• Home
  • News
  • આગથી વિનાશ:અમેરીકના કેલિફોર્નિયાની વાઈન કાઉન્ટીમાં 3નાં મોત, 70 હજારને બચાવાયા
post

એમેઝોનની આગથી હવા ઝેરી થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-01 12:43:47

દુનિયાના 3 દેશ અમેરિકા, બ્રાઝિલ અને પેરુગ્વે વૈશ્વિક મહામારીના દોરમાં વાઈલ્ડ ફાયર(જંગલી આગ) સામે ઝઝૂમી રહ્યા છે. અમેરિકામાં ગત એક મહિનાથી આગ લાગેલી છે જે 12 પશ્ચિમી રાજ્યોમાં 100થી વધુ જંગલોમાં ફેલાઈ ચૂકી છે. મંગળવારે ઉત્તર કેલિફોર્નિયાની વાઈન કાઉન્ટીમાં આગ ભડકી હતી. તેની લપેટમાં આવતા 3 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 70 હજાર લોકોને બચાવી લેવાયા હતા. બીજી બાજુ ઓરેગનમાં પાંચ લાખ લોકોએ સ્થળાંતર કર્યુ હતું.

કેલ ફાયર ડિવિઝન પ્રમુખ બેન નિકોલ્સે જણાવ્યું કે 15 હજારથી વધુ ફાયરબ્રિગેડકર્મી આગ ઓલવી રહ્યાં છે. હેલિકોપ્ટર અને વિમાનની મદદ પણ લેવાઈ રહી છે. એશલેન્સની પોલીસના વડા ટિઘે ઓ મિએરાએ કહ્યું કે કેલિફોર્નિયામાં આગથી 10 લાખ એકર ક્ષેત્ર નષ્ટ થઈ ગયું છે. સમુદ્ર કિનારે વસેલા વિસ્તારોમાં 70-80 કિમી પ્રતિકલાની ઝડપે પવન ફૂંકાય છે. જેના લીધે આગ ઝડપથી ફેલાતી રહી છે.

બ્રાઝિલ : સેંકડો પ્રાણીઓ મૃત્યુ પામ્યાં
બ્રાઝિલના પેન્ટાનલનાં જંગલોમાં આગની લપેટમાં આવતા સેંકડો પ્રાણીઓ મૃત્યુ પામ્યાં. બ્રાઝિલમાં દુનિયાનું સૌથી મોટું વેટલેન્ડ જંગલ છે પણ આ ભયાનક આગને લીધે જમીનનો ભેજ સમાપ્ત થઈ ગયો છે. બ્રાઝિલમાં ફેલાયેલી આગ પેરુગ્વે સુધી પહોંચી ગઇ છે.

પેરુગ્વે : રાજધાની ઉપર જ ધુમાડો છવાયો
પેરુગ્વેમાં શનિવારે લાગેલી આગ બુધવારે ભડકી હતી. તેનો ધુમાડો રાજધાની અસાન્સિયનની ઉપર છવાઈ ગયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર આ આગ બ્રાઝિલથી થઇને અહીં પહોંચી છે. બુધવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો. જો આગ સમયસર નહીં ઓલવાય તો તે બોલિવિયા સુધી પહોંચી શકે છે.

રિસર્ચ : એમેઝોનની આગથી હવા ઝેરી થઈ રહી છે
એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ હવાને ઝેરી બનાવી રહી છે. આગથી હવા દૂષિત થઈ રહી છે જેના લીધે શ્વાસ સંબંધિત તકલીફો વધી રહી છે. બુધવારે જારી એક રિસર્ચમાં આ વાત સામે આવી હતી. રિસર્ચ હ્યુમન રાઈટ્સ વૉચ અને બ્રાઝિલના એમેઝોન એન્વાયરોમેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ(આઈપીએએમ)એ કર્યુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post