• Home
  • News
  • અત્યાર સુધીમાં એક લાખ 14 હજારથી વધુ મોત: અમેરિકામાં 24 કલાકમાં 1528 લોકોએ જીવ ગુમાવ્યો, માત્ર ન્યુયોર્કમાં જ 758 મોત
post

બ્રિટનમાં મોતનો આંકડો 10 હજારને પાર, ચીનમાં કોરોના રિસર્ચ પર સખત રોક લગાવવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 11:49:21

વોશિંગ્ટન: વિશ્વમાં કોરોનાવાઈરસથી 18 લાખ 52 હજાર 652 લોકો સંક્રમિત છે. એક લાખ 14  હજાર 208 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમાંથી ચાર લાખ 23 હજાર 400 લોકો સાજા થઈ ચૂક્યા છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. જોકે અહીંના ન્યુયોર્ક સ્ટેટમાં એક દિવસમાં થનાર મોતમાં ઘટાડો આવ્યો છે. અહીં 24 કલાકમાં 1,528 લોકોના મોત થયા છે. તેમાં ન્યુયોર્કમાં માત્ર 758ના મોત થયા છે. એક દિવસ પહેલ દેશમાં 1920 અને રાજ્યમાં 783 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઈટલીઃ 19 માર્ચ બાદ સૌથી ઓછા મોત

ઈટલીમાં રવિવારે 431 લોકોના મોત થયા છે. 19 માર્ચ બાદ મોતોનો આ સૌથી ઓછો આંકડો છે. શનિવારે અહીં 619 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અહીં અમેરિકા બાદ સૌથી વધુ 19 હજાર 899 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક લાખ 56 હજાર 363 લોકો સંક્રમિત છે.

ફ્રાન્સઃ એરક્રાફટ કેરિયર તૈનાત 1900 સૈનિક આઈસોલેટ

ફ્રાન્સના પરમાણુ શક્તિ સંપન્ન એરક્રાફટ કેરિયર ચાર્લ્સ-ડે-ગુલ્લેના 50 સૈનિકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વિમાનમાંના 1900 સૈનિકોને આઈસોલેટ કરવામાં આવશે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તેમને વિમાનમાંથી કાઢવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે આગળ સંક્રમણનો ખતરો ન સર્જાય. ફ્રાન્સમાં પણ મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. એક દિવસમાં અહીં 315 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા જ અહીં 345 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં 14 હજાર 393 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક લાખ 32 હજાર 591 સંક્રમિત છે.

ચીનઃ 108 નવા મામલા

ચીનના સ્વસ્થ્ય વિભાગે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. તેમાં 98 કેસ વિદેશમાંથી આવેલા લોકોના છે. જ્યારે 10 સ્થાનિક લોકો પણ સંક્રમિત છે. તેમાં હેડલોંગજિયાં પ્રાંતના સાત અને ગુઆંડોંગ પ્રાંતના ત્રણ કેસ સામેલ છે, જ્યારે 3,341 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ઈઝરાયલઃ દેશના પૂર્વ પ્રમુખ રબ્બી ડોરનનું મોત

ઈઝરાયલના પૂર્વ પ્રમુખ રબ્બી અલિયાહૂ બક્શી ડોરનનું કોરોનાવાઈરસના કારણે મોત થયું છે. તેઓ 79 વર્ષના હતા. જેરુશેલમના શેર જેડેક મેડિકલ સેન્ટરે રવિવારે આ માહિતી આપી હતી. હોસ્પિયલ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, તેઓ થોડા દિવસો પહેલા જ દાખલ થયા હતા. તેમની સ્થિતિ રવિવારે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કોરોના સિવાય તેમને ઘણી બીમારીઓ હતી. તેમણે 1993થી 2003ની વચ્ચે ઈઝરાયલના પ્રમુખ રબ્બીના રૂપમાં કાર્ય કર્યું હતું.

તુર્કીઃ રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રીનું રાજીનામુ લેવાથી ઈન્કાર કર્યો

તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ અર્દોઆને ગૃહ મંત્રી સુલેમાન સોયલૂનું રાજીનામુ લેવાથી ઈન્કાર કર્યો છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે શોર્ટ નોટિસ પર તેમણે દેશના 31 પ્રાંતોમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવ્યો હતો. બાદમાં હજારોની સંખ્યામાં લોકો દુકાનોમાં પહોંચવા લાગ્યા હતા. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ન કર્યું હતું. આ સિવાય લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. તેના પગલે ગૃહ મંત્રીની ટીકા થઈ હતી. તેના કારણે રવિવારે રાતે તેમમે રાષ્ટ્રપતિને રાજીનામુ સોપ્યું હતું. જોકે રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર ન કર્યો. તેઓ આગળ પણ સરકાર માટે કાર્ય કરતા રહેશે. 10 એપ્રિલે મંત્રીએ 48 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી હતી. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં લગભગ 1200 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 56 હજાર 956 લોકો સંક્રમિત છે.

ચિલીઃ 7,213 સંક્રમિત

કોરોનાના કારણે ચિલીમાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાત હજાર 213 લોકો તેનાથી સંક્રમિત છે. સરકાર તરફથી રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, 24 કલાક દરમિયાન ચિલીમાં કોરોનાના 286 નવા કેસ નોંધાયા છે અને સાત લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 2,059 લોકો સાજા થઈ ચૂક્યા છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે તેમને સાવચેતીના પગલરૂપે લોકડાઉનમાં રહેવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post