• Home
  • News
  • 'તેલંગાણાના કાલેશ્વરમ પ્રોજેક્ટમાં 1 લાખ કરોડનું કૌભાંડ થયું..' KCR પર રાહુલ ગાંધીનો મોટો આરોપ
post

કેસીઆરના જમીન, રેતી અને દારૂ માફિયા સાથે સંબંધોનો કર્યો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-25 19:57:05

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પર આરોપ મૂક્યો હતો કે તેમના શાસન અને પ્રશાસનથી રાજ્યની પ્રજા પીડિત છે. આ સાથે જ રાહુલ ગાંધીએ કેસીઆર પર કાલેશ્વરમ પ્રોજેક્ટમાં 1 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ પણ મૂક્યો હતો. 

કેસીઆર સામે તાક્યું નિશાન 

નિજામાબાદ જિલ્લાના બોધનમાં ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ રાજ્યના કાલેશ્વરમ પ્રોજેક્ટમાં એક લાખ કરોડ રૂપિયાના કૌભાંડ આચાર્યાનો સીએમ કેસીઆર પર આરોપ મૂક્યો હતો. તેની સાથે જ તેમણે કેસીઆર પર નિશાન તાકતાં જમીન, રેતી અને દારૂ માફિયા સાથે સંબંધ રાખવા અને આવી પ્રવૃત્તિઓમાં વધારો થયાનો ઉલ્લેખ કર્યો હતો. 

રાહુલે PM મોદી-કેસીઆર વચ્ચે સારા સંબંધો હોવાની વાત કહી 

આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર અને મુખ્યમંત્રી કેસીઆર વચ્ચેના સંબંધો પર ધ્યાન દોરતાં રાજ્યમાં પ્રજાની સરકાર લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે હૈદરાબાદના વિકાસમાં કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપી કે જો શ્રી રાવની પાર્ટી સત્તામાં જળવાઈ રહેશે તો જમીનો પર સંભવિત કબજો કરી લેવાશે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો કેબિનેટની પહેલી જ બેઠકમાં અમારી 6  ગેરન્ટીઓનું અમલ થઈ જશે. 




adv

Related News

post
post
post
post
post
post
post