• Home
  • News
  • 10 હજારથી વધુ સીસીટીવી, ડ્રોનથી પહેરો અને ખૂણેખૂણે તહેનાત સૈનિકોથી અયોધ્યા બન્યું અભેદ્ય કિલ્લો
post

પીએમ મોદીની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં લગભગ 8000 વીઆઈપી મહેમાનો રહશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-17 20:05:24

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદી સાથે લગભગ 8000 વીઆઈપી મહેમાનો હાજર રહશે. ત્યારે  ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા શહેર સુરક્ષાના મોરચે અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. ઉપર ડ્રોનથી સુરક્ષા પર નજર રાખવામાં આવશે. 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જે દરેક ખૂણા પર નજર રાખશે. આ ઉપરાંત ડ્રોન અને સીસીટીવી તેમજ વિશેષ પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે. તેઓ ઓટોમેટીક હથિયારોથી સજ્જ હશે અને આ સૈનિકોમાં SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) થી લઈને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સુધીના ખાસ કમાન્ડો તૈનાત કરવામાં આવશે.

સાત સ્તરની સુરક્ષા હશે

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર અને યુપી સરકારની સુરક્ષા એજન્સીઓએ મળીને 7 સ્તરની સુરક્ષા તૈયાર કરશે છે. પહેલા સર્કલમાં આધુનિક હથિયાર સાથે સજ્જ એસપીજી કમાન્ડો હશે. બીજા સર્કલમાં એનએસજીના જવાનો હશે. ત્રીજા સર્કલમાં આઈપીએસ અધિકારીઓ સુરક્ષાનો હવાલો સંભાળશે. જયારે ચોથા સર્કલમાં સીઆરપીએફના જવાનો જવાબદારી સંભાળશે. પાંચમા સર્કલમાં યુપી એટીએસના કમાન્ડો હશે જે કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં કાર્યવાહી કરવા તૈયાર રહેશે. છઠ્ઠા સર્કલમાં આઈબીના જવાનો અને સાતમા સર્કલમાં સ્થાનિક પોલીસ જવાનો તૈનાત રહેશે.

એન્ટી-ડ્રોન સિસ્ટમ કરવા આવ્યું ઇન્સ્ટોલ 

સુરક્ષા તૈયારીઓના ભાગરૂપે, કાર્યક્રમ દરમિયાન કોઈપણ સંભવિત હવાઈ હુમલાનો સામનો કરવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમથી લઈને એઆઇથી સજ્જ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ સુધીની દરેક વસ્તુ બનાવવામાં આવી છે. રામ મંદિરની સુરક્ષા માટે સીઆરપીએફના 6 યુનિટ, પીએસીના 3 યુનિટ, એસએસએફના 9 યુનિટ અને એટીએસ અને એસટીએફના એક-એક યુનિટ 24 કલાક તૈનાત રહેશે. આ સાથે 300 પોલીસકર્મીઓ, 47 ફાયર સર્વિસ, 40 રેડિયો પોલીસ કર્મચારીઓ, 37 લોકલ ઇન્ટેલિજન્સ, 2 બોમ્બ ડિટેક્શન સ્કવોડ ટીમો અને 2 એન્ટી સેબોટેજ સ્કવોડ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેઓ માત્ર મંદિર પર જ નહી પરંતુ મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પર પણ તૈનાત કરવામાં આવશે. જેથી ઘૂસણખોરી અટકાવી શકાય. 

પ્રધાનમંત્રીની સુરક્ષા માટે હજાથી વધુ જવાનો તૈનાત 

સૌથી વધુ જવાનો પ્રધાનમંત્રીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષા માટે ત્રણ ડીઆઈજી, 17 એસપી, 40 એએસપી, 82 ડીએસપી, 90 ઈન્સ્પેક્ટરની સાથે 1000થી વધુ કોન્સ્ટેબલ અને 4 કંપની પીએસી તૈનાત રહેશે. યુપી પોલીસે સર્વેલન્સ માટે 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ ઉપરાંત લોકો દ્વારા પોતાની દુકાન અને ઘરો સામે જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે.

સ્નાઈપર્સ પણ ચાર્જ સંભાળશે

કાર્યક્રમ દરમિયાન દુર સુધી નજર રાખવા અને લોન્ગ રેન્જ એટેકને કાઉન્ટર કરવા માટે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. અયોધ્યામાં માઇક્રો લેવલ સુધી સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. સરયૂના કિનારે સુરક્ષા માટે સ્નાઈપર્સ તૈનાત રહેશે અને ઘણા સૈનિકો હાઈ સ્પીડ વોટિંગ દ્વારા નજર રાખશે. 


adv

Related News

post
post
post
post
post
post
post