• Home
  • News
  • શા માટે 45 મિનિટ સુધી ગૂગલની સર્વિસીઝમાં ગરબડ થઈ? જાણો ગૂગલે શા માટે બદલી સ્ટોરેજ પોલિસી
post

ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે ઈન્ટરનલ સ્ટોરેજ ક્વોટાના મામલાના લીધે લગભગ 45 મિનિટ માટે સર્વિસીઝ ડાઉન થઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-16 09:43:09

દુનિયાભરમાં ગૂગલની સર્વિસીઝ 14 ડિસેમ્બરે સાંજે લગભગ 40 મિનિટ સુધી ક્રેશ રહી. લોગઈન અને એક્સેસમાં પરેશાની ભારતીય સમય અનુસાર, સાંજે લગભગ 5.25 વાગ્યે શરૂ થઈ અને સાંજે 6.10 વાગ્યે રિ-સ્ટોર થઈ. આ દરમિયાન ગૂગલની 19 સર્વિસીઝ ઠપ રહી.

આ ક્રેશ દરમિયાન અનેક યુઝર્સ ફરિયાદ કરતા જોવા મળ્યા કે જીમેઈલ કામ કરતું નથી, યુટ્યૂબ ચાલતું નથી, ડ્રાઈવ ખૂલતી નથી, ગૂગલ મીટ થતી નથી અને તેના પછી તો જાણે ગૂગલ પર નિર્ભર હજારો કોર્પોરેટ્સમાં અફરાતફરી મચી ગઈ.

ગૂગલ પર ભરોસો કરનારા યુઝર્સની તો વાત જ ન પૂછો, ખૂબ ખરાબ હાલત હતી. ગૂગલ કેવી રીતે ડાઉન થઈ શકે, સૌનો સોશિયલ મીડિયા પર થયેલી હજારો પોસ્ટમાં માત્ર આ જ સવાલ હતો. ભલે 45 મિનિટમં ગૂગલે પોતાની સર્વિસીઝને રી-સ્ટોર કરી લીધી, પરંતુ ગૂગલની સર્વિસીઝ ડાઉન થવાથી અનેક પ્રકારની અફવાઓનું બજાર પણ ગરમાવો પકડી ગયું.

ગૂગલમાં શું બન્યું હતું?

·         ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે ઈન્ટરનલ સ્ટોરેજ ક્વોટાના મામલાના લીધે લગભગ 45 મિનિટ માટે સર્વિસીઝ ડાઉન થઈ હતી. આ 45 મિનિટમાં યુઝર્સ પોતાના એકાઉન્ટ્સને એક્સેસ ન કરી શક્યા. તમામ સર્વિસીઝ રી-સ્ટોર કરી લેવાઈ છે. કંપનીએ આ ભરોસો પણ આપ્યો કે ભવિષ્યમાં આ સમસ્યા ફરીવાર ન આવે, આ માટે ફોલો-અપ રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે.

·         આ પહેલા ગૂગલ વર્ક સ્પેસ સ્ટેટસ ડેશ બોર્ડે 14 ડિસેમ્બરે સાંજે 5.25 વાગ્યે કહ્યું કે સમસ્યાની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં અમે તેને દૂર કરી લઈશું. તેમાં કહેવામાં આવ્યું કે 5.42 સુધી અમે સમસ્યા દૂર કરી દઈશું. શક્ય છે કે તેમાં વધુ સમય લાગે. સાંજે 6.42 વાગ્યે ગૂગલે અપડેટ આપ્યું કે જી-મેલની તમામ સર્વિસીઝ રી-સ્ટોર કરી લેવાઈ છે. ત્યાં સુધી ગૂગલની અન્ય સર્વિસીઝ પણ પાટા પર આવી ચૂકી હતી. We’re all clear folks! Thanks for staying with us. — Google Workspace (@GoogleWorkspace) December 14, 2020 ગૂગલની સર્વિસીઝમાં ગરબડથી કેટલા લોકો પ્રભાવિત થયા?

·         ગૂગલની સર્વિસિઝમાં ગરબડ થવાથી જીમેઈલ અને યુટ્યુબના 350 કરોડ ગ્લોબલ યુઝર્સ પ્રભાવિત થયા. એવું ખૂબ ઓછું બને છે કે કોઈ કંપનીની તમામ સર્વિસિઝ અને યુઝર એક સાથે સમસ્યા અનુભવે. વાસ્તવમાં, દરેક કંપની દરેક ક્ષેત્ર માટે પોતાના યુઝર્સ માટે સર્વિસિઝ આપવા માટે અનેક સર્વર્સનો ઉપયોગ કરે છે. આ સર્વર્સમાં પણ અનેક બેકઅપ બનાવાયા છે, જે કોઈપણ ગરબડ સામે આવતા તત્કાળ સક્રિય થઈ જાય છે.

