• Home
  • News
  • વાય ક્રોમોસોમ પુરુષોમાં ઉંમરની સાથે-સાથે ટોક્સિટી પેદા કરતા હોવાથી પુરુષો સ્ત્રીઓથી ઓછું જીવે છે
post

કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું આયુષ્યમાં તફાવત અંગે સંશોધન

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-24 16:59:06

સ્ત્રીઓ કરતાં પુરુષોનું આયુષ્ય ઓછું કેમ હોય છે તે કેલિફોર્નિયા યુનિવર્સિટીના જીવવિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. તેમનો દાવો છે કે પુરુષોમાં જોવા મળતા વાય ક્રોમોસોમ ઉંમર વધે તેમ શરીરમાં ટોક્સિટી પેદા કરે છે, જેના કારણે પુરુષોનું સરેરાશ આયુષ્ય સ્ત્રીઓથી ઓછું હોય છે. સ્ત્રીઓમાં માત્ર એક્સ ક્રોમોસોમ હોય છે જ્યારે પુરુષોમાં એક્સ અને વાય બંને ક્રોમોસોમ જોવા મળે છે.

સ્ત્રીઓ અને પુરુષોના આયુષ્યમાં તફાવતનું કારણ જાણવા જીવવિજ્ઞાની એલિસન ન્ગ્યૂયેન તથા ડોરિસ બચ્ચટોગે ડ્રોસોફિલા મિરાન્ડા નામની માખીનો સ્ટડી કર્યો, જેમાં સામે આવ્યું કે યુવા નર માખીમાં વાય ક્રોમોસોમના કોષો કસાયેલા રહે છે અને તેમની ઉંમર વધે તેમ તે ઢીલા પડતા જાય છે. તેથી માખીના શરીર ઉપરાંત ડીએનએને પણ નુકસાન થાય છે. સંશોધકોના કહેવા મુજબ મનુષ્યોમાં પણ આ રીતે જ એક્સ અને વાય ક્રોમોસોમ જોવા મળે છે. મહિલાઓ વાય ક્રોમોસોમ વિના જીવતી રહે છે તેનાથી સાબિત થાય છે કે જીવતા રહેવા માટે બંને ક્રોમોસોમ હોવા જરૂરી નથી. એક સમસ્યા એ પણ છે કે વાય ક્રોમોસોમ માત્ર એક જ સ્વરૂપમાં જોવા મળે છે, કેમ કે પુત્રને તે પિતા પાસેથી મળે છે. એક સમયે શરીરમાં બંને ક્રોમોસોમ સરખા પ્રમાણમાં હતા પણ હવે વાય ક્રોમોસોમ ઝડપથી ઘટી રહ્યા છે. હાલની ઝડપે તેને સંપૂર્ણપણે ગાયબ થવામાં 46 લાખ વર્ષ લાગશે.

વાય ક્રોમોસોમ 95 ટકા સુધી ઘટી ગયા છે
સંશોધકોના જણાવ્યાનુસાર વાય ક્રોમોસોમ ડીએનએના 5.9 કરોડથી વધુ નિર્માણ કોષોમાં ફેલાયેલા છે. તે કોશિકાઓમાં કુલ ડીએનએના લગભગ 2%નું પ્રતિનિધિત્વ કરે છે. મનુષ્યોમાં તે ઝડપથી ગાયબ થઇ રહ્યા છે. વાય ક્રોમોસોમ જીનની સંખ્યા 1 હજારથી ઘટીને લગભગ 50 થઇ ગઇ, જે 95%થી વધુ ઘટાડો દર્શાવે છે. આવનારું સંતાન છોકરો હશે કે છોકરી તે ક્રોમોસોમ જ નક્કી કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post