• Home
  • News
  • વિસ્તારાની ફ્લાઇટમાં મહિલાએ કપડાં ઉતાર્યાં:ઇકોનોમી ટિકિટ લઈને બિઝનેસ ક્લાસમાં બેઠી, ક્રૂ-મેમ્બરને ઢોરમાર માર્યો; સ્ટાફે સીટથી બાંધી દીધી
post

થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:48:51

વિસ્તારાની ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જરે નશામાં ક્રૂ મેમ્બર સાથી મારપીટ કરી હતી. આટલું જ નહીં, તેણે પોતાના કપડાં પણ ઉતારી દીધા હતા. ફ્લાઇટ ઈટલીથી મુંબઈ આવી રહી હતી. મુંબઈમાં ફ્લાઇટ લેન્ડ થતાં જ ક્રૂ મેમ્બર્સની ફરિયાદના આધારે તે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારની છે. મહિલા ઈટલીની રહેનાર છે. તેનું નામ પાઓલા પેરૂશિયો છે. 25 હજાર રૂપિયાનો દંડ લગાવ્યા પછી મહિલાને જામીન આપવામાં આવ્યા હતા. જોકે આ મામલાની તપાસ હજુ થઈ રહી છે.

બિઝનેસ ક્લાસમાં બેસી ગઈ હતી મહિલા
પોલીસે કહ્યું હતું કે મહિલાની પાસે ઇકોનોમી ક્લાસની ટિકિટ હતી, પરંતુ તે બિઝનેસ ક્લાસમાં જઈને બેસી ગઈ હતી. ક્રૂ મેમ્બરે જ્યારે તેને પોતાની સીટમાં બેસવા માટે કહ્યું હતું તો તે મહિલા બોલાચાલી કરવા લાગી હતી. પીડિત ક્રૂ મેમ્બરે જણાવ્યું હતું કે 'તે ગેરવર્તન કરવા લાગી હતી. મારી સાથે તેણે મારપીટ કરી હતી. જ્યારે મારી મદદ માટે બીજો ક્રૂ મેમ્બર આવ્યો તો તે મહિલાએ તેના પર થૂંકી હતી. આના પછી તે કપડાં ઉતારીને આમથી-તેમ ફરવા લાગી હતી.'

શાંત કરવા માટે તે મહિલાને સીટ પર બાંધી દીધી
કેપ્ટનના આદેશ પછી ક્રૂ મેમ્બરે તે મહિલાને પકડીને કપડાં પહેરાવ્યા હતા. તેને શાંત કરવા માટે એક સીટ પર બાંધી દીધી હતી. અને ફ્લાઇટ લેન્ડ થવા પર પોલીસને સોંપી દેવાઈ હતી. આ મામલે વિસ્તારા એરલાઇન્સે કહ્યું હતું કે 'મહિલાના હંગામો કરવા પર તેને શાંત રહેવાની અપીલ કરી હતી. બાકી પેસેન્જર્સની સુરક્ષાને જોતાં તેને હંગામો ના કરવા જણાવ્યું હતું, પરંતુ તે હિંસક થઈ ગઈ હતી. એઠલે ફ્લાઇટ લેન્ડ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને પોલીસને સોંપી દેવાઈ હતી.'

થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લાઈટ બેંગકોકથી ભારત આવી રહી હતી. આ વીડિયો 27 ડિસેમ્બર 2022નો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક મુસાફરે પોતાના ફોનમાં શૂટ કરી લીધો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post