• Home
  • News
  • અત્યાર સુધી 1.77 લાખના મોતઃ WHOએ ફરીથી કહ્યું - ચીનમાં ચામાચીડિયાથી કોરોના વાઇરસ ફેલાયો, તેનો લેબમાં વિકાસ કરવાના પુરાવા નથી
post

રશિયાએ મોસ્કોમાં એક મહિનાના ટૂંકા ગાળામાં 900 બેડવાળી હાઇટેક હોસ્પિટલ તૈયાર કરી, અહીં દિવસના 10 હજાર જેટલા ટેસ્ટ પણ થઈ શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 11:02:45

ન્યૂયોર્ક: કોરોના વાઈરસે અત્યાર સુધી દુનિયામાં 1.77 લાખ લોકોનો ભોગ લીધો છે. જ્યારે વિશ્વમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 25,50,006ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 6.87.645 લાખ લોકો સજા થઈ ચૂક્યા છે. WHOએ મંગળવારે જણાવ્યું કે, ચીનમાં ગયા વર્ષે કોરોના વાઇરસ ચામાચીડિયાથી ફેલાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે એવો આદેશ આપ્યો છે કે, જેમાં અમેરિકામાં ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સિવાય પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ઇમરાન ખાન 15 એપ્રિલે તેઓ ઈધી ફાઉન્ડેશનના અધિકારીને મળ્યા હતા, જે અધિકારી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.


અમેરિકામાં અત્યાર સુધીમાં 8.03  લાખ કેસ નોંધાય ચૂક્યા છે. 43 હજાર 635 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં અહીં 75 હજાર 317 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1121 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 10 હજાર નવા કેસ નોંધાયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાનનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ખાન 15 એપ્રિલના રોજ ઈદી ફાઉન્ડેશનના અધિકારીને મળ્યા હતા. બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્પેનની ઐતિહાસિક અને વિવાદાસ્પદ બુલ ફાઈટ આ વર્ષ રદ્દ કરવામાં આવી છે. સીએનએનના મતે બ્રિટન અને વેલ્સમાં 10 એપ્રિલ સુધીમાં સરકારી આંકડાની તુલનામાં વધારે લોકોના મોત થયા છે. બીજીબાજુ સત્તાવાર આંકડામાં મોતનો આંકડો 9,288 લોક કહેવામાં આવ્યો હતો. પણ વાસ્તવિક આંક 13,121 હોવાનું કહેવામાં આવ્યુ છે.


ઈટાલીમાં અર્થવ્યવસ્થાને 4 મેના રોજ ખોલવાની યોજના
ઈટાલીના પ્રધાનમંત્રી ગિઉસેપ કોંટે સોમવાર રાત્રે ફેસબુક ઉપર અર્થવ્યવસ્થાને ખોલવા અંગે નાગરિકોને જણાવ્યું હતું. સાથે તેમણે સતર્ક રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે 4 મેના રોજ અર્થવ્યવસ્થાને ખોલવાની યોજનાને અંતિમ રૂપ આપવામાં આવે છે. આ એક ધીમ પ્રક્રિયા છે. અચાનક બધુ ખોલવું તે બેજવાબદારીભર્યું ગણાશે.  બીજી તરફ રશિયામાં સંક્રમણનો આંકડો 50 હજાર પાર પહોંચી ગયો છે. રશિયામાં 52,763 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 456 છે. 

પાકિસ્તાનના PM ઈમરાન ખાનને મળનાર ફૈસલ ઈદ્દીનો રિપોર્ટ પોઝિટિવ, સેલ્ફ ક્વોરન્ટિન થવાની શક્યતા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઉપર કોરોના વાઈરસના સંક્રમણનો ખરતો ઊભો થયો છે. 15 એપ્રિલના રોજ ઈમરાન ખાનને મળનાર ફૈસલ ઈદ્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  ફૈસલ ઈદ્દી વિશ્વભરમાં જાણીતી ઈદ્દી ફાઉન્ડેશનના પ્રમુખ અબ્દુલ સત્તાર ઈદ્દીનો પુત્ર છે. ઈમરાન ખાનને મળીને કોરોના સામેની લડાઈ માટે ફૈસલ ઈદ્દીએ 10 મિલિયનનો ચેક આપ્યો હતો. પીએમ ઈમરાન ખાન સાથેની મુલાકાત પછી ઘરે પરત ફર્યા બાદ ફૈસલમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચ્યો છે.  ઈમરાન ખાન પણ સેલ્ફ ક્લોરન્ટિન થઈ શકે છે. ઈમરાન ખાન ઉપરાંત પીએમ હાઉસ સ્ટાફ, સિંધ સીએમ, સીએમ હાઉસ સ્ટાફ અને તેના સંપર્કમાં આવેલા બિઝનેસમેનને પણ કોરોનાનો  ખતરો ઊભો થયો છે, તમામ સેલ્ફ ક્વોરન્ટિન થવા ઉપરાંત ટેસ્ટ પણ કરાવી શકે છે.પાકિસ્તાનમાં 796 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ 9216 થયા છે અને મૃત્યુઆંક 192 થયો છે.

