• Home
  • News
  • બેરોજગારી અને ભ્રષ્ટાચારની વાત કરનારા પર અત્યાચાર, રાજાની જગ્યાએ જનતા જિંદાબાદનાં સૂત્રો પોકાર્યા તો જેલમાં નાખી દીધા
post

સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની વાત મૂકી રહ્યા છે, યુવાઓએ કહ્યું- કિંગ માત્ર જનતાની વાત કરે છે, ચિંતા નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 11:08:41

રબાતમોરક્કોમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબી અને અસમાનતા વિરુદ્ધ લોકોનો રોષ વધી રહ્યો છે. મોરોક્કોમાં કડક કાયદા છતાં લોકો ડરી રહ્યા નથી. પોતાની વાત રજૂ કરવા હવે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેઓ વીડિયો કે મેસેજ દ્વ્રારા પોતાની સમસ્યા જણાવી રહ્યા છે. એવો એક વીડિયો બહુ ચર્ચિત થઇ રહ્યો છે. તેમાં ત્રણ યુવા ગીત ગાઇ પોતાની અને દેશની સમસ્યા કહી રહ્યા છે. અન્ય લોકો પણ એવું કરવા લાગ્યા છે, પરંતુ કિંગ અને તેમના સમર્થકોને ટીકા પસંદ નથી આવી રહી. એટલો અત્યાચાર થઇ રહ્યો છે કે નાની-નાની વાતો માટે લોકોને જેલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે.


કિંગ મોહમ્મદ અને તેમના સમર્થકોને ટીકા ગમી, લોકો પર અત્યાચાર કર્યો
સરકાર સાથે અસંમતિ દર્શાવનારા સામાન્ય મોરોક્કનવાસી છે. તેમાં વિદ્યાર્થીઓ, ગાયકો, દુકાનદારો અને બેરોજગાર યુવાઓ છે. વિરોધ કે અસંમતિ જતાવનારા લોકો પર અત્યાચાર અને જેલ મોકલવાની શરૂઆત યુટ્યૂબ પર એક વીડિયો વાઈરલ અને હિટ થયા બાદ થઇ. વીડિયોમાં ત્રણ યુવા ભ્રષ્ટાચાર, બેરોજગારી, સામાજિક અસમાનતાની ટીકા કરતા એક ગીત ગાઇ રહ્યા છે. પરંતુ કિંગ મોહમ્મદ અને તેમના સમર્થકોને ટીકા ગમી અને તેમણે લોકો પર અત્યાચાર શરૂ કરી દીધો.


એક યુવાનને જેલમાં નાંખી દીધો, તો બીજાને માત્ર એટલા માટે જેલમાં નાંખી દીધો કે તેણે રાજાની મિમિક્રી કે તેમના જેવો અવાજ રેકોર્ડ કર્યો હતો. એવું એક 18 વર્ષના યુવકે ફેસબુક પર ગીત શેર કર્યું તો તેને રાજા માટે અપમાનજનક વિચાર વ્યક્ત કરવાનો આરોપ મૂકી 3 વર્ષ માટે જેલમાં નાંખી દીધો. કાસાબ્લાંકામાં રહેતા મોહમ્મદ સેકાકી ઉર્ફે કાસ્કિતાને રાજ્યની અવમાનનાના મામલે 4 વર્ષ માટે જેલમાં ધકેલી દીધો. મોહમ્મદે વીડિયોમાં કહ્યું હતું કે- તમારા ભાષણ હવે અમને હિમ્મત નથી આપતા, જ્યારે અમે બીમાર પડીએ છીએ, તો આપણા દેશ અને હોસ્પિટલોમાં સારવાર મળતી નથી.


બે મહિનામાં 2.2 કરોડ વ્યૂવાળા ગીતે યુઝર્સની મુશ્કેલી વધારી
ગીતના શબ્દો છે- કોણે દેશને કચડી નાંખ્યો અને ધનિક બનવા માગે છે, કોણે અમારી ગરિમાનું ઉલ્લંઘન કર્યું... અમને ઝંઝટમાં શું મળ્યું. હું મનુષ્ય છું, જેણે તમારા પર ભરોસો કર્યા, પરંતુ મને વિશ્વાસઘાત મળ્યો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post