• Home
  • News
  • બ્રાઝિલના માનૌસમાં એક દિવસમાં 100 લોકોના મોત, લાશોને સામૂહિક કબરોમાં દફનાવાઈ રહી છે
post

અહીંયા રોજ 20 થી 30 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, પણ હવે આંકડો 100 સુધી પહોંચી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 10:44:45

માનૌસ: બ્રાઝીલનું માનૌસ શહેર હાલના સમયમાં વુહાનબની ચુક્યું છે. માનૌસની વસ્તી લગભગ 24 લાખ છે. પરંતુ બ્રાઝિલના સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દી અહીંયા જ છે. અત્યાર સુધી અહીંયા રોજ 20 થી 30 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, પરંતુ હવે આ આંકડો 100 સુધી પહોંચી ગયો છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોની લાશ દફનાવવા માટે પણ જગ્યા નથી. એવામાં સ્થાનિક પ્રશાસને જેસીબીથી સામૂહિક કબર ખોદાવડાવી છે, જ્યાં લાશોને એક સાથે દફનાવી શકાય. 

ટ્રેક્ટરથી લાશ લઈ જવાઈ રહી છે
હોસ્પિટલથી કબરસ્તાન લઈ જવા અને અંતિમ સંસ્કાર કરનારાઓ પણ ઓછા છે. એટલા માટે ટ્રેક્ટરથી લાશ પહોંચાડવામાં આવી રહી છે. કબરસ્તાનામાં ઘણા કર્મીઓ તહેનાત છે. જે જેસીબીની મદદથી લાશને દફનાવે છે. મોતનો આંકડો વધતા કર્મચારીઓ પણ લાશની રાહ જોતા જોવા મળ્યા હતા. 

50 હજાર સંક્રમિત,3300 થી વધારે લોકોના મોતઃ માનૌસના મેયર આર્થર વિલિજિયો નીટોએ કહ્યું -દેશમાં 50 હજાર લોકો સંક્રમિત છે, જ્યારે 3300 લોકોના મોત થયા છે.

પરિવારજનોને લાશ જોવાની પણ મનાઈ
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, બ્રાઝીલમાં સૌથી વધારે કોરોના સંક્રમિત લોકો માનૌસમાં જ છે. સ્થિતિ એવી છે કે મૃતકોના દફનાવવા માટે કર્મચારી તહેનાત કરાયા છે. પરિવારજનોને જોવા અને લાશ પાસે જવાની મનાઈ કરવામાં આવી છે. 

આંકડો અચાનક વધી ગયો, જગ્યા ઓછી પડી 
મેયર આર્થર વલિજિયો નીટોએ કહ્યું કે, કોરોનાથી થનારા મોતનો આંકડો અચાનક વધી ગયો છે. જગ્યા ઓછી છે. એટલા માટે સામૂહિક કબરમાં લાશને દફનાવાઈ રહી છે. કબરની તસવીર કોઈ હોરર ફિલ્મ જેવી લાગી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post