• Home
  • News
  • ચીનમાંથી વિદેશ જનારા કર્મીઓને રસી આપવામાં આવશે
post

તસવીર ચીનના શાંઘાઇ શહેરના ફ્રૂટ માર્કેટની છે. અહીં લોકો ખરીદી કરવા પહોંચવા લાગ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:50:00

બેઇજિંગ: ચીનના કેટલાક મોટા રાજ્યોમાં કાર્યરત કંપનીઓ વિદેશ જતા કર્મચારીઓને કોરોનાની રસીના ડોઝ આપશે. આનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે ચીન રસી મામલે ટ્રાયલથી ક્યાંય આગળ વધી ચૂક્યું છે. કામસર વિદેશ જવા ઇચ્છુક લોકોને ચાઇના નેશનલ બાયોટેક ગ્રુપ (સીએનબીજી) દ્વારા તૈયાર કરાયેલી રસીના ડોઝ અપાશે. સીએનબીજી રસી બનાવવામાં સફળ રહ્યાનો દાવો કરી રહી છે. 

બીજી તરફ ચીનના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને લેન્સેટના રિસર્ચ દ્વારા ચેતવણી આપી છે, જેમાં જણાવાયું છે કે ચીન આ વૈશ્વિક મહામારીના બીજા તબક્કાનો ટૂંક સમયમાં સામનો કરી શકે છે. સેન્ટરના વડા જીયૂ ફૂએ કહ્યું કે ચીનના લોકોને હજુ પણ ખતરો છે, કેમ કે ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post