• Home
  • News
  • વિશ્વએ ડિફેન્સ-હથિયારો પાછળ રેકોર્ડ 183 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા:યુક્રેન-રશિયા યુદ્ધને કારણે આ વધારો, ચીનનું બજેટ ભારત કરતા ચાર ગણું વધારે છે
post

બ્રિટને રેકોર્ડ ફુગાવા વચ્ચે યુક્રેનને મદદ કરવા માટે લશ્કરી ખર્ચમાં પણ વધારો કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:51:58

વિશ્વએ 2022માં ડિફેન્સ અને હથિયારો પર 2.24 ટ્રિલિયન ડોલર, એટલે કે 183 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ વિશ્વમાં અત્યાર સુધીનો સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના વાર્ષિક અહેવાલમાં વિશ્વભરના દેશોના સંરક્ષણ ખર્ચની આ માહિતી અપાઈ છે. રિપોર્ટ અનુસાર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ ખર્ચ વધ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર યુરોપ મહાદ્વીપમાં જ યુદ્ધના કારણે સંરક્ષણ ખર્ચમાં એક વર્ષમાં 13 ટકાનો વધારો થયો છે. જે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે.

ચીનનું બજેટ ભારતના બજેટ કરતાં 4 ગણું વધારે
SIPRI
ના વરિષ્ઠ સંશોધક નૈન તિયાને કહ્યું કે સૈન્ય પર આટલો ઝડપી ખર્ચ જણાવે છે કે આપણે વિશ્વમાં કેટલા અસુરક્ષિત છીએ. યુદ્ધના કારણે રશિયાની આસપાસના દેશોએ તેમની સુરક્ષા પર ઝડપથી ખર્ચ વધાર્યો છે. ફિનલેન્ડે લશ્કરી ખર્ચમાં 36% જ્યારે લિથુઆનિયાના ખર્ચમાં 27%નો વધારો થયો છે. યુક્રેનના ખર્ચમાં 6%નો વધારો થયો છે, જ્યારે યુદ્ધના મધ્યમાં અહીં 36 લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

તાઈવાન અને સાઉથ ચાઈના સીને લઈને અમેરિકા સાથેના વિવાદો વચ્ચે ચીને તેના સંરક્ષણ બજેટમાં 4.2%નો વધારો કર્યો છે. આ પછી ચીન સંરક્ષણ બજેટ પર ખર્ચ કરનાર દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ચીનનું બજેટ ભારત કરતાં લગભગ 4 ગણું વધારે થઈ ગયું છે. ભારતે 2022માં પોતાના સંરક્ષણ પાછળ 6 લાખ કરોડ ખર્ચ્યા હતા જ્યારે ચીને 23 લાખ કરોડ ખર્ચ્યા હતા.

રેકોર્ડ મોંઘવારી છતાં અમેરિકાએ સંરક્ષણ બજેટ વધાર્યું
અહેવાલમાં જણાવાયું છે કે મધ્ય અને પશ્ચિમ યુરોપે 1989માં શીત યુદ્ધના યુગની સરખામણીએ સૈન્ય પર વધુ ખર્ચ કર્યો છે. આ દેશોએ સંરક્ષણ પાછળ 28 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બીજી તરફ SIPRI અનુસાર, અમેરિકાએ રેકોર્ડ મોંઘવારી છતાં તેના સંરક્ષણ બજેટ પર ખર્ચ કર્યો છે. જે સમગ્ર વિશ્વના સંરક્ષણ બજેટના 39% છે. જ્યારે અમેરિકામાં મોંઘવારી દર 1989 પછીના સર્વોચ્ચ સ્તરે છે.

SIPRIના પ્રોફેસર નૈન તિયાને કહ્યું કે જો મોંઘવારી વધી ન હોત તો અમેરિકાએ તેના સંરક્ષણ પર વધુ ખર્ચ કર્યો હોત. તિયાને એમ પણ કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ પણ અમેરિકાના સંરક્ષણ બજેટમાં વધારાનું કારણ છે. 2022માં અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાય આપવા માટે એક લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

સાઉદી અરેબિયા પણ ઝડપથી ખર્ચ વધારી રહ્યું છે
સાઉદી અરેબિયાએ 2022માં લશ્કરી ખર્ચમાં 16%નો વધારો કર્યો છે. જે 2018 પછી સૌથી વધુ છે. ગત વર્ષે સાઉદીએ તેની સુરક્ષામાં 6 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તો નાટો દેશોના સંરક્ષણ ખર્ચમાં પણ 0.9% નો વધારો નોંધવામાં આવ્યો છે. 2022માં નાટો દેશોએ તેમની સુરક્ષા પર 1232 અબજનો ખર્ચ કર્યો છે. બ્રિટને રેકોર્ડ ફુગાવા વચ્ચે યુક્રેનને મદદ કરવા માટે લશ્કરી ખર્ચમાં પણ વધારો કર્યો છે. 2022માં ત્યાં 562 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post