• Home
  • News
  • વિશ્વમાં કોરોનાનો કહેર:US કંપની મોડર્નાનો દાવો-અમારી વેક્સિન 94.5% અસરકારક, 8 ડિગ્રી તાપમાનમાં 30 દિવસ સુરક્ષિત રહેવા સક્ષમ
post

મોડર્નાએ લાસ્ટ સ્ટેજની ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામોના આધારે દાવો કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-17 10:22:02

વિશ્વમાં કોરોનાની સ્થિતિ હાલ બેકાબૂ છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સને(56) પોતાને આઈસોલેટ કર્યા છે. રવિવારે તેઓ એક પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ડાઉનિંગ સ્ટ્રીટના સ્પોક્સપર્સનના જણાવ્યા મુજબ, વડાપ્રધાન ઘરેથી(10, ડાઉનિંગ સ્ટ્રીટ)થી કામ ચાલુ રાખશે. આ પહેલાં જોહન્સન સંક્રમિત થવા પર 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. આ દરમિયાન અમેરિકામાં ગત સપ્તાહે 10 લાખ નવા કેસ આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 10 લાખને વટાવી ગઈ છે.આ માહિતી www.worldometers.info/coronavirus/ના જણાવ્યા મુજબ, વિશ્વમાં 5 કરોડ 48 લાખ 17 હજાર 231 લોકો સંક્રમિત છે. 13 લાખ 24 હજાર 461 લોકોનાં મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 81 લાખ 38 હજાર 525 લોકો સાજા થઈ ચૂક્યા છે.

US કંપનીએ તેની વેક્સિન 94.5 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો
અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાએ સોમવારે કોવિડ-19 વેક્સિનની જાહેરાત કરી છે. કંપનીનો દાવો છે કે આ વેક્સીન કોરોનાના દર્દીને બચાવવામાં 94.50 ટકા સુધી અસરકારક છે. આ દાવો અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના મળેલા પરિણામોના આધાર પર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે વેક્સીન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. કંપનીએ માહિતી આપી છે કે ફેઝ-3ના ટ્રાયલમાં અમેરિકામાં 30,000થી વધારે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમા 65 વર્ષથી વધારે હાઈ રિસ્ક કંડીશનવાળા અને અલગ-અલગ સમુદાયોમાંથી હતા. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ સ્ટીફન બેંસેલે આ સફળતાને વેક્સિનના ડેવલપમેન્ટમાં એક મહત્વની ક્ષણ ગણાવી હતી. આ સાથે કંપનીએ ઈમર્જન્સીમાં વેક્સીનના ઉપયોગ માટે મંજૂરી આપવા માટે મોડર્નાએ આગામી સપ્તાહોમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે એપ્લીકેશન રજૂ કરવાની યોજના તૈયાર કરી છે. આ સાથે એવી આશા છે કે વર્ષના અંત ભાગ સુધીમાં અમેરિકામાં આ વેક્સિનના 2 કરોડ ડોઝ પ્રાપ્ત થઈ જશે. આગામી વર્ષ સુધીમાં વિશ્વમાં 50 કરોડથી 1 અબજ ડોઝ તૈયાર કરવાની યોજના છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોની સ્થિતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

11,366,503

251,836

6,935,630

ભારત

8,845,617

130,109

8,249,579

બ્રાઝિલ

5,863,093

165,811

5,291,511

ફ્રાન્સ

1,981,827

44,548

139,810

રશિયા

1,925,825

33,186

1,439,985

સ્પેન

1,492,608

40,769

ઉપલબ્ધ નથી

યુકે

1,369,318

51,934

ઉપલબ્ધ નથી

આર્જેન્ટીના

1,310,491

35,436

1,129,102

કોલંબિયા

1,198,746

34,031

1,104,956

ઈટાલી

1,178,529

45,229

420,810

અમેરિકામાં અજીબ સ્થિતિ
અમેરિકામાં ચૂંટણી થઈ ચૂકી છે. ડેમોક્રેટ જો બાઈડન હવે પ્રેસિડેન્ટ ઈલેક્ટ છે. 20 જાન્યુઆરીથી તેઓ સત્તા સંભાળશે. જોકે સ્થિતિ હજી ઠીક નથી. ટ્રમ્પ સત્તા હસ્તાંતરણ માટે તૈયાર નથી. સોમવારે તેમણે ટ્વિટ કર્યું કે હું જીતી ગયો છું. તેની અસર કોરોનાને અટકાવવાના ઉપાયો પર પડી રહી છે. બાઈડનના ચીફ ઓફ સ્ટાફ રોન કલેનનું કહેવું છે કે અટક્યા વગર સત્તાનું હસ્તાંતરણ થવું જરૂરી છે.

ચીનમાં વેચાણમાં વધારો થયો
ચીનમાં રિટેલ વેચાણમાં ઓક્ટોબરમાં સુધારો જોવા મળ્યો છે. કોરોના દરમિયાન તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહામારીને રોકવાના પ્રયત્નોની વચ્ચે રિટેલ વેચાણમાં ઓક્ટોબરમાં 4.3 ટકાનો વધારો નોંધાયો છે. સરકારે કહ્યું હતું કે યુરોપના ઘણા દેશો મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. એવામાં ગ્લોબલ ઈકોનોમી ઠપ થઈ ગઈ છે. સંતોષની વાત એ છે કે ચીન રિકવર કરી રહ્યું છે.

જાપાનમાં બીજી લહેરનું જોખમ
જાપાનમાં કોરોનાની બીજી લહેરનું જોખમ છે. કોરોના ફેલાતો અટકે તે માટે ઘણા પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. તેને લઈને એક સ્પોર્ટ્સ શોપ પર ખાસ રોબો રાખવામાં આવ્યો છે. આ રોબો એ વાતનું ધ્યાન રાખશે કે ગ્રાહકોએ માસ્ક પહેર્યું છે કે નહિ.

અલ્જિરિયામાં નવા પ્રતિબંધ
ઉત્તરી આફ્રિકાના દેશ અલ્જિરિયાએ રવિવારે નવા પ્રતિબંધો લગાવ્યા છે. દેશમાં કેસ વધી રહ્યા છે. તેના પગલે સ્પોર્ટ્સ સેન્ટર્સ, સાંસ્કૃતિક કેન્દ્રો અને સમુદ્ર તટોને બંધ કરી દેવામાં આવ્યાં છે. નવા નિયમો અંતર્ગત દેશના મોટા ભાગના હિસ્સામાં રાતે કર્ફ્યુ રહેશે.

મંગોલિયામાં સમગ્ર દેશમાં લોકડાઉન
સમગ્ર વિશ્વ કોરોનાથી હેરાન છે, જોકે એશિયાનું મંગોલિયા તેનાથી અછૂત રહ્યું છે. ગત સપ્તાહમાં અહીં કોરોનાનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની પત્ની સંક્રમિત થઈ હતી. હવે સરકારે તકેદારીના ભાગરૂપે 1 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. રવિવારે દેશમાં 428 સંક્રમિતોની પુષ્ટિ થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post