• Home
  • News
  • પ્રેગ્નન્સીમાં પણ વર્કઆઉટ:'સિંઘમ' ફૅમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પ્રેગ્નન્સીમાં એરોબિક્સ કર્યાં, વીડિયો શૅર કર્યો
post

હાલમાં જ કાજલ અગ્રવાલની સીમંતની વિધિ યોજાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-01 11:11:36

ચેન્નઈ: કાજલ ટ્રેનરની મદદથી વર્કઆઉટ કરતી હોય છે. કાજલે વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'હું હંમેશાં એક્ટિવ વ્યક્ત રહી છું અને અત્યાર સુધીના મારા જીવનમાં વર્કઆઉટ કરતી આવી છું. પ્રેગ્નન્સી અલગ વાત છે. જે પ્રેગ્નન્ટ મહિલાઓને કોઈ જાતના કોમ્પ્લિકેશન ના હોય તેમણે હંમેશાં એરોબિક કરવા જોઈએ.'વધુમાં કાજલે કહ્યું હતું કે, 'પ્રેગ્નન્સીમાં પિલાટે તથા વર્કઆઉટ કરવાથી મને ઘણો જ ફાયદો થયો છે. હું સ્ટ્રોંગ બની હોઉઁ તેવી લાગણી થાય છે.'

હાલમાં જ સીમંત યોજાયું
કાજલ અગ્રવાલે હાલમાં જ સીમંતની વિધિ કરી હતી. આ સમયે તે લાલ રંગની બનારસી સાડીમાં જોવા મળી હતી.

નવા વર્ષે પ્રેગ્નન્સીની જાહેરાત કરી
ગૌતમ કિચલુએ નવા વર્ષ પર પત્નીની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તમારી તરફ જોઈ રહ્યો છું, 2022.' આ કેપ્શન સાથે ગૌતમે પ્રેગ્નન્ટ મહિલાની ઇમોજી પણ શૅર કરી છે. પોસ્ટ સામે આવતા જ ચાહકો તથા સેલેબ્સે કાજલ-ગૌતમને શુભેચ્છા પાઠવી હતી.

કાજલ અગ્રવાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'આચાર્ય'માં જોવા મળશે. આ ફિલ્મમાં ચિરંજીવી તથા રામ ચરણ છે. આ ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થશે. આ ઉપરાંત તે 'હે સીનામિકા'માં જોવા મળશે. આ ફિલ્મ 4 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં દુલકર સલમાન તથા અદિતી રાવ હૈદરી છે.

કાજલે બેબી બમ્પ સાથેની તસવીર શૅર કરી
કાજલે પણ નવા વર્ષે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાજલનો બેબી બમ્પ સ્પષ્ટ જોઈ શકાય છે. કાજલે કહ્યું હતું, 'મેં જૂના અંત માટે આંખો બંધ કરી લીધી છે અને નવી શરૂઆત માટે આંખો ખોલી છે. હેપ્પી ન્યૂ યર. હું 2021 માટે ઘણી જ આભારી છું અને આશા, વિનમ્રતા તથા પ્રેમ સાથે 2022માં આગળ વધી રહી છું.'

2020માં લગ્ન કર્યા હતા
કાજલ તથા ગૌતમે ઓક્ટોબર 2020માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે લગ્નમાં નિકટના સંબંધીઓ તથા મિત્રો સામેલ થયા હતા. નોંધનીય છે કે ગૌતમ કિચલુ એક બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. કાજલે 'સિંઘમ', 'સ્પેશિયલ 26', 'મગધીરા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post