• Home
  • News
  • 1.46 લાખના મોત: ટ્રમ્પે અમુક રાજ્યોમાંથી પ્રતિબંધ હટાવ્યા, સંક્રમણ રોકવા માટે અભિયાન ચલાવતા બ્રાઝીલના મંત્રીને હટાવાયા
post

552,822 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:55:13

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોનાના 21.83 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.46 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 5.48 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ગુરુવારે અમુક રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોના ગવર્નર સાથે વાત કરીને આ જાહેરાત કરી છે. તે માટે નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે. તેમના મતે ઓછા સંક્રમણવાળા વિસ્તારમાં શનિવારે ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટછાટ અપાશે. જ્યા વધારે કેસ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ અંગે નિર્ણય રાજ્યોના ગવર્નર લેશે. 


બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ સંક્રમણને રોકવા માટે અભિયાન ચલાવનાર સ્વાસ્થ્ય મંત્રી લુઈઝ હેનરિક મેન્ડેટાને હટાવી દીધા છે. બોલ્સોનારો પ્રતિબંધો લગાવવાના પક્ષમાં નથી. 


અમેરિકાએ ભારતને 45 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સહાયતા આપી
અમેરિકાએ ભારતને સ્વાસ્થ્ય સહાયતા માટે 5.9 મિલિયન ડોલર (45 કરોડ રૂપિયા) આપ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે આની માહિતા આપી હતી. આ રકમનો ઉપયોગ લોકોની મદદ કરવામાં, જરૂરી સ્વાસ્થ્ય સેવા સહિતના કામમાં વપરાશે. અત્યાર સુધીમાં અમેરિકાએ ભારતને રૂ.  19 હજાર 170 કરોડ (2.8 બિલિયન ડોલર)ની મદદ કરી છે. 


અમેરિકામાં મૃત્યુઆંક 35 હજાર નજીક
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર નવા કેસ નોંધાયા છે અને 2174 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 6.78 લાખ નોંધાયા છે અને મૃત્યુઆંક 34 હજાર 617 નોંધાયો છે.


સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં કુલ કેસ 1.85 લાખ અને મૃત્યઆંક 19 હજાર 315 નોંધાયો છે.

યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં
ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ 1.69 લાખ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 22 હજાર 170 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 525 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપમાં 10.15 લાખ કેસ નોંધાયા છે અને 92 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે.


કયા દેશમાં આજે શું સ્થિતિ છે જે જોઈએ

દેશ

કેસ 

મોત

અમેરિકા

678,144

34,641

સ્પેન

184,948

19,315

ઈટાલી

168,941

22,170

ફ્રાન્સ

165,027

17,920

જર્મની

137,698

4,052

બ્રિટન

103,093

13,729

ચીન

82,367

3,342

ઈરાન

77,995

4,869

તુર્કી

74,193

1,643

બેલ્જિયમ

34,809

4,857

બ્રાઝીલ

30,683

1,947

કેનેડા

30,106

1,195

નેધરલેન્ડ

29,214

3,315

રશિયા

27,938

232

સ્વિત્ઝરલેન્ડ

26,732

1,281

પોર્ટુગલ

18,841

629

ઓસ્ટ્રિયા

14,476

410

ભારત

13,430

448

આયરલેન્ડ

13,271

486

ઈઝરાયલ

12,758

142

સ્વીડન

12,540

1,333

પેરુ

12,491

274

દ. કોરિયા

10,635

230

જાપાન

9,231

190

 

adv

Related News

post
post
post
post
post
post
post