• Home
  • News
  • વિપ્રોએ ફ્રેશર્સનો પગાર 50% ઘટાડ્યો:વાર્ષિક પેકેજ 6.5 લાખથી ઘટાડી 3.5 લાખ કર્યું, કર્મચારી યુનિયને કર્યો વિરોધ
post

હાલમાં જ ઇન્ફોસિસે ઇન્ટરનલ ટેસ્ટમાં નાપાસ થયેલા 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 19:06:10

IT કંપની વિપ્રોએ ફ્રેશર્સની સેલેરીમાં 50% કપાત કરી છે. તાજેતરમાં વિપ્રોએ જે ઉમેદવારોને 6.5 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઑફર કર્યું હતું તેને ઘટાડીને 3.5 લાખ રૂપિયા કરી દીધું છે. આ કપાત એ ફ્રેશર્સની સેલરીમાં કરવામાં આવી છે કે જેમણે 2023માં કંપનીનો વેલોસિટી ગ્રેજ્યુએટ પ્રોગ્રામ પાસ કર્યો હતો. આ ફ્રેશર્સ કંપનીમાં નિમણૂકની રાહ જોઈ રહ્યા છે.

પહેલા વધુ સેલેરીનો વાયદો કર્યા બાદ હવે કંપનીએ પસંદગી પામેલા ઉમેદવારોને એક ઇ-મેલ મોકલ્યો છે. તેમાં ફ્રેશર્સને આર્થિક કારણોસર ઓછા પગારમાં સેટલ થવા માટે કહેવામાં આવ્યું છે.

કર્મચારી યુનિયન વિરોધ કરી રહ્યું છે
બીજી તરફ IT કર્મચારીઓના યુનિયન NITES (નેસેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમ્પ્લોઇઝ સેનેટ)એ આ પગલાંને 'અન્યાયપૂર્ણ' ગણાવ્યું છે. તેમણે IT કંપનીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

અગાઉ વિપ્રોએ 800 ફ્રેશર્સને નીકાળી દીધા હતા

ગયા મહિનાની શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે વિપ્રોએ ઇન્ટરનલ ટેસ્ટમાં નાપાસ થયેલા 800 ફ્રેશર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જોકે કંપનીનું કહેવું છે કે તેણે 452 કર્મચારીઓને જ નોકરીમાંથી નીકાળ્યા છે.

ઇન્ફોસિસે 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
હાલમાં જ ઇન્ફોસિસે ઇન્ટરનલ ટેસ્ટમાં નાપાસ થયેલા 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર કંપનીની છેલ્લી FA (ફોર્મેટિવ એસેસમેન્ટ) ટેસ્ટમાં નાપાસ થયા બાદ તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કંપની તરફથી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post