• Home
  • News
  • ખાદ્ય કિંમતોમાં 1.13 ટકા વધારો છતા હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ મેમાં 3.21 ટકા ઘટ્યો
post

એક વર્ષ પહેલા એટલે કે મે 2019માં જથ્થાબંધ મોંઘવારી દર 2.79 ટકા હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 09:48:05

નવી દિલ્હી: ઈંધણ અને વીજળીની કિંમતમાં ભારે ઘટાડાના કારણે મેંમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI)માં 3.21 ટકાનો ઘટાડો નોંધાયો છે. મહત્વની વાત એ છે કે ખાદ્ય કિંમતોમાં વધારો થવા છતા સરેરાશ મોંઘવારી દર શૂન્યથી નીચે નોંધાયો છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડો મુજબ એક વર્ષ પહેલા એટલે કે મે 2019માં હોલસેલ મોંઘવારી દર 2.79 ટકા હતો.

ખાદ્ય વસ્તુઓની હોલસેલ કિંમતો સરેરાશ 1.13 ટકા વધી
સરકારી આંકડાઓના જણાવ્યા મુજબ ખાદ્ય મોંઘવારી દર મેમાં 1.13 ટકા રહ્યો. એપ્રિલમાં તે દર 2.55 ટકા હતો. ઈંધણ અને વીજળી સેગમેન્ટમાં ડિફ્લેશનનો દર વધીને 19.83 ટકા પર પહોંચી ગયો. જે એપ્રિલમાં 10.12 ટકા પર હતો. મેન્યુફેક્ચર્ડ વસ્તુઓમાં ડિફ્લેશનનો દર મેમાં 0.42 ટકા રહ્યો હતો.

25 માર્ચથી કરવામાં આવેલા લોકડાઉનના કારણે મંત્રાલયે એપ્રિલ માસના અધૂરા WPIના આંકડાઓ જાહેર કર્યા હતા. તેમાં ફૂડ, પ્રાથમિક વસ્તુઓ, ઈંધણ અને વીજળી સંબંધી આંકડાઓ હતા. મંત્રાલયે અધિકારીઓને ઈલેક્ટ્રોનિક માધ્યથી આંકડા એકત્રિત કરવાના આદેશ આપ્યા છે. એપ્રિલનો અંતિમ ઈન્ડેક્સ અગામી મહિને જાહેર કરાશે. 

માર્ચનો અંતિમ જથ્થાબંધ મોંઘવારી દર 0.42 ટકા
મંત્રાલયએ કહ્યું કે મુલ્યોના આંકડા સમગ્ર દેશમાં આવેલા સિલેકટેડ સૂત્રો અને ઓદ્યોગિક સંસ્થાઓમાંથી લેવામાં આવે છે. આ આંકડાઓને વેબસાઈટથી એકત્રિત કરવામાં આવે છે, જેની વ્યવસ્થા નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC) કરે છે. માર્ચ 2020માં હોલસેલ મોંઘવારી દર 0.42 ટકા રહ્યો હતો. 14 એપ્રિલે બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં માર્ચનો મોંઘવારી દર 1 ટકા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post