• Home
  • News
  • પ્રવાસીઓના ઘોંઘાટ વગરના કૃગર નેશનલ પાર્કમાં સિંહ અને બચ્ચાઓએ જંગલની બદલે રસ્તા પર આરામ કર્યો
post

ભારતમાં ઉત્તરાખંડના નંદા દેવી નેશનલ પાર્કમાં પણ ભાગ્યે જ દેખાતા 4 સ્નો લેપર્ડ કેમેરામાં કેદ થઇ ગયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:25:01

કેપ ટાઉ: કોરોના વાઇરસને લીધે લોકડાઉનને લીધે મનુષ્યો ઘરમાં છે, તો બીજી તરફ આ પશુ-પક્ષીઓ છૂટથી બધે ફરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં સિંહ અને તેના બચ્ચાં ખાલી રસ્તા પર આરામ ફરમાવતા હોય તેવા ફોટોઝ સામે આવ્યા છે. 

સાઉથ આફ્રિકામાં પણ હાલ કોરોના વાઇરસને લીધે લોકડાઉન છે. અહિ રસ્તાઓ શાંત દેખાતા સિંહ જંગલ નહિ પણ રસ્તાઓ પર મુક્ત રીતે હરી-ફરી રહ્યા છે. કૃગર નેશનલ પાર્કે સોશિયલ મીડિયા પર સિંહના ફોટોઝ શેર કર્યા છે. રીચાર્ડ સોવરીએ સિંહની આ આરામની પળોને કેમેરામાં કંડારી છે. આ નેશનલ પાર્કમાં હાલ કોઈ પ્રવાસીઓ નથી આથી મનુષ્યોનો કલબલાટના હોવાથી તેઓ જંગલમાંથી બહાર નીકળીને રસ્તા પર વિશ્રામ કરી રહ્યા છે. આવો નજરો અહિ આવતા પ્રવાસીઓને જોવા મળતો નથી. 

 

ભારતમાં ઉત્તરાખંડના નંદા દેવી નેશનલ પાર્કમાં પણ ભાગ્યે જ દેખાતા 4 સ્નો લેપર્ડ કેમેરામાં કેદ થઇ ગયા હતા.  

adv

Related News

post
post
post
post
post
post
post