• Home
  • News
  • રેસલર્સને સવારે પ્રિયંકા તો બપોરે કેજરીવાલ મળ્યા:દિલ્હીના CMએ કહ્યું- લોકો રજા લઈને જંતર-મંતર પહોંચ્યા, WFI અધ્યક્ષે કહ્યું- ગુનેગાર બનીને રાજીનામું આપીશ નહીં
post

યુપીમાં બ્રિજભૂષણે કહ્યું કે હું નિર્દોષ છું. હું ગુનેગાર તરીકે રાજીનામું આપીશ નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:25:54

WFI પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે મહિલા રેસલર્સ જંતર-મંતર પર ધરણા કરી રહી છે. શનિવારે આ પ્રદર્શનનો 7મો દિવસ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સવારે 7.45 વાગ્યે જંતર-મંતર પહોંચ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગ્યે જંતર-મંતર પહોંચ્યા.

કુસ્તીબાજોને મળવા પહોંચેલા કેજરીવાલે સમગ્ર દેશને અપીલ કરી કે લોકો રજા લઈને કુસ્તીબાજોને સમર્થન આપવા આવે. તેમણે કહ્યું કે દેશના કુસ્તીબાજો લગભગ એક અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા છે કારણ કે ભાજપના બાહુબલી નેતાએ દીકરીઓ સાથે ખરાબ વર્તન કર્યું. જે કોઈ પણ બહેન કે દીકરી સાથે અન્યાય કરે છે તેને તાત્કાલિક ફાંસી આપી દેવી જોઈએ. પરંતુ જે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે તેમને ન્યાય માટે લડવું પડે છે તે ખૂબ જ દુઃખદ છે.

કુસ્તીબાજોને પ્રોત્સાહિત કરતા કેજરીવાલે કહ્યું કે જે કોઈ દેશને પ્રેમ કરે છે તે તમારી સાથે ઉભા છે. જે કોઈ ઈચ્છે છે કે આપણો દેશ ઓલિમ્પિકમાં આગળ વધે, રમતગમતમાં આગળ વધે તે આ કુસ્તીબાજોની સાથે છે.

દરમિયાન યુપીમાં બ્રિજભૂષણે કહ્યું કે હું નિર્દોષ છું. હું ગુનેગાર તરીકે રાજીનામું આપીશ નહીં.

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે. પ્રથમ- દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન શોષણના સંબંધમાં બ્રિજભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બીજી FIR અન્ય 6 મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપમાં નોંધવામાં આવી છે.

પ્રિયંકાએ કહ્યું- બ્રિજભૂષણ પાસેથી સરકાર રાજીનામું લે

કુસ્તીબાજોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે 'કોઈને ખબર નથી કે જે FIR દાખલ કરવામાં આવી છે એમાં શું છે. શા માટે તેઓ એ બતાવતા નથી? જ્યારે આ કુસ્તીબાજો મેડલ જીતે છે ત્યારે આપણે બધા ટ્વીટ કરીએ છીએ, ગર્વ અનુભવીએ છીએ. આજે તેઓ રસ્તા પર બેઠાં છે. તેમને ન્યાય મળતો નથી. આ તમામ મહિલા કુસ્તીબાજો આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરે છે અને મને સમજાતું નથી કે સરકાર બ્રિજભૂષણનું રક્ષણ કેમ કરી રહી છે. બ્રિજભૂષણ પર આવા ગંભીર આરોપો છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. સરકારે તેમને પદ પરથી હટાવવા જોઈએ. તેમણે રાજીનામું આપવું જોઈએ.

પ્રિયંકાએ કહ્યું, 'મને PM પાસેથી કોઈ આશા નથી, કારણ કે જો તેમને કુસ્તીબાજોની ચિંતા છે તો તેમણે રેસલર સાથે હજુ સુધી વાત કેમ નથી કરી. જ્યારે તેઓ મેડલ જીતીને આવે છે, ત્યારે તેઓ તેમની સાથે તેમના ફોટોગ્રાફ્સ લે છે. પરંતુ હજુ સુધી તેમની સાથે વાત કરી નથી. દેશ ખેલાડીઓની સાથે ઊભો છે. મને ગર્વ છે કે કુસ્તીબાજો આ મુદ્દે એકસાથે ઊભા છે અને પોતાનો અવાજ ઉઠાવે છે.

બ્રિજભૂષણે કહ્યું- હું રાજીનામું આપીશ, પણ...
FIR
દાખલ થયા બાદ બ્રિજભૂષણ શરણે શુક્રવારે મોડી રાત્રે કહ્યું હતું કે ધરણાં પર બેઠેલાં રેસલર્સ મારા રાજીનામાથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ, પરંતુ એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post