• Home
  • News
  • ભારતમાં કુલ 2.36 લાખ કોરોનાના કેસ સાથે આંક ઇટલી કરતાંં વધુ થયો, કુલ 6,6497 દર્દીના મોત તો કુલ 1.13 લાખ ડિસ્ચાર્જ
post

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 139 મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 09:24:34

નવી દિલ્હી: શુક્રવારે દેશમાં પહેલીવાર એકસાથે 10 હજારથી વધારે પોઝિટીવ દર્દીઓ મળ્યા હતા. 10,649 દર્દીઓ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,184 થઈ છે. આ સાથે જ કુલ પૉઝિટીવ દર્દીઓની ભારતની સંખ્યા ઇટલી કરતાં વધી ગઈ છે. ઇટલીમાં 2.34 લાખ પોઝિટીવ દર્દીઓ છે. શુક્રવારે ભારતમાં 334થી વધુ લોકોના કોરોનાથી મોત થયા હતા. આ સાથે કુલ મોતનો આંક 6,649 થઈ ગયો છે. પણ રાહતની વાત એ છે કે હજુ દેશમાં મરણાંક 2.9 ટકા જ છે. જ્યારે વિશ્વમાં આ દર 5.8 ટકા છે. શુક્રવારે 4,833 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી દેશમાં કુલ 1.13 લાખ દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ચૂક્યાં છે. 


મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 139 મોત 
દેશમાં સૌથી વધુ સંક્રમિત એવા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી 139 લોકોના મોત નિપજ્યાં હતાં. રાજ્યમાં કુલ 2,849 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં છે. 2,536 દર્દીઓ સાથે રાજ્યમાં કુલ 80,229 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ તરફ તામિલનાડુમાં 1,438 વધુ દર્દીઓ મળ્યા છે. વધુ 12 લોકોના મોત સાથે કુલ મરણાંક 232 થયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post