• Home
  • News
  • વાહ ભાઈ વાહ...! ભંગાર વેચીને સરકારે કરી રૂ. 600 કરોડની કમાણી, ટાર્ગેટ 1000 કરોડનો
post

કેન્દ્ર સરકાર 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી તેનું વિશેષ અભિયાન 3.0 શરૂ કરવા જઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 15:10:04

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જૂની ફાઈલો, ઓફિસના જૂના સાધનો અને કબાડ થઇ ગયેલી જૂની ગાડીઓને વેચીને ચંદ્રયાન-3ના બજેટ જેટલી રકમ એકઠી કરી છે. મળતી માહિતી પ્રમાણે સરકારી તિજોરી ભરવા માટે કેન્દ્ર સરકારે એક અનોખી પહેલ કરીને કરોડો રૂપિયાની આવક એકઠી કરી. કેન્દ્ર સરકારે પોતાની આવક વધારવા માટે સરકારી ઓફિસોના જૂના વાહનો વેચીને તેમજ જુનો ભંગાર વેચીને સારી એવી રકમ એકઠી કરી હતી.

ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં માત્ર દોઢ મહિનામાં જ 600 કરોડની રકમ એકત્ર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકાર ઓક્ટોબરના અંત સુધીમાં સ્ક્રેપમાંથી રૂ. 1000 કરોડની કમાણી કરી શકે છે.આ આંકડો માત્ર ઓગસ્ટ સુધીનો છે, જે ઓક્ટોબર મહિનામાં 1000 કરોડ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. 

મહત્વનું છેકે, કેન્દ્ર સરકાર 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી તેનું વિશેષ અભિયાન 3.0 શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે.આ અભિયાન હેઠળ સ્વચ્છતા અને વહીવટમાં પેન્ડિંગ કેસ ઘટાડવા પર વધુ ધ્યાન આપવામાં આવશે.

ગયા વર્ષે 20 કરોડ રૂપિયાની કમાણી

જોકે, ગયા વર્ષે નવેમ્બરમાં આ અભિયાન હેઠળ સરકારને લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આટલું જ નહીં, તેના કારણે સરકારી કચેરીઓમાં જુનો કચરો વેચીને કચેરીઓ એકદમ સ્વચ્છ બની ગઈ, જૂની ફાઈલોથી ભરેલા સ્ટીલના છાજલીઓ પણ સાફ થઈ ગયા અને નકામા વાહનોની હરાજી થઈ ગઇ હતી. એક ટોચના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ઓક્ટોબરમાં ચલાવવામાં આવેલા સમાન અભિયાને રૂ. 371 કરોડની કમાણી કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post