• Home
  • News
  • ખાંડ કડવી થશે ? ઉતરપ્રદેશમાં ઉત્પાદન 5 વર્ષના તળિયે, મહારાષ્ટ્રએ રંગ રાખ્યો
post

મહારાષ્ટ્ર સિવાય કર્ણાટકમાં પણ ઉત્પાદન સારુ થયું છે અને તે 60 લાખ ટન સુધી પહોંચી ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 19:01:37

નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ ખાંડ ઉત્પાદક રાજ્યોનું સ્થાન બદલાયું છે અને તે પણ મોટા તફાવત સાથે. વર્તમાન પિલાણ સિઝનમાં (ઓક્ટોબર, 2021 થી સપ્ટેમ્બર, 2022) મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન 138 લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે 104 લાખ ટન ખાંડના ઉત્પાદન સાથે ઉત્તર પ્રદેશ બીજા સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર 2015-16 સુધી ઉત્તર પ્રદેશથી આગળ હતું. યુપી 2016-17માં તેનાથી આગળ નીકળ્યું અને 2020-21ની સીઝન સુધી દેશનું સૌથી મોડું ખાંડ ઉત્પાદક રાજ્ય બની રહ્યું હતું પરંતુ 5 વર્ષ બાદ મહારાષ્ટ્રએ તેને પાછડ છોડ્યું છે. જોકે, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઉત્પાદન વધવાને કારણે દેશમાં આ વર્ષે રેકોર્ડ 355.50 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ છે. 

નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ નાયકનવરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારાના ત્રણ કારણો છે.  સારો વરસાદ અને જળાશયોમાં વધુ પાણી, શેરડીના વિસ્તારમાં વધારો અને શેરડીની ઉત્પાદકતામાં મોટો વધારો છે. નાયકનવરે કહ્યું કે, ચાલું પિલાણ સીઝનમાં મહારાષ્ટ્રમાં શેરડી ઉત્પાદન 90 ટન પ્રતિ હેક્ટરથી વધીને 105 ટન પ્રતિ હેક્ટર થયું છે. રાજ્યમાં શેરડીની 8603 જાત સારી ઉત્પાદકતા આપી રહી છે. આ સાથે જ તેમનું કહેવું છે કે, સારા વરસાદ સાથે ખેડૂતોએ પાકની સારી કાળજી લીધી છે કારણ કે, તેઓ જાણતા હતા કે, તેઓને આ વર્ષે શેરડીનો સારો ભાવ મળશે.

મહારાષ્ટ્રમાં શેરડીનો વિસ્તાર વધ્યો 

રાજ્યમાં ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન વધવાનું એક કારણ બિન નોંધાયેલ શેરડીનો વિસ્તાર પણ છે, જેને બિન નોંધાયેલ શેરડીનો વિસ્તાર કહેવામાં આવે છે. વર્ષ 2020-21માં રાજ્યનો શેરડીનો વિસ્તાર 11.42 લાખ હેક્ટર હતો, જ્યારે રાજ્યના સુગર કમિશનરની ઓફિસના જણાવ્યા પ્રમાણે વર્તમાન પિલાણ સિઝનમાં રાજ્યના શેરડીનું ક્ષેત્રફળ લગભગ એક લાખ હેક્ટરથી વધીને 12.4 લાખ હેક્ટર પર પહોંચી ગયું છે. આ વધારાનો શેરડીનો વિસ્તાર સુગર મિલોમાં નોંધાયેલ ન હતો. મોટાભાગના બિન નોંધાયેલ વિસ્તાર મરાઠવાડાના અહમદનગર અને સોલાપુર જિલ્લામાં છે જે ઘણીવાર દુષ્કાળથી પ્રભાવિત રહે છે પરંતુ આ વખતે સારા વરસાદને કારણે પરિસ્થિતિ બદલાઈ છે અને શેરડીના વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં વધુ પડતી શેરડીના કારણે સુગર મિલો જૂન સુધી પિલાણ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. 

મહારાષ્ટ્ર સિવાય કર્ણાટકમાં પણ ઉત્પાદન સારુ થયું છે અને તે 60 લાખ ટન સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં 2010-11ના 12.35 લાખ ટનના રેકોર્ડ બાદ આ વર્ષે અહીં ખાંડનું ઉત્પાદન 12 લાખ ટન થયું છે. ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 2019-20માં126.37 લાખ ટન પર પહોંચી ગયું હતું જે ચાલું સીઝનમાં ઘટીને 104 લાખ ટન આવી ગયું છે. આ પ્રથમ 5 વર્ષમાં સૌથી ઓછું છે. 

નાયકવરે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ખાંડ ઉત્પાદન 5 વર્ષથી સૌથી નીચા સ્તર પર પહોંચ્યા છતાં મહારાષ્ટ્ર અને કાર્ણાટકમાં રેકોર્ડ ઉત્પાદનના કારણે દેશમાં ખાંડનું ઉત્પાદન અત્યાર સુધીના રેકોર્ડ 355.50 લાખ ટન પહોંચી ગયું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post