• Home
  • News
  • એન્ડ્રોઈડ 11 અપડેટ:શાઓમીએ Mi 10 સ્માર્ટફોનમાં નવી OS રોલઆઉટ કરી, આ રીતે અપડેટ કરો
post

આ નવી અપડેટનું નામ V12.2.2.0.RJBINXM અને સાઈઝ 2.8GB છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-11 12:09:19

શાઓમીએ Mi 10 સિરીઝ સ્માર્ટફોન માટે એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ રોલઆઉટ કરવાની શરૂઆત કરી છે. કંપનીએ આ OS અપડેટ પોતાના બીટા પ્રોગ્રામના 6 મહિના પછી Mi 10માં આપી. હવે યુઝર ફોનમાં MIUI 12 અપડેટ સાથે લેટેસ્ટ એન્ડ્રોઈડ OS પણ અપડેટ કરી શકશે. કંપનીએ Mi 10ને એન્ડ્રોઈડ 10 સાથે મે મહિનામાં લોન્ચ કર્યો હતો.

Mi ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે Mi 10 માટે એન્ડ્રોઈડ 11 રોલઆઉટ કર્યું છે. આ નવી અપડેટનું નામ V12.2.2.0.RJBINXM છે. તેની સાઈઝ 2.8GB છે. યુઝર્સ નવી અપડેટ Settings > About phone થી ચેક કરી શકે છે.

રેડમી અને પોકોમાં પહેલાં જ અપડેટ મળી ચૂકી છે
શાઓમીએ જૂનમાં Mi 10 માટે બીટા રિલીઝ કર્યા બાદ એન્ડ્રોઈડ 11નું ટેસ્ટિંગ કર્યું હતું. જોકે Mi 10 કંપનીનો પ્રથમ સ્માર્ટફોન નથી જેમાં એન્ડ્રોઈડ 11 અપડેટ આવી હોય. કંપનીએ ગત મહિને રેડમી નોટ 9 પ્રો માટે એન્ડ્રોઈડ 11 અપડેટ રિલીઝ કરી હતી. સાથે પોકો F2 પ્રોમાં પણ નવી OS અપડેટ શરૂ કર્યું છે.

શાઓમીથી વિપરિત વનપ્લસ અને સેમસંગ સહિતની કંપનીઓએ આ વર્ષની શરૂઆતમાં એન્ડ્રોઈડ 11 અપડેટના કેટલાક સમય બાદ ફ્લેગશિપ ફોનમાં OS અપડેટ રિલીઝ કરી હતી. ગૂગલે સપ્ટેમ્બરમાં તેના પિક્સલ ફોન માટે નવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post