• Home
  • News
  • દુનિયામાં સૌથી ગરમ કેલિફોર્નિયાની ‘મોતની ખીણ’માં પારો 53.3, વિજ્ઞાનીઓએ કહ્યું- ઉત્સર્જન નહીં ઘટે તો તાપમાન 60 ડિગ્રી થઈ જશે
post

દક્ષિણ અમેરિકન રાજ્યોમાં પાંચ કરોડ લોકોને ગરમી-લૂથી બચાવવા ચેતવણી જારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 09:34:06

કેલિફોર્નિયા: ક્લાઈમેટ ચેન્જની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. અમેરિકાના પૂર્વ કેલિફોર્નિયાના રણપ્રદેશની ડેથ વેલીએટલે કે મોતની ખીણમાં રવિવારે ગરમીનો પારો 53.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ છેલ્લાં ત્રણ વર્ષમાં પૃથ્વી પર કોઈ વિસ્તારમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. ઋતુચક્રમાં અચાનક થયેલા ફેરફાર પછી અમેરિકન હવામાન વિભાગે દક્ષિણ અમેરિકામાં રહેતા પાંચ કરોડ લોકોને સખત ગરમી અને લૂથી બચવાની ચેતવણી પણ જારી કરી છે. 

વિજ્ઞાનીઓનું કહેવું છે કે જો કાર્બન ઉત્સર્જન આ જ ગતિએ વધતું રહ્યું તો 2030 સુધી આ ખીણનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેલિફોર્નિયાનો આ રણપ્રદેશ ફ્લોરિડાના પનામા સિટી સુધી આશરે પોણા ત્રણ હજાર કિ.મી.માં ફેલાયેલો છે. અહીં આસપાસના વિસ્તાર જેવા કે બોર્ગર, ટેક્સાસ, એમારિલો, ફોનિક્સ, રોજવેલ અને ન્યુ મેક્સિકોમાં પણ તાપમાન 46 ડિગ્રીએ પહોંચી ગયું છે, જે સરેરાશ બે ડિગ્રી વધુ છે.

મોતની ખીણ દુનિયાની સૌથી ગરમ જગ્યા છે. અહીં સામાન્ય તાપમાન પણ 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે છે. વર્ષ 1913માં અહીંનું તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે હમણાં સુધીનો સૌથી ઊંચો આંકડો હતો. અમેરિકન હવામાન નિષ્ણાત બ્રાયન થોમસનનું કહેવું છે કે ડેથ વેલીનું તાપમાન આટલું ઊંચુ હોવાના કારણ અનેક છે. અહીં વરસાદ ખૂબ ઓછો થાય છે અને શિયાળો હોતો નથી. પેસિફિક સમુદ્રમાંથી આવતી હવાઓ અહીં સુધી પહોંચે ત્યાં સુધી સૂકી થઈ ગઈ હોય છે. તેમાં ભેજ હોતો નથી, એટલે અહીં ફક્ત ગરમ પવન ફૂંકાય છે. વળી, આ ખીણની સપાટી એવી છે જે સૂરજના પ્રકાશમાં ઝળહળી ઊઠે છે.

આ સ્થળ સમુદ્ર સપાટીથી 190 ફૂટ નીચે છે, જેથી હવાના દબાણથી ગરમી વધે છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વનું કારણ કાર્બન ઉત્સર્જન છે. તેનાથી ગરમી વધવાની ગતિ 600 ગણી વધી ગઈ છે. અહીં રાતનું તાપમાન 28થી 37 ડિગ્રી વચ્ચે રહે છે. 

સાઈબેરિયામાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું, વાતાવરણ રાખથી ભરાયું 
વિજ્ઞાનીઓનું કહેવું છે કે સાઈબેરિયામાં જાન્યુઆરીથી જૂન 2020 સુધી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવા પાછળ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન છે. અહીં જંગલોમાં લાગેલી આગથી 11.5 લાખ હેક્ટરમાં પથરાયેલાં વૃક્ષો ખાક થઈ ગયાં છે, જેથી 5.6 કરોડ ટન કાર્બન ઉત્સર્જન થયું હતું. આગની લપેટોએ અહીંના વાયુમંડળને પણ રાખથી ભરી દીધું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post