• Home
  • News
  • અમેરિકામાં મૃત્યુઆંક એક લાખની નજીક; ટ્રમ્પે મહામારી વચ્ચે ગોલ્ફ રમવાને લઈને પોતાનો બચાવ કર્યો
post

બાલ્ટીમોરથી રજાઓ માણીને ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પરત ફર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:39:41

વિશ્વભરમાં અત્યાર સુધી કોરોનાના 55.88 લાખથી વધારે દર્દીઓ નોંધાયા છે. 3.48 લાખ લોકોના મોત થયા છે. 23.66 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

અમેરિકામાં મૃત્યુઆંક એક લાખની નજીક
અમેરિકામાં કોરોનાના 17 લાખ 6 હજાર 226 કેસ નોંધાય છે. 99 હજાર 805 લોકોના મોત થયા છે. 4.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકામાં દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ સોમવારે અહીં 532 લોકોના મોત થાય છે અને એક દિવસમાં 19 હજાર નવા કેસ સામે આવ્યા છે.

 
ટ્રમ્પે મહામારી વચ્ચે ગોલ્ફ રમવાને લઈને પોતાનો બચાવ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  ગોલ્ફ રમવાને લઈને પોતાનો બચાવ કર્યો છે. મીડિયા દ્વારા કરવામાં આવેલા કવરેજ સામે તેણે ટ્વિટ કરીને કહ્યું કે બહાર નિકળવા માટે અને થોડી કસરત કરવા માટે સપ્તાહના અંતે હું ગોલ્ફ રમું છું. બનાવટી અને ભ્રષ્ટાચારી ન્યૂઝે તેને એવી રીતે જોયું કે જાણે આ પાપ છે. મીડિયાને એ કેમ દેખાતું નથી કે ત્રણ મહિના પછી હું ગોલ્ફ રમ્યો છું. જો હું ત્રણ વર્ષ પછી પણ ગોલ્ફ રમત તો પણ તેઓ આ રીતે જ જોત.

1 જુલાઈથી સ્પેનમાં આવનાર વિદેશી નાગરિકોને ક્વોરન્ટિન નહીં કરાય

સ્પેનની સરકારે વિદેશી પ્રવાસીઓને જુલાઈ મહિનાથી દેશમાં આવવાની પરવાનગી આપી દીધી છે અને આ પ્રવાસીઓને હવે 14 દિવસ ક્વોરન્ટિન નહીં કરાય. સ્પેનમાં દર વર્ષે 8 કરોડ પ્રવાસીઓ આવે છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 2.82 લાખ કેસ નોંધાયા છે અને 26 હજાર લોકોના મોત થયા છે.

ચીનમાં સાત નવા કેસ નોંધાયા
ચીનમાં સોમવારે સાત નવા કેસ નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 82 હજાર 992 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4638 લોકોના મોત થયા છે.

WHOએ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર પ્રતિબંધ મૂક્યો

WHOના જણાવ્યા મુજબ એક દિવસમાં 1 લાખ 2 હજાર 790 કેસ નોંધાયા છે અને 4383 લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સુરક્ષાના કારણોને લઈને કોરોના સંક્રમણની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. સંસ્થાએ કહ્યું કે લૈંસેટ રિપોર્ટમાં કહેવાયું છે કે સારવાર કરી રહેલા લોકોમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગથી મોતની સંભાવના વધી જોવા મળે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post