ તેની જગ્યા લીધી છે. જો કે, યુરોપિયન દેશોની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ અન્ય ભાગોમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ખાસ કરીને આફ્રિકાના દેશોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post