• Home
  • News
  • રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવોઃ પુતિનના નજીકના લોકો જ તેની હત્યા કરશે
post

રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના લોકો હવે તેમનાથી નારાજ થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 19:33:22

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ થઈ ગયું છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ  વ્લાદિમીર પુતિનની હત્યાની વાત કરી છે. ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે પુતિનની હત્યા તેમના જ આંતરિક વર્તુળના લોકો દ્વારા કરવામાં આવશે. ઝેલેન્સ્કીનું આ નિવેદન યુક્રેનિયન ડોક્યુમેન્ટ્રી 'ઈયર'નો એક ભાગ છે. યુક્રેન પર રશિયન આક્રમણના એક વર્ષ બાદ શુક્રવારના રોજ આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી હતી. જોકે ઝેલેન્સ્કીના આ દાવા પર રશિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની યુક્રેન મુલાકાતે રશિયન રાષ્ટ્રપતિના ગુસ્સાને વેગ આપ્યો છે.

શિકારી જ શિકારને ખાઈ જશે 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે પુતિનના કાર્યકાળમાં ભંગાણનો સમય આવશે, જ્યારે નજીકના લોકો તેમની વિરૂદ્ધ થઈ જશે. મળતી માહિતી મુજબ તેમણે કહ્યું હતું કે આ વાતને આખું રશિયા અનુભવશે. પછી શિકારી જ શિકારને ખાઈ જશે. તેમને હત્યારાને ખતમ કરવાનું એક કારણ મળી જશે. ત્યારે તે ઝેલેન્સ્કીના શબ્દોને યાદ કરશે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આવું જરૂર થશે પરંતુ ક્યારે થશે તેના વિશે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી. આ દરમિયાન, ઝેલેન્સ્કીએ રવિવારના રોજ એ પણ કહ્યું હતું કે ક્રિમિયન દ્વીપકલ્પ પર ફરીથી યુક્રેનનું નિયંત્રણ થયા બાદ યુદ્ધ સમાપ્ત થશે. તેમણે કહ્યું હતું કે આ અમારી ધરતી છે, અમારા લોકો છે, અમારો ઈતિહાસ છે. ઝેલેન્સ્કીએ ટ્વિટર પર લખ્યું છે કે અમે ક્રેનિયન ધ્વજને યુક્રેનના દરેક ખૂણામાં પરત લઈને આવીશું. 

નજીકના લોકોમાં ગુસ્સાના અહેવાલ

ઝેલેન્સ્કીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયામાંથી એવા અહેવાલો છે કે પુતિનના નજીકના લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિના નજીકના લોકો હવે તેમનાથી નારાજ થઈ રહ્યા છે. આ નારાજગી એવા વીડિયો જોયા બાદ વધી ગયો છે જેમાં રશિયન સૈનિકો યુદ્ધના મેદાનમાં ફરિયાદ કરતા અને રડતા જોવા મળે છે. જો કે અન્ય એક અહેવાલમાં આવું કંઈક બનવાની શક્યતાને નકારી કાઢવામાં આવી હતી. તેના અનુસાર  તમામ ઉચ્ચ અધિકારીઓ પુતિનને સંપૂર્ણ રીતે જવાબદાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post