• Home
  • News
  • 37 દેશના 11 કરોડ 70 લાખ બાળકોને રસીકરણની જરૂર, 24 દેશોમાં વેક્સીનેશન લગભગ બંધ
post

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- 13 દેશોમાં ઓરીને રોકવા માટેના રસીકરણનો દર કોરોનાને કારણે ધીમો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 11:32:57

ન્યૂયોર્ક : કોરોનાવાઈરસની મહામારી પગલે વિશ્વના 37 દેશના 11 કરોડ 70 લાખ બાળકોને ઓરીની રસી મૂકવામાં આવી નથી. આ બાળકો વિશ્વની એવી જગ્યાએ રહે છે કે જ્યાં ઓરી અને રુબેલા જેવી બીમારીઓનો પ્રકોપ હજુ પણ છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ મંગળવારે કહ્યું  કે 24 દેશોમાં રસીકરણનું કામ લગભગ બંધ છે. 13 દેશોમાં પણ આ કાર્યક્રમ પ્રભાવિત થયો છે.

ઓરી અને રબેલા જેવી બીમારીઓ માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા મીજલ્સ એન્ડ રુબેલા ઈનીશિએટિવએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે કોરોનાવાઈરસની મહામારી દરમિયાન રસીકરણના કાર્યક્રમને ચાલુ રાખવો જરૂરી છે. એમ એડ આરઆઈના જણાવ્યા મુજબ જે ક્ષેત્રોમાં કોરોનાનો ખતરો હાલ વધુ છે, તેઓ આ કામને થોડા દિવસો સુધી રોકી શકે છે, જોકે તેનો અર્થ એવા પણ નથી કે આ કામને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે.

5 વર્ષના બાળકોમાં ઓરીનો વધુ ખતરો

ઓરી પણ વાઈરસથી થનારી એક સંક્રામક બીમારી છે. આ કારણે તેના માટે ચલાવામાં આવતા કાર્યક્રમોને વધુ ન ટાળી શકાય. ઓરીની રસીની શરૂઆત 1963માં થઈ હતી. પહેલા આ મહામારી લગભગ 2-3 વર્ષમાં થતી હતી. ઓરીથી સૌથી વધુ પ્રભાવિત બાળક 5 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. સરેરાશ 2 કરોડ 60 લાખ બાળકો આ બીમારીનો શિકાર બને છે. 2018માં ઓરીના કારણે વિશ્વમાં 1 લાખ 40 હજાર બાળકોના મૃત્યુ થયા હતા.

210 દેશોમાં કોરોનાનો આતંક

વિશ્વના 210 દેશોમાં કોરોનાવાઈરસનું સંક્રમણ છે. અત્યાર સુધીમાં 19 લાખ 88 હજાર 770 લોકો તેનો ભોગ બન્યા છે. એક લાખ 26 હજાર લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જોકે 4 લાખ 66 હજાર 948 સંક્રમિત સ્વસ્થ પણ થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post