• Home
  • News
  • તમારા પર્સનલ ડેટાની કિંમત સોનાથી પણ મોંઘી! દર 5માંથી 1 ભારતીયનો ડેટા થાય છે લીક, આવી રીતે કરો સિક્યોર
post

ડેટાને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તેના માટે એક મજબુત પાસવર્ડ બનાવો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 17:22:25

સિક્યુરિટી એક્સપર્ટ (Security Expert)ના જણાવ્યા પ્રમાણે મોટાભાગના લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social media account)અથવા બેંકિંગ એકાઉન્ટમાં નબળા પાસવર્ડ (Weak password)નો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેમના પ્રસનલ ડેટા ચોરી થવાનો ભય રહે છે. 

આવનારા સમયમાં તમારી પ્રસનલ માહિતી સોનુ અને ઓઈલ કરતાં પણ વધારે ભાવમાં વહેચાશે. કારણ કે, તમારી આ માહિતીમાં બેંકિંગ, મેડિકલ અને સોશિયલ જાણકારી હોય છે. આ માહિતી દ્વારા ઠગો  તમારી સાથે છેતરપીંડી કરી શકે છે. આ માહિતી દ્વારા મોટી મોટી કંપની જાણી લે છે ક્યા સમયે તમારે કઈ પ્રોડેક્ટની જરુર હોય છે, જે પછી તે કંપની ટારગેટ માર્કેટિંગ દ્વારા તેની પ્રોડેક્ટનું વેચાણ કરતી હોય છે. 

ક્યારેય તમારી અંગત માહિતી કોઈની સાથે શેર ના કરશો

તમે ઘણીવાર ડેટા ચોરી થવા વિશે સાંભળ્યુ હશે. તમને જણાવી દઈએ કે સાયબર ક્રિમિનલ આ ડેટા દ્વારા તમને ઠગી શકે છે. આવામાં તમારે પોતાની અંગત માહિતી કોઈને શેર ના કરવી જોઈએ, અને એટલા માટે પ્રસનલ માહિતીને સુરક્ષિત રાખવા માટે અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ. 

ડેટા લીક થવા પાછળ સૌથી મહત્વનું કારણ છે પાસવર્ડ સ્ટ્રોંગ ન હોવો

સિક્યુરિટી એક્સપર્ટ (Security Expert)ના જણાવ્યા પ્રમાણે મોટાભાગના લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social media account) અથવા બેંકિંગ એકાઉન્ટમાં નબળા પાસવર્ડ (Weak password)નો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેમના પ્રસનલ ડેટા ચોરી થવાનો ભય રહે છે. ડેટાની ચોરી સૌથી વધારે કમજોર પાસવર્ડના કારણે જ થતી હોય છે. જો તમારા ડેટાને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તેના માટે એક મજબુત પાસવર્ડ બનાવો. આ ઉપરાંત તમારો પાસવર્ડ કોઈની સાથે શેર ન કરશો. તેમજ ક્યારેય તમારા પાસવર્ડને તમારા ડિવાઈસ, ગુગલ શીટ અને એક્સેલ પર સેવ કરીને ન રાખશો. 

જુના સોફ્ટવેરનો ઉપયોગ ન કરો

જુના સોફ્ટવેરમાં મોટાભાગે લેટેસ્ટ સિક્યુરિટી ફિચર્સ નથી મળતા. જેના કારણે ઠગો ખૂબ સરળતા તેને ક્રેક કરી શકે છે, એટલે કે તમારો પાસવર્ડ તોડી શકે છે. ઘણીવાર લેટેસ્ટ સોફ્ટવેરનો ઉપયોગ ન કરવાથી લોકો સ્કેમર્સનો ભોગ બનતા હોય છે. એટલે તમારા ડિવાઈસમાં લેટેસ્ટ અપડેટ કરતા રહેવુ જોઈએ. દરેક અપડેટ સાથે તમને લેટેસ્ટ સિક્યુરિટી ફિચર્સ મળતા હોય છે. 

ફિશિંગ ઈમેઈલ ક્યારેય ઓપન ન કરવો

આજકાલ સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા -નવા પ્રયોગો કરતા હોય છે. એવામાં તે કેટલીકવાર ફિશિંગ ઈમેલનો પણ સહારો લેતા હોય છે. ઈમેલ મળતાની સાથે ઘણીવાર લોકો કાંઈ પણ વિચાર કર્યા વગર ફિશિંગ મેઈલ ઓપન કરી દેતા હોય છે અને તેના કારણે મેઈલમાં આવેલા રેન્સમવેર એટેચમેન્ટને ડાઉનલોડ કરી દેતા હોય છે. ફિશિંગ મેઈલ ઓપન કરવો સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે, આ સ્કેમર્સને તમારો ડેટા એક્સેસ કરવા દે છે. એટલે તેનાથી બચવુ જરુરી છે. તમે કોઈપણ શંકાસ્પદ કે અજાન્યા ઈમેલને ઓપન ન કરશો અને મેઈલની સાથે અટેચમેન્ટને પણ ડાઉનલોડ ન કરશો.  

adv

Related News

post
post
post
post
post
post
post