ઓસ્ટ્રેલિયામાં શટડાઉન થવાથી અને બિઝનેસ બંધ કરવાથી 7.80 લાખ નોકરીઓ ગઈ
ઓસ્ટ્રેલિયામાં શટડાઉન થવાથી અને બિઝનેસ બંધ કરવાથી 7.80 લાખ લોકોની નોકરીઓ ગઈ છે.સરકારી આંકડા મુજબ 14 માર્ચ અને ચાર એપ્રિલ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં નોકરીઓમાં છ ટકાનો ઘટાડો થયો છે. વિક્ટોરિયા અને તસ્માનિયા રાજ્યમાં સૌથી વધારે નોકરીઓ ગઈ છે.


જેક મા ડબલ્યુએચઓને લાખો માસ્ક અને ટેસ્ટ કીટ આપશે
અલીબાબાના ફાઉન્ડર જેક મા જાહેરાત કરી છે કે તે વિશ્વ આરોગ્ય સંસ્થાને લાખો માસ્ક અને ટેસ્ટ કીટ ડોનેટ કરશે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાઈબોના માધ્યમથી તેમણે કહ્યું કે તે 10 કરોડ ક્લિનિકલ માસ્ક, 10 લાખ એન-95 માસ્ક અને 10 લાખ ટેસ્ટ કીટ ડોનેટ કરશે. પોસ્ટ સાથે તેણે વન વર્લ્ડ, વન ફાઈટ પણ લખ્યું.


અમેરિકાના ન્યૂયોર્કમાં મૃત્યુઆંક 19 હજારની નજીક
અમેરિકાનો સૌથી પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્ક છે. અત્યાર સુધીમાં અહીં 18 હજાર 929 લોકોએ જીવ ગુમાવ્યો છે.  આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ન્યૂયોર્ક રાજ્યમાં બે લાખ 47 હજાર 512 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે અહીં 478 લોકોના અને શનિવારે 507 લોકોના મોત થયા છે. 


અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમા ઐતિહાસિક કડાકો
અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં સોમવારે ઐતિહાસિક 105 ટકાનો ઘટાડો થયો હતો.  પ્રથમવાર ક્રૂડ ઓઈલની કિંમત માઈનસ બે ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI)ના મે મહિનાના વિતરણમાં 300 ટકાથી મોટો ઘટાડો નોંધાયો છે. કોરોના સંકટના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયો છે. કોરોનાના કારણે મોટાભાગના  દેશોમાં લોકડાઉન હોવાના કારણે ક્રૂડ ઓઈલની માંગ ભારે ઘટાડો નોંધાયો છે.  આના કારણ કંપનીઓના ભંડાર સપૂર્ણ ભરાઈ ગયા છે.

તેલની કિંમત નેગેટિવ થવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એક તબક્કે ઘણા લોકો માટે આ રસપ્રદ વાત છે.અમેરિકા તેના પેટ્રોલિયમ ભંડારને ભરવા ભરમા માગશે. અમે લગભગ 7.5 કરોડ બેરલ રિઝર્વ રાખવા ઈચ્છીએ છીએ. અમારી સરકાર ક્રૂડ ઓઈલની કિંમત બરાબર કરી લેશે.


ટેસ્ટિંગ કીટને લઈને ટ્રમ્પે રાજ્યોના ગવર્નરોની ટિક્કા કરી.તેમણે કહ્યું કે આ લોકોને ખ્યાલ નથી કે ટેસ્ટ કરવાની સાચી પ્રક્રિયા શું છે. રાજ્યો પાસે જરૂરી ટેસ્ટિંગ ક્ષમતા છે.

ટ્રમ્પે કહ્યું કે કોરોનાના આ સંકટમાં વાઈરસના જોખમથી બચવા અને અમેરિકાના લોકોની નોકરીઓ બચાવવા માટે દેશમાં વિદેશી નાગરિકોના પ્રવાસનને અસ્થાયી રીતે બંધ કરીશું. અમેરિકામાં કોરોનાના કારણે બેરોજગારીના દરમાં વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post