• Home
  • News
  • લૉકડાઉન પછી મહિલાઓનો શેરબજાર પર ભરોસો વધ્યો, 35% નવા ખાતા મહિલાઓએ ખોલાવ્યાં
post

ત્રિમાસિક ગાળાની તુલનાએ 32 ટકા ખાતા વધ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 12:10:20

કોવિડ-19 રોગચાળા દરમિયાન શેરબજારમાં મહિલાઓની હિસ્સેદારી વધી છે. તજજ્ઞો માને છે કે રોગચાળામાં ઘરખર્ચમાં યોગદાન આપવા તથા વેતનમાં કપાત અને છટણીને કારણે મહિલાઓ હવે શેરબજારમાં રસ લેવા માંડી છે. આ ઉપરાંત બેન્કોમાં એફડીના વ્યાજદર ઘટી રહ્યાં છે. તેના કારણે પણ મહિલાઓ બચતના અન્ય વિકલ્પ વિચારી રહી છે.

ત્રિમાસિક ગાળાની તુલનાએ 32 ટકા ખાતા વધ્યાં
રોચક વાત એ છે કે મોટાભાગની મહિલાઓ પહેલીવાર શેરબજારમાં રોકાણ કરી રહી છે. શેરખાન બાય બીએનપી પારિબાના ડાયરેક્ટર શંકર વૈલાયા કહે છે કે લૉકડાઉનને કારણે શેરબજારમાં છૂટક ભાગીદારી વધી છે. ઓનલાઈન બ્રોકરેજ કંપની અપસ્ટોક્સ કહે છે કે એપ્રિલથી જૂન દરમિયાન મહિલાઓ દ્વારા ખોલાયેલા ખાતા છેલ્લા ત્રિમાસિક ગાળાની તુલનાએ 32 ટકા વધ્યા છે. બ્રોકરેજ કંપનીની મહિલા ગ્રાહકોમાં 35 ટકાથી વધુ ગૃહિણી છે. 74 મહિલા સુરત, જયપુર, નાગપુર, નાસિક જેવા શહેરના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post