• Home
  • News
  • કોરોનાથી બદતર હાલત:અમેરિકામાં 24 કલાકમાં 1.16 લાખ કેસ, WHOએ કહ્યું- યુરોપમાં સ્થિતિ વધુ ખરાબ
post

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 4.90 કરોડને વટાવી ગયો, સાજા થનારા દર્દીઓની સંખ્યા 3.49 કરોડથી વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 12:08:23

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.90 કરોડથી વધુ થઈ ગયો છે. 3 કરોડ 49 લાખ 7 હજાર 120 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 12.38 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. અમેરિકામાં કોરોના વાઈરસનો કહેર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અહીં 24 કલાકમાં એક લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. યુરોપમાં તો સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એને લઈને WHOએ વોર્નિંગ પણ આપી છે.

અમેરિકામાં સંક્રમણ વધ્યું
અમેરિકામાં સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ચૂંટણીની અનિશ્ચિતતાને કારણે સંક્રમણના વધી રહેલા કેસ બાબતે વધુ ધ્યાન અપાઈ રહ્યું નથી. ધ ગાર્જિયનના જણાવ્યા મુજબ, 8 દિવસમાં ત્રીજી વખત આંકડો એક લાખથી વધુ થયો છે. બુધવારે અહીં 1 લાખ 16 કેસ પ્રકાશમાં આવ્યા છે. એના એક દિવસ પહેલાં જ મંગળવારે એક લાખ 14 હજાર કેસ પ્રકાશમાં આવ્યા હતા.

WHOની ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, એટલે કે WHOના જણાવ્યા મુજબ, યુરોપમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે અને એ ખતરનાક સ્તરે પહોંચવા લાગી છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ અને ઈટાલીમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ફ્રાન્સમાં દરેક દિવસે 50 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. આ સિવાય જર્મની અને બેલ્જિયમમાં 30 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. સરકારની સમસ્યા એ છે કે તે જ્યારે સખ્તાઈ કરે છે ત્યારે વિરોધ શરૂ થઈ જાય છે. સંગઠને યુરોપ પ્રભારી હેન્સ ક્લૂઝે કહ્યું- અમે અહીં કોરોના વિસ્ફોટ જોઈ રહ્યા છે. 10 લાખથી વધુ કેસ 2 દિવસમાં પ્રકાશમાં આવ્યા છે. આપણે ખૂબ જ ઈમાનદારીથી આ સ્થિતિનો સામનો કરવો પડશે.

ફ્રાન્સમાં પ્રતિબંધથી કોઈ ફાયદો નહિ
ફ્રાન્સમાં લોકડાઉનની અસર થઈ નથી. બીજું લોકડાઉન લાગ્યું ને લગભગ એક સપ્તાહ વીતી ગયું છે, જોકે અત્યારસુધીમાં સંક્રમણના દરમાં કોઈ ઘટાડો આવ્યો નથી. બુધવારે પણ અહીં 50 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન એક હજાર લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બીજી તરફ લોકડાઉન છતાં કેસ વધ્યા બાદ અમેન્યુઅલ મેક્રોન સરકાર દબાણમાં છે. લોકોનું કહેવું છે કે લોકાડાઉન હટાવી લેવું જોઈએ, કારણ કે એની કોઈ અસર દેખાઈ રહી નથી. પ્રત્યેક દિવસે કેસો વધી રહ્યા છે. દેશમાં અત્યારસુધીમાં કુલ કેસ લગભગ 15 લાખ થઈ ચૂક્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post