·         આના પછી પણ 14 ડિસેમ્બરે જે રીતે ગૂગલની સર્વિસિઝ પ્રભાવિત થઈ, તે અત્યાર સુધી જોવા મળી નહોતી. પીક પર ડાઉનડિટેક્ટર.કોમે દુનિયાભરના અલગ-અલગ હિસ્સાઓમાં 1.12 લાખ ઈસ્યુ યુટ્યુબ પર અને 40 હજાર ઈસ્યુ જીમેઈલ પર નોંધ્યા.

આ સમસ્યાને દૂર કરવા માટે ગૂગલે શું કર્યુ છે?

·         ગરબડમાંથી બોધપાઠ લઈને ગૂગલે જીમેઈલ, ગૂગલ ડ્રાઈવ (ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઈડ્સ, ડ્રોઈંગ્સ, ફોર્મ્સ અને જેમબોર્ડ ફાઈલ્સ સહિત) અને ગૂગલ ફોટો સાથે સંકળાયેલા પોતાના એકાઉન્ટ્સ માટે નવી સ્ટોરેજ પોલિસી ઘોષિત કરી છે. આ નવી સર્વિસીઝ 1 જૂન 2021થી લાગુ થશે. ગૂગલે પોતાના હેલ્પ સેન્ટર આર્ટિકલમાં જણાવ્યું છે કે આ સર્વિસીઝ કઈ રીતે બદલવાની છે.

નવી પોલિસીમાં શું-શું હશે?

·         આપ 2 વર્ષ સુધી જીમેઈલ, ડ્રાઈવ કે ફોટો સર્વિસીઝમાં ઈનએક્ટિવ રહો છો તો ગૂગલ આપનું એકાઉન્ટ ડિલિટ કરી દેશે. જે ગૂગલ વન મેમ્બર્સની સ્ટોરેડ ડેટા લિમિટમાં છે, તેમના પર નવી ઈનએક્ટિવ પોલિસી લાગુ નહીં થાય. જો તમારી સ્ટોરેજ લિમિટ બે વર્ષ સુધી વધુ રહેશે તો જીમેઈલ, ડ્રાઈવ અને ફોટો સાથે સંકળાયેલ કન્ટેન્ટ ગૂગલ ડિલીટ કરી દેશે.

આ તમને કઈ રીતે અસર કરશે?

·         આપ બે વર્ષ સુધી સ્ટોરેજ લિમિટથી બહાર નહીં જાઓ કે ઈનએક્ટિવ નથી રહેતા તો આપ પર આ પોલિસીની અસર નહીં થાય. આ પોલિસી જૂન 2021માં લાગુ થવાની છે. એટલે કે જૂન 2023 પછી જ તમારી કોઈ કન્ટેન્ટ ડિલિટ કરવામાં આવશે.

·         1 જૂન 2021 પછી જો આપ સ્ટોરેજ લિમિટથી બહાર રહો છો કે ઈનએક્ટિવ રહો છો તો ગૂગલ તમને ઈમેઈલ રિમાઈન્ડર અને નોટિફિકેશન મોકલશે અને તેના પછી જ તમારી કન્ટેન્ટ ડિલિટ કરશે. ભલે તમારી કન્ટેન્ટ ડિલિટ થઈ જાય, તમે સાઈન-ઈન કરી શકશો.

તમારે તમારું અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે શું કરવું પડશે?

·         આપને પોતાના ગૂગલ અકાઉન્ટની સ્ટોરેજ ક્વોટા પોલિસી સમજવી પડશે. આપ આપના ગૂગલ એકાઉન્ટ સ્ટોરેજને જોઈને જીમેઈલ, ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટો પર સ્ટોરેજમાંથી બિનજરૂરી કન્ટેન્ટ ડિલિટ કરીને વધારાની સ્પેસને ફ્રી કરી શકો છો.

·         ઈનએક્ટિવ અકાઉન્ટ મેનેજર તમને કન્ટેન્ટ મેનેજ કરવામાં મદદ કરશે. જો તમે 3થી 18 મહિના માટે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતા નથી તો તમને જાણ